Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઠરાવવામાં આવી છે, તેનું સ્યાદ્વાદ મતને આધાર લેવાથી નિવારણ (ખંડન). થઈ જાય છે.
મિતવાદી–અનન્તાન્ત જેને સદૂભાવ હોવા છતાં પણ તેમને જેઓ પરિમિત કહે છે તેમને મિતવાદી કહે છે. અથવા અંગુઠાના પવન બરાબર અથવા શ્યામાચેખાના બરાબર જે જીવને માને છે, તેમને મિતવાદી કહે છે. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે–જીવ અસંખ્યાત પ્રદેશવાળે છે, તેથી તે આગળના અસંખ્યાતમાં ભાગથી લઈને સંપૂર્ણ લકપ્રમાણ ક્ષેત્રને વ્યાપ્ત કરી લે છે, અને તે કારણે તે અપરિમિત જ છે, છતાં પણ તેને અંગુષ્ટ પર્વ બરાબર અથવા સ્યામાંક-સામાન ચોખા બરાબર માનીને પરિમિત કહેનારાને પરિમિ. તવાદી કહે છે, અથવા-જે લેકને સાત દ્વીપ સમુદ્રાત્મક રૂપે પરિમિત કહે છે, તેને મિતવાદી કહે છે. આ મિતવાદી પણ વસ્તુતત્ત્વને નિષેધક છે, તેથી તેને પણ અકિયાવાદી કહેવામાં આવે છે.
નિમિતવાદી—“આ લેકનું ઈશ્વરે અથવા બ્રહ્માએ અથવા કેઈ વિશિષ્ટ પુરુષે સર્જન કર્યું છે.” આ પ્રકારની માન્યતા ધરાવનાર લોકોને નિર્મિતવાદી કહે છે. નિર્મિતવાદીના મતને અનુસરનારા કે એવું કહે છે કે
“મારી િતનોમૂત” ઈત્યાદિ.
આ શ્લેકેને ભાવાર્થ નીચે પ્રમાણે છે-પહેલાં આ લેક અંધકારમય હતો. તેમાં સ્થાવર જી, ત્રસજે, મનુષ્ય, દેવ, ઉરગ, રાક્ષસ આદિ કોઈ પણ
જ ન હતાં. તેમાં પંચ મહાભૂતને પણ સદૂભાવ ન હતા. આ લેક એક વિશાળ ખાડા રૂપે જ હતો. તેમાં અચિત્ય સ્વરૂપવાળા પરમાત્મા સૂતાં સૂતાં તપ કરી રહ્યા હતા . ૧-૩છે તે પરમાત્માની નાભિમાંથી એક કમલ નીકળ્યું. તેની પાંખડી એ સુવર્ણની હતી. જો - મધ્યાહને સૂર્યમંડળ સમાન તે કમલ તેજસ્વી હતું. તે કમલમાંથી દંડ તથા જઈથી યુક્ત એવાં બ્રહ્મા ઉત્પન્ન થયા. તે બ્રહ્માએ જગતની માતાઓનું નિર્માણ કર્યું પ તેમણે સુરેની માતા અદિતિનું, અસુરેની માતા દિતિનું મનુષ્યની માતા મનુનુ, પક્ષીઓની માતા વિનાનું, સર્પોની માતા કદ્રનું, નાગેની માતા સુલસાનુ, ચતુષ્પદોની માતા સુરભિનું અને સર્વ બીજોની માતા ઈલાનું સર્જન કર્યું છે ૬-૭ છે
આ જગતનું સર્જન કઈને કઈ વડે અવશ્ય કરાયેલું છે. આ પ્રકારની માન્યતાને આ નિર્મિતવાદીઓ આ પ્રકારની દલીલ વડે સિદ્ધ કરે છે–જેમ ઘડો સંસ્થાનવાળો (આકારવાળા) હોવાથી કોઈને કોઈ વિશેષ બુદ્ધિ સંપન્ન કર્તા દ્વારા -કુંભાર દ્વારા બનાવાયો છે એજ પ્રમાણે આ જગત્ પણ કોઈને કોઈ બુદ્ધિ.
શ્રી સ્થાનાં સૂત્ર :૦૫
૩ ૦