Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વાદીઓમાં અક્રિયાવાદિતા માનવાનું કારણ એ છે કે તેઓ એકાન્તરૂપે પ્રત્યેક વસ્તુને ક્ષણવિનશ્વર માને છે.
નિયતવાદી–નિયતવાદીનું બીજું નામ લેક નિત્યવાદી” પણ છે. તેઓ પ્રત્યેક વસ્તુને સર્વથા નિત્ય જ માને છે. તેમના મનમાં તે ઉત્પાદ, વિનાશ, આવિર્ભાવ તિભાવ રૂપ માનવામાં આવ્યા છે. આવિર્ભાવ સને જ થાય છેઅસને થતો નથી. જે અસતનો પણ આવિર્ભાવ થતો હોય, તે સસલાને શિગડાને પણ આવિર્ભાવ થી જોઈએ જેમ ઘટ (ઘડા)ને સર્વથા વિનાશ થત નથી એજ પ્રમાણે સને પણ સર્વથા વિનાશ થતો નથી, પણ તેને તિભાવ થાય છે જે પ્રમાણે ઘડે પિતાના અવિનશ્વર કારણમાં તિરભૂત થઈ જાય છે એ જ પ્રમાણે પ્રત્યેક સત પદાર્થ પણ પિતાના અવિનશ્વર કારણમાં તિરભૂત થઈ જાય છે, તેનું નામ જ વિનાશ છે.
શંકા-ઘટના કારણભૂત જે કપાલય (બે ફડાસિયાં) છે તેમને પણ વિનાશ થતો જોવામાં આવે છે. છતાં પણ આપ એવું શા કારણે કહે છે કે ઘટ પોતાના કારણભૂત કપાલયમાં તિરભૂત થઈ જાય છે?
ઉત્તર–વાસ્તવિક રૂપે તે ઘટના નિર્માણમાં કપાલદ્રય કારણભૂત બનતાં નથી, પરન્તુ માટી જ તેમાં કારણભૂત બને છે. માટી જ પલાદિ અવસ્થાઓમાંથી પસાર થતી થતી ઘટ રૂપે પરિણમી જાય છે. તેથી કપાલાદિ અવસ્થા પારમાર્થિકી નથી. પારમાર્થિકી તે મૃદવસ્થા (માટીની અવસ્થા) જ છે, અને એજ નિત્ય છે. તેથી જે પ્રકારે ઘટ પિતાના કારણરૂપ માટીમાં તિરભૂત થઈ જાય છે, એ જ પ્રમાણે સમસ્ત પદાર્થ પિતાના કારણોમાં જ તિરભૂત થઈ જાય છે. આ પ્રકારે લેક સર્વથા નિત્ય છે, એ નિયતવાદીને મત બરાબર નથી, કારણ કે લેકને જે એકાન્તરૂપે નિત્ય માનવામાં આવે, તે તેમાં સ્થિર એકરૂપતા જ આવી જશે. તેથી સકલ કિયાઓને લોપ થઈ જવાને પ્રસંગ પ્રાપ્ત થશે. એવું તે છે નહીં. આ મત લેકને સર્વથા નિત્યરૂપે સ્વીકારે છે, તે કારણે જ આ મતમાં અકિયાવાદિતા પ્રકટ થાય છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
७४