________________
૨
૧
કૃણુને વિનય વિનયનું મૂલ્ય છે મોટું, આચરી ભગવાન તે; શિખાડે સર્વને વિશ્વ, સંસ્કૃતિ ભારતીય તે. (પા. ૪૯૨)
માતાજીના સ્નેહ-આદરને વશ થઈ ભગવાન ખાંડણિયે બંધાયા. માતાજીના આદરને એમણે વિનય કરી વિનયનું મોટું મૂલ્ય સ્થાપન કર્યું; અને ખાંડણિયા સહિત જેવા તે બહાર ગયા ત્યાં આણામાં રહેલાં બે અજુનવૃક્ષો સાથે તે અથડાતાં બેય વૃક્ષો તૂટી પડ્યાં. તેમાંથી નલકુબર અને મણિગ્રીવ પ્રગટ થઈ ભગવાનના ચરણે પડ્યા. વિનયથી પ્રભુના સ્પર્શે જ અવિનયી કુબેરપુત્રોની મુક્તિ થઈ ને સર્વત્ર વિનયને ચેપ લાગે. દામોદરલીલા પૂરી થતાં કૃષ્ણની બાળલીલાને એક અધ્યાય પૂરો થાય છે. ખરી રીતે સાધનામાર્ગે જનાર માત્રને અધ્યાત્મ-આરોહણનાં સાત સોપાન બનાવી પ્રથમ સ્વયમાં સુસ્થિર કરવાની સાત ગુણશ્રેણી છે, જેમાં (૧) પૂર્વગ્રહનો પરિવાર કરી, વિદ્યા, અવિદ્યા કે આત્મજ્ઞાન ને વિજ્ઞાનનો સુમેળ કરી પ્રથમ વિચાર-વિવેકની પ્રાપ્તિ કરવાની છે. (૨) વિચાર સ્પષ્ટ થયા પછી આત્મવિકાસનું સાતત્ય જાળવવા બાહ્યાચારના પરિવર્તનને અગ્ર રાખી સાતત્ય પરિવર્તનનો તાળો મેળવો પડે છે. (૩) વિરોધ વચ્ચે સત્યાગ્રહના પ્રેમળ બળ પર અડગતા સાધવાનું ત્રીજું ચરણ વટાવવું પડે છે. (૪) સમાજમાં મધુરાદ્વૈત-સભર એકતાને વવહાર વ્યવસ્થિત કરવા તાદાત્મય અને તાટરશ્ય કેળવવાં પડે છે. (૫) સાથેસાથે વૈયક્તિક અને વૈશ્વિક હિતનું સંવર્ધન, પ્રવૃત્તિ. નિવૃત્તિ, વિવેક વિકસાવી વિનયી આભાથના સહુજ આયાસે અનાયાસે આત્મપ્રભાવ પ્રગટે છે.
વૃંદાવનવાસ
(અનુષ્ટ્રપ) વાયુમંડળ નૈસર્ગી, ગાયનાં ઝુંડ જ્યાં વળી; વિશુદ્ધ મન લેના, ધન્ય વૃંદાવનભૂમિ. (પા. ૩૬૬)