Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અને દક્ષિણ દિશાના ચાર સમુદ્રો) જ જેને અન્ત (મર્યાદા) છે એવી પૃથ્વીના -છ ખંડવાળા ભરતક્ષેત્રના-અધિપતિ હોવાને કારણે ભરત ચક્રવતીને ચતુરત પૃથ્વીના ચકવાત કહેવામાં આવ્યા છે. કમવૃત્તિવાળા હોવાને કારણે અહીં પુરુષોને યુગ સમાન કહેવામાં આવ્યા છે. અત્તર રહિત હોવાને કારણે અનુબદ્ધ કહ્યા છે. આ આઠ પુ છે સિદ્ધ થયા છે એટલે કે તેઓ કૃતકૃત્ય થઈ ગયા છે જેમને કોઈ પણ કાર્ય કરવાનું બાકી રહ્યું હતું નથી તેમને કૃતકૃત્ય થયેલા કહેવાય છે. વિમલ કેવળજ્ઞાન રૂપી આલેક વડે જેઓ સકલ લોક અને અલકને જાણી દેખી શકે છે તેમને બુદ્ધ કહે છે. જેમનાં સકલ કર્મોને સર્વથા ક્ષય થઈ ગયું હોય છે તેમને મુક્ત કહે છે જેઓ સમસ્ત કર્મકૃત વિકારોથી રહિત થઈને શારીરિક અને માનસિક પરિણામેથી રહિત થઈને શીતલીભૂત થઈ ગયા હોય છે તેમને પરિનિવૃત કહે છે, કે જે સઘળા કલેશે શાંત થઈ ગયા હોય છે, જેમણે સમસ્ત દુખેને અન્ત કરી નાખે છે તેમને સર્વદુઃખ પ્રહણ (સમસ્ત દુઃખના અન્તકર્તા) કહે છે. સૂ. ૨૯
- હવે સૂત્રકાર સંયમના અધિકાર સાથે સુસંગત એવાં સંયમી જીનું આઠ સ્થાન રૂપે કથન કરે છે–
“વાસણ અહો કુરિવાવાળીયા” ઈત્યાદિ ટીકાથ–પુરુષાદાનીય (પુરુષો દ્વારા આશ્રયણીય) અહંત પાર્શ્વનાથના આઠ ગણ અને આઠ ગણનાયક હતાં. તેમનાં નામ આ પ્રમાણે હતાં-(૧) શુભ (૨) શુભશેષ, (૩) શિષ્ટ, (૬) બ્રહ્મચારી, (૫) સેમ, (૬)શ્રીધર,(૭) વીરભદ્ર અને યશ, માસૂ૩ના
દર્શનો કે સ્વરૂપકા નિરૂપણ
ગણધર દર્શનવાળા હોય છે. તેથી હવે સૂત્રકાર દર્શનનું નિરૂપણ કરે છે
કવિ રંગે વાળ” ઈત્યાદિ– ટીકાઈ–દર્શનના નીચે પ્રમાણે આઠ પ્રકાર કહ્યા છે-(૧) સમ્યગદર્શન, (૨) મિથ્યાદર્શન, (૩) સભ્ય મિથ્યાદર્શન, (૪) ચક્ષુર્દશન, (૫) અચક્ષુદર્શન, (૬) અવધિદર્શન, (૭) કેવલદર્શન અને (૮) સ્વપ્રદર્શન.
આ સૂત્રમાં આવતાં પદોની વ્યાખ્યા સાતમા સ્થાનના સત્યાવીસમાં સત્રમાં આપવામાં આવી છે. તે જિજ્ઞાસુ પાઠકએ તે વ્યાખ્યા ત્યાંથી વાંચી લેવી. સુણાવસ્થામાં જે અર્થ વિકપને અનુભવ થાય છે તેનું નામ સ્વમદર્શન છે. જો કે સ્વમ દર્શનને અચલુદર્શનમાં સમાવેશ કરી શકાય છે, છતાં પણ સુણાવસ્થા રૂપ ઉપાધિને આધારે અહીં તેને અલગ ભેદ રૂપે ગણાવવામાં આવેલ છે. જે સૂ. ૩૧ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૪૫