Book Title: Adhyatma Vaibhav1
Author(s): Rajkumar Jain
Publisher: Kanjiswami Smarak Trust Devlali

View full book text
Previous | Next

Page 8
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬ વૈરાગ્યમૂર્તિઃ આપનું મનોરમ શાંત જીવન જ્ઞાન-વૈરાગ્યની જીવંત મૂર્તિરૂપ હતું. આપની વાણીમાં સતત વૈરાગ્યનું ઝરણું વહેતું હતું. સંસાર અને ભોગોથી ઉદાસીન આપનું અંતર્મુખી જીવન સંતોની જેમ નિર્લિપ્ત હતું. ભગવાનના દીક્ષાકલ્યાણક આદિ પ્રસંગો પર વિશેષપણે મુનિદશાની ભાવના ભાવતાં ભાવતાં આપનો દેહ રોમાંચ અનુભવતો અને “અપૂર્વ અવસર એવો ક્યારે આવશે” એવી ભાવના સાથે આપની આંખો આનંદ-અશ્રુથી ભીંજાઈ જતી. આપ વારંવાર વિનમ્રભાવે કહેતા “ભાવલિંગી દિગંબર સંત મુનિ ભગવંત તો જાણે હાલતા-ચાલતા સિદ્ધ છે, કેવળજ્ઞાનની તળેટીમાં નિવાસ કરે છે. અરે! અમે તો એમના દાસાનુદાસ છીએ.” અહા ! વૈરાગ્યથી તરબોળ આપનું હૃદય નિરંતર જગતને જાગ્રતપણે સાવધાન કરતું. પ્રભુ! આત્મતિ કરી લે; મોત માથે નગારાં વગાડી રહ્યું છે. અહો ! આવું આપનું વૈરાગ્યમય જીવન હતું. સ્પષ્ટવક્તા: સ્પષ્ટ વકતૃત્વ અને નિચ્છલ પવિત્ર વ્યકિતત્ત્વના કારણે આજ આપ જન-જનના હૃદયમાં ટંકોત્કીર્ણ જેમ વસી રહ્યા છો. આપની સ્પષ્ટ મધુર નિરૂપણશૈલીથી અધ્યાત્મ પ્રતિ મોટા મોટા વિદ્વાન-મનીષીઓ પ્રભાવિત થયા. આપે નિર્ભીક થઈને નિઃસંકોચપણે જગત સામે શાશ્વત સત્ય જાહેર કર્યું. એક દ્રવ્ય અન્ય દ્રવ્યનું કર્તા-ભોક્તા નથી, આત્મા જ્ઞાતાસ્વરૂપ જ છે; પ્રત્યેક દ્રવ્યની ત્રણે કાળની પર્યાયોનું પરિણમન સ્વતંત્ર અને ક્રમબદ્ધ જ છે, તેમાં કોઈ ફેરફાર કરવાવાળો નથી. પર્યાયનો કર્તા પર્યાય છે, પર્યાય પોતાના ષટ્કારથી પ્રગટ થાય છે. જે ભાવથી તીર્થંકર પ્રકૃતિ બંધાય તે ભાવ પણ હૈય છે. કાર્ય ઉપાદાનથી થાય છે, નિમિત્તથી નહિ. આ પ્રમાણે આપે દૃષ્ટિનો વિષય, નિશ્ચય વ્યવહાર, નિમિત્ત-ઉપાદાન, ક્રમબદ્ધ પર્યાય, આત્માનુભૂતિ, કારણ શુદ્ધપર્યાય, અનેકાન્ત આદિ અનેકાનેક વિષયોનું સ્પષ્ટ, વિશદ, અને વિશાળ પ્રતિપાદન કર્યું છે. આપનું ધીરગંભી૨ વ્યક્તિત્ત્વ અને આત્મસ્પર્શી આહ્લાદજનક અપૂર્વ વાણી મુમુક્ષુઓને લોહચુંબકની જેમ આકર્ષિત કરી એમના ચિત્તને અદ્દભુત પ્રભાવથી ભરી દેતાં. પ્રભાવના ઉદય-સૂર્યઃ પ્રાતઃકાળના સૂર્યની જેમ આપનો ધર્મપ્રભાવના-ઉદય પણ નિરંતર અજ્ઞાન-અંધકારને ભેદતો થકો ઝગમગ જ્યોતિની જેમ પ્રગટ પ્રકાશમાન થયો. આપની પ્રેરણાથી અનેક વીતરાગી જિનમંદિર નિર્માયિત થયાં, અને અનેક જીવ મત-મતાન્તર ભૂલીને સાચા દિગંબર જૈનધર્માનુયાયી થયા. એ આ કાળનું મંગલમય આશ્ચર્ય પ્રગટ થયું ગણાશે કે આજ ઘેર-ઘેર સમયસાર આદિ શાસ્ત્રોનો નિયમિત આત્મહિતકારી સ્વાધ્યાય થઈ રહ્યા છે. સમન્વિત વાણી: આપની વાણી વીતરાગ સર્વજ્ઞદેવ-અનુસારિણી રહી છે, જેમાં હંમેશાં અનેકાન્ત-સ્યાદ્વાદ, નિશ્ચય-વ્યવહારરૂપ શાસનશૈલીનો યથાવત સમન્વિત પ્રયોગ થયો છે. પ્રયોજનવશ બન્ને નયોને મુખ્ય-ગૌણ કરવામાં આવે છે. આપની વાણીમાં નિશ્ચયનયની મુખ્યતાથી વસ્તુ-સ્વરૂપનું પ્રતિપાદન થયું જે પૂર્ણતઃ ન્યાયસંગત છે. આપની શૈલીમાં સહજ જ ચારે અનુયોગ સમાહિત રહ્યા છે. દ્રવ્યાનુયોગ તો આપની વાણીનું કેન્દ્રબિંદુ છે. આ પ્રમાણે સ્યાદ્વાદ–અનેકાન્ત, નિશ્ચય-વ્યવહા૨ અને ચારે અનુયોગોની સમન્વિત શૈલીનો બહુ કુશળતાપૂર્વક આપે પ્રયોગ કર્યો છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 492