Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સિદ્ધિ પડયું છે. તે સિદ્ધાલયની પાસે છે અથવા ત્યાં સિદ્ધ જીવોના નિવાસ સ્થાન રૂપ સિદ્ધશિલા આવેલી છે તેથી તેનું છઠું નામ સિદ્ધાલય છે. સકલ કર્મોથી રહિત થયેલા મક્ત જીવે ત્યાં રહે છે તેથી તેનું નામ મૂર્તિ છે. તે મુક્ત જીવોનાં નિવાસ સ્થાનની પાસે હોવાથી તેનું નામ મુક્તાલય છે. આ સત્રમાં જ્યાં જ્યાં “ કુતિ” શબ્દનો પ્રયોગ થયો છે તે સ્વરૂપના નિર્દેશને માટે થયે છે અને “a” પદને પ્રાય વિકલ્પાથે થયેલ છે. સૂ. ૬૧
શુભાનુષ્ઠાન શ્રવણસે આઠ સ્થાનકે સ્વરૂપકા નિરૂપણ
જે જીવ પ્રમાદને ત્યાગ કરીને શુભ અનુષ્ઠાનમાં રત રહે છે, એ જીવ જ સિદ્ધિ પ્રાપ્ત કરે છે. તેથી હવે સૂત્રકાર શુભ અનુષ્ઠાનનું આઠ સ્થાન રૂપે કથન કરે છે-“મહિં કાળfë સાઁ વંચિદ” ઈત્યાદિ– ટીકાર્થ–સાધુઓએ નીચેની આઠ વસ્તુઓનો સારી રીતે યોગ કરવો જોઈએ એટલે કે જે તેમની પ્રાપ્તિ ન થઈ હોય તે તેમને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે જોઈએ, અને જે તેની પ્રાપ્તિ થઈ જાય તે તેમને નાશ ન થાય તે માટે પ્રયત્ન કરી જોઈએ. શકિત ન રહે તે પણ તેમની રક્ષા માટે ખૂબ જ ઉત્સાહ રાખવું જોઈએ તથા આ આઠ સ્થાનમાં-અ ઠ બાબતમાં બિલકુલ પ્રમાદ કરવું જોઈએ નહીં. તે આઠ સ્થાને નીચે પ્રમાણે છે–
(૧) જે મૃતભેદનું કદી પણ શ્રવણ કર્યું નથી. તે શ્રત ભેદનું સારી રીતે શ્રવણ કરવાને પ્રયત્નશીલ રહેવું જોઈએ.
(૨) જે મૃતભેદેનું સારી રીતે શ્રવણ થઈ ચૂકયું હોય, તેમની વિસ્મૃતિ ન થાય-મનમાં દૃઢતાથી તેમની સ્થાપના થઈ જાય, તેમની અપિટ્યુતિ, સ્મૃતિ અને વાસનારૂપ ધારણું ટકી રહે તે માટે સાધુજને એ પ્રયત્નશીલ રહેવું જોઈએ.
(૩) પ્રાણાતિપાત આદિરૂપ પાપકર્મોને સંયમ દ્વારા વિનાશ થતા રહે તે માટે તેમણે ખૂબ જ પ્રયત્નશીલ રહેવું જોઈએ.
(૪) પૂર્વોપાર્જિત કર્મોની તપસ્યા દ્વારા નિર્જરા થતી રહે-આત્માની ઉપર લાગેલ કમલ રૂપ કાદવ દૂર થતું રહે તે માટે તેણે સદા પ્રયત્નશીલ રહેવું જોઈએ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
७४