Book Title: Adhyatma Vaibhav1
Author(s): Rajkumar Jain
Publisher: Kanjiswami Smarak Trust Devlali

View full book text
Previous | Next

Page 9
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ৩ આ પ્રમાણે આપણે જોઈએ છીએ કે પૂ. ગુરુદેવશ્રીનું સંપૂર્ણ જીવન એક આદર્શ મહાપુરુષ જ્ઞાની ધર્માત્મા શ્રાવકનું જીવન રહ્યું છે. સરળતા સૌમ્યતા, નિચ્છલતા, મૃદુતા, કોમળતા, પવિત્રતા, સ્પષ્ટવાદિતા અને આત્મસન્મુખતા એમના જીવનનાં એવાં અંગો છે જે આખાય જગત માટે આકર્ષણનાં કેન્દ્ર બન્યાં. જોકે એમનો પાર્થિવ દેહ આજ આપણી વચ્ચે વિધમાન નથી, તથાપિ એમનું અધ્યાત્મ પૂર્ણ વ્યક્તિત્ત્વ આપણા મનઃપટ ઉપર ચિત્રામની જેમ ઉત્કીર્ણ થઈ ગયું જે આપણને નિરંતર આત્મહિતની પ્રેરણા દેતું રહેશે. “તું પરમાત્મા છે, પરમાત્મા થવાને લાયક જ છે આવા આવા એમના અંતરમાંથી નીકળેલા શબ્દો-એકએક આજે આપણા કાનમાં ગુંજી રહ્યા છે. હું ૫૨મોપકારી પૂજ્ય ગુરુદેવ! આપે વાવીને ઉછેરેલા આ અધ્યાત્મ-બાગના સિંચન અને પ્રબળ પોષણના હેતુએ આ અધ્યાત્મ વૈભવ નામનું સંકલન આપના ચરણકમળમાં અપર્ણ કરતાં મહાન હર્ષ અનુભવું છું. "" આપશ્રીના મહાન અસાધારણ વિમલ વિરાટ વ્યક્તિત્ત્વની ગુણમાલા ગૂંથવામાં અમો મંદબુદ્ધિ અસમર્થ છીએ. આપના અનંત ઉપકારના યશોગાન કરવા આ તુચ્છ વાણી પણ અક્ષમ છે. શું કહીએ ? જ્યાં લગી આકાશમાં સૂર્ય ચમકતો રહેશે ત્યાં સુધી આપના દ્વારા મુખરિત સન્માર્ગદર્શક બોધ જયવંત રહેશે. આપનો આ અદ્દભુત પ્રભાવના-યોગ આ કાળનો સ્વર્ણયુગ બની રહેશે, ઇતિહાસમાં સ્વર્ણાક્ષરોમાં અંકિત થશે. અંતમાં આપનો માર્ગાનુસારી બની, આપના ચરણકમલમાં અનંત ભાવભીનાં શ્રદ્ધા-સુમન સમર્પિત કરું છું. 66 અધ્યાત્મ વૈભવ ” શ્રી સમયસાર પૂ. ગુરુદેવશ્રીનું સર્વાધિક પ્રિય પરમાગમ રહ્યું છે, જે તેમના જીવન-પરિવર્તન અને સન્માર્ગદર્શનનું મુખ્ય કારણ બન્યું. એમનું જીવન-જીવનનો પ્રત્યેક શ્વાસ સમયસારના રંગથી રંગાયેલો હતો. એમણે અંદર એકલાએ એનો સેંકડો વાર સ્વાધ્યાય કર્યો અને પોતે જાતે જ એનું દોહન કર્યું, ઉપરાંત ૧૯ વાર તો જાહેર સભામાં એનું આઘોપાન્ત વ્યાખ્યાન કર્યું. જગતના જીવોનું પરમ હિત એમને સમયસારના સ્વાધ્યાયમાં જ દેખાયું. આથી અઢારમી વારનાં એમનાં થયેલાં માર્મિક પ્રવચનોને સંકલિત કરીને ‘ પ્રવચન રત્નાકર' ના રૂપમાં ૧૧ ભાગો પ્રકાશિત કરવામાં આવ્યા. આ અગિયાર ભાગોમાંથી અનેક મહત્ત્વપૂર્ણ અંશોનું સંકલન કરીને ગાગરમાં સાગર સમાન આ અનુપમ સંક્લન ‘અધ્યાત્મ વૈભવ ” સમાજની સામે બહાર મૂકવામાં આવ્યું છે. આ ગ્રંથની આ વિશેષતા છે કે એમાં સમયસારના પ્રવચનોના અંશોને એકત્રિત કરીને વિષયવાર અલગથી સંકલિત કરવામાં આવ્યા છે. જૈન સિદ્ધાંતમાં સમાવિષ્ટ અધિકાંશ વિષય આમાં સમાયા છે, જે લગભગ પચાસ જેટલા છે. પૂ. ગુરુદેવશ્રીની સૌથી મોટી વિશેષતા એ રહી છે કે એમણે જૈન દર્શનનાં સંપૂર્ણ વિષયો અને સિદ્ધાંતોને વળ આત્મહિતકારી આધ્યાત્મિક દૃષ્ટિકોણથી જ દેખ્યા છે, તથા કેવળ આત્મા પ્રતિ કેન્દ્રિત થઈને જ એમનું વિવેચન કર્યું છે; કેમકે એ જ (આત્મા જ) દ્વાદશાંગનું રહસ્ય અને જિનવાણીનું મૂળ પ્રતિપાદન કેન્દ્રબિંદુ છે. આમાં સંપૂર્ણ પ્રવચન રત્નાકરના અગિયાર ભાગોમાંથી એકએક વિષયને જુદો પાડી એકત્રિત કરી સંક્લન કરવામાં આવ્યું છે. આનો સૌથી મહાન લાભ આ છે કે આપણે કોઈ એક વિષયનું એક જગાએ અધ્યયન કરીને તે સંબંધમાં પૂ. ગુરુદેવશ્રીનો અભિપ્રાય સરળતાથી જાણી શકીએ છીએ; આ રીતે અનેક વિષય પર આપણે સર્વાંગીણ સ્વાધ્યાય પ્રાપ્ત કરી શકીએ છીએ. જોકે અનેક સ્થળે વિષયની પુનરાવૃત્તિ થઈ છે, પરંતુ અધ્યાત્મમાં એ કોઈ દોષ નથી, બલ્કે ગુણ જ છે; વળી વિષયને વારંવાર ઘૂંટીઘૂંટીને સ્પષ્ટ કરવાની પૂ. ગુરુદેવશ્રીના તો શૈલી જ છે. સંપૂર્ણ વિષય બોધબહુલ હોવા ઉપરાંત વૈરાગ્યરસથી ઓતપ્રોત છે; વૈરાગ્યની રસધારા વિષયને સરળ, સરસ અને ભાવપૂર્ણ બનાવી દે છે. જૈનદર્શનનાં અનેક મૂળભૂત રહસ્યો વિસ્તારથી સ્પષ્ટ વિશદરૂપે Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 492