Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
છે). આ શલાકા વડે રોગ પ્રતીકાર કરવાના ઈલાજે બતાવનારું જે શાસ્ત્ર છે તેને શાલકય કહે છે. આ શાસ્ત્રમાં કાન, નાક, આંખ અને મુખના રોગોને સળીઓ દ્વારા ઇલાજ કરવાના માર્ગો બતાવ્યા છે.
(૩) શલ્મહત્યા–શરીરમાં ખૂંપી ગયેલા તીર આદિને બહાર કાઢવાના ઉપાય જે શાસ્ત્રમાં બતાવ્યા છે, તે શાસ્ત્રનું નામ શલ્મહત્યા છે.
(૪) જગેલી–આ શાસ્ત્રમાં વિવિધ પ્રકારના વિષેના ઉપશમનના ઈલાજે બતાવ્યા છે. જેમ કે સર્પદંસ, વીંછીને દંસ, વ્યક્તિના વિષને ઉતારવાની રીત આ શાસ્ત્રમાં બતાવી છે.
(૬) ભૂતવિદ્યા-આ વિદ્યા દ્વારા ભૂત આદિન નિગ્રહના ઉપાય પ્રકટ કરવામાં આવ્યા છે. એટલે કે ભૂત, દેવ, અસુર ગધર્વ, યક્ષ, રાક્ષસ, પિતૃ, પિશાચ, ગ્રહ, નાગ આદિ જનિત ઉપદ્રના શમન માટે શાતિકર્મ આદિ ઉપાય આ શાસ્ત્રમાં બતાવ્યા છે.
(૭) ક્ષારતંત્ર-આ શાસ્ત્રમાં વીર્યનું ખલન થઈ જતું અટકાવવાના ઉપાય બતાવ્યા છે.
(૮) રસાયન–અમૃતરસનું નામ રસ છે, સદા યુવાન રહેવા માટે- વૃદ્ધત્વના નિરોધ માટે, આયુષ્યની વૃદ્ધિ માટે મેધા (બુદ્ધિ પ્રતિભા)ની વૃદ્ધિ માટે જે શાસ્ત્રમાં ઈલાજે બતાવ્યા છે તે શાસ્ત્રનું નામ રસાયન શાસ્ત્ર છે. એટલે કે આ શાસ્ત્રમાં એવા ઔષધેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે જેના દ્વારા નિત્ય યવન આદિની પ્રાપ્તિ થઈ શકે છે. અથવા અમૃતરસનું જ્ઞાન, જે શાસ્ત્રના અભ્યાસથી પ્રાપ્ત થાય છે. તે શાસ્ત્રનું નામ રસાયનશાસ્ત્ર છે. અથવા તે અમૃતરસના ઘર જેવું હોય છે. એ આ આઠમે ભેદ સમજ છે સૂ. ૨૩
શકાદિ દેવેન્દ્રોંકી અગ્રમહિષિયક નિરૂપણ
રસાયનના પ્રભાવથી માણસ દેવના જેવા નિરુપક્રમ આયુવાળ બને છે. તેથી હવે સૂત્રકાર નિરૂપકમ આયુવાળા શકાદિની અગ્રમહિષીઓનું આઠ સ્થાનની અપેક્ષાએ કથન કરે છે. “He i સેવિંરાર” ઈત્યાદિ– ટીકાથ–દેવેન્દ્ર દેવરા જ શકને આઠ અગ્રમહિષીઓ છે. તેમનાં નામ નીચે પ્રમાણે છે-(૧) પદ્મા, (૨) શિવા. (૩) સતી, (૪) અજુ, (૫) અમલા, (૬) અસરા, (૭) નવમિકા અને (૭) રોહિણી.
દેવેન્દ્ર દેવરાજ ઈશાનને આઠ અગ્રમહિષીઓ છે. તેમનાં નામ નીચે પ્રમાણે છે-(૧) કૃષ્ણ, (૨) કૃષ્ણરાજિ, (૩) રામા, (૪) રામરક્ષિતા, (૫) વસુ, (૬) વસુગુપ્તા, (૭) વસુમિત્રા અને (૮) વસુંધરા. દેવેન્દ્ર દેવરાજ શકના લોક
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૫
૪૧