Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ન શાન્તિ પરલકવાદી–જે લોકે મોક્ષમાં અને પરલોકમાં (જન્માક્તરમાં) માનતા નથી, તેમને ભૌતિકવાદી કહે છે ચાવંકવાદી ન શાન્તિ પરવાદી છે. તેઓ એક માત્ર પ્રત્યક્ષ પ્રમાણુના વિષયરૂપ નહીં હોવાને કારણે તેઓ આત્માના અસ્તિત્વને જ માનતા નથી. જેમ ગર્દભને શિંગડાં હોવાની વાત માની ન શકાય એવી છે, એ જ પ્રમાણે તેમની માન્યતા પ્રમાણે આત્માને અભાવ હોવાની વાત પણ માની શકાય એવી નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે તેઓ આત્માને અભાવ માને છે. તે કારણે તેઓ પાપકર્મ અને પુણ્યકર્મમાં પણ માનતા નથી, પર. લેકના અસ્તિત્વમાં પણ તેઓ માનતા નથી, મોક્ષના સદભાવની વાત પણ તેઓ સ્વીકારતા નથી. ચૈત્ય ની પ્રતીતિ થાય છે, તે આત્મારૂપ નથી પણ ભૂતના એક ધમરૂપ છે. પુણ્ય, પાપ, જન્મ અને મોક્ષ આદિને તેઓ અભાવ માને છે. તે કારણે આ મતવાળા ક્રિયામાં પ્રાણીઓથી પ્રવૃત્તિ હોવી જ જોઈએ, એવું માનતા નથી. આ પ્રકારે આ મતમાં અક્રિયાવાદિતા સુસ્પષ્ટ રૂપે દેખાઈ આવે છે. તેઓ પ્રત્યક્ષ પ્રમાણના અભાવને લીધે આત્માની અસત્તામાં જે માને છે, તે તેમની માન્યતા બરાબર નથી કારણ કે પ્રત્યક્ષ આદિની અપ્રવૃત્તિ હોવાને કારણે આત્માનું નિરાકરણ અશક્ય છે. કારણ કે પ્રત્યક્ષ આદિની અપ્રવૃત્તિ વડે વસ્તુનું સર્વથા અસત્ય (અવિદ્યમાનપણું) સાબિત થતું નથી. જે એવું જ માની લેવામાં આવે તે દેશાન્તરગત વસ્તુના અસવને માનવાને પણ પ્રસંગ પ્રાપ્ત થશે. તેથી એવું માનવું જોઈએ કે આત્મા જે કે ઈન્દ્રિય પ્રત્યક્ષ વડે અનુપલબ્ધમાન (અપ્રાપ્યકારી) છે, છતાં પણ તેને અભાવ નથી–પરંતુ તેને સદૂભાવ જ છે. કારણ કે આગમવિશેષને આધારે પણ આત્માનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. આ મતમાં માનનાર આત્મા–ચૈતન્યને જે ભૂતના ધર્મારૂપ કહે છે તે કથન પણ સંગત લાગતું નથી, કારણ કે વિક્ષિત ભૂતના અભાવમાં પણ જાતિસ્મરણ આદિ જોવામાં આવે છે. આ પ્રકારે અહીં આ આઠ પ્રકારના અક્રિયાવાદીઓનું સંક્ષિપ્તમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. આ વિષયમાં વધુ જાણવાની ઈચ્છાવાળા પાઠકે એ અન્ય સિદ્ધાન્ત ગ્રન્થમાંથી આ મતે વિષે વિશેષ માહિતી મેળવી લેવી. | સૂ. ૧૯ |
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૩૫