Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
“દવિ સંમે ઇત્તે” ઈત્યાદિ– ટીકાથ–સંયમના નીચે પ્રમાણે આઠ પ્રકાર કહ્યા છે—(1) પ્રથમ સમય સૂક્ષમ સમ્પરાય સરાગ સંયમ, (૨) અપ્રથમ સમય સૂક્ષમ સમ્પરાય સરાગ સંયમ, (૩) પ્રથમ સમય બાદર સંપરાસરાગ સંયમ,(૪)અપ્રથમ સમય બાદર સંપરાય સરાગસંયમ, (૫)પ્રથમ સમય ઉપશાન કષાય વીતરાગ સંયમ (૬)અપ્રથમ સમય ઉપશાન્ત કષાય વીતરાગ સંયમ, (૭) પ્રથમ સમય ક્ષીણ કષાય વીતરાગ સંયમ અને (૮) અપ્રથમ સમય ક્ષીણકષાય વીતરાગ સંયમ.
સંયમ એટલે ચારિત્ર. તેના મુખ્ય બે ભેદ છે-(૧) સરાગ સંયમ અને (૨) વીતરોગ સંયમ. તેમને જે સરાગ સંયમ છે તેના બે ભેદ પડે છે-(૧) સૂક્ષ્મ સાંપરાય અને (૨) બાદર સાંપરાય. આ બંને પ્રકારના સંયમના પ્રથમ સમય અને અપ્રથમ સમયના ભેદથી બન્ને પ્રકાર કહ્યા છે. આ રીતે સરાગ સંયમના ચાર પ્રકાર થઈ જાય છે. વીતરાગ સંયમના પણ ઉપશાન્ત કષાય અને ક્ષીણકષાય નામના બે ભેદ પડે છે. આ બંને પ્રકારના સંયમના પણ પ્રથમ સમય અને આ પ્રથમ સમયના ભેદથી બન્ને પ્રકાર પડે છે. આ રીતે વીતરાગ સંયમને પણ ચાર પ્રકાર થઈ જાય છે. આ પ્રકારે બનેના ચાર ચાર પ્રકારે મળીને સંયમના કુલ આઠ પ્રકારે પડે છે. હવે આ દરેક પ્રકારના સંયમને ભાવાર્થ સ્પષ્ટ કરવામાં આવે છે.
પ્રથમ સમય સક્ષમ સં૫રાય સરાગ સંયમ–જે સંયમ રાગથી યુક્ત હેય છે, જેની પ્રાપ્તિમાં એક સમય થતું હોય છે અને જેમાં સંજવલન
ભરૂપ કષાય વેદ્યમાન થઈ રહ્યો હોય છે, એવા આ ત્રણ વિશેષણવાળા સંયમને પ્રથમ સમયસૂક્ષ્મ સંપાય કહે છે. બીજે ભેદ પણ ઉપર્યુક્ત લક્ષણવાળો જ છે, પરન્તુ અહીં પ્રથમ સમયને બદલે અપ્રથમ સમય કહે જોઈએ. આ બનને ભેદ પણ શ્રેદ્રયની અપેક્ષાએ બબ્બે ભેદથી યુક્ત છે, અને તે કારણે તે બનેના ચાર ભેદ પડે છે, પરંતુ અહીં તે ભેદોનું વર્ણન કરવામાં આવ્યું નથી. અહીં તે ભેદે જ પ્રકટ કરવામાં આવ્યા છે. રા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૭ ૨