Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઉત્પન્ન થાય છે ત્યારે સ્ત્રી આદિના સંયોગની અભિલાષા ઉત્પન્ન થાય છે, ચિન્તા દ્વારા સમરણ થાય છે, સ્મરણ દ્વારા ગુણકીર્તન થાય છે. તેના દ્વારા ઉદ્વેગ થાય છે અને તેમાંથી ઉન્માદ આદિ રોગની ઉત્પતિ થાય છે, કહ્યું પણ છે કે“ બાલામિક:” ઈત્યાદિ- સૂત્ર ૮ છે
આ પ્રકારે વિષયાસકિતને વિષે ગત્પત્તિ થાય છે. અતિશય વિષયાસત મનુષ્યને ક્ષય રોગ આદિ રોગો થતાં હોય છે. આ પ્રકારે શારીરિક રેગની ઉત્પત્તિના કારણેનું પ્રતિપાદન કરીને હવે સૂત્રકાર આન્તર રેગનાં કારણે રૂપ કર્મ વિષેનું નિરૂપણ કરે છે
આંતરરોગને કારણકા નિરૂપણ
“જય દ્દેિ ફરિણાળિજો” ઈત્યાદિ–
દર્શનાવરણીય કર્મના નવ પ્રકારજિનેન્દ્ર દેવોએ કહ્યા છે તે નવ પ્રકારે નીચે પ્રમાણે છે-(૧) નિદ્રા, (૨) નિદ્રાનિદ્રા (૩) પ્રચલા, (૪) પ્રચલા પ્રચલા, (૫) ત્યાન ગૃદ્ધિ, (૬) ચક્ષુર્દશનાવરણ, (૭) અચક્ષુર્દશનાવરણ, (૮) અવધિ દર્શનાવરણ, અને (૯) કેવળદર્શનાવરણ
પદાર્થ સામાન્ય વિશેષરૂપ છે. તેમાંથી સામાન્ય માત્રને ગ્રહણ કરનારો. જે બેધ છે તેનું નામ દર્શન છે. આ દર્શનને આવરણ (આચ્છાદિત) કરનારું જે કમ છે તે કર્મનું નામ દર્શનાવરણીય કર્મ છે. તેના નિદ્રા, નિદ્રાનિદ્રા, આદિ નવ પ્રકારો ઉપર દર્શાવવામાં આવ્યા છે. હવે તેમને અર્થ સમજાવવામાં આવે છે
જેના દ્વારા ચેતન અવિપષ્ટવ પ્રાપ્ત કરી લે છે, એવી અવસ્થાનું નામ નિદ્રા છે. તે નિદ્રા સુખ પ્રબોધ-રવાપાવસ્થા ( નિદ્રાવસ્થા ) રૂપે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫