________________
ભગવાન બાલકૃષ્ણ પોતાના સુવાત્સલ્ય અને મનમોહક એશ્વર્યથી વ્રજનારીના હૃદયને જીતી લીધું હતું. નારીહૃદય સાથે એક્તા સાધી નારીના સર્વ વ્યવહાર અને વ્યાપારા એમણે વિશુદ્ધ બનાવ્યા. સમગ્ર વાતાવરણને વાત્સલ્ય રસથી રસી દીધું. હવે સ્વોયરૂપ આત્મસાધનાને તબકકે પૂર્ણ થયે. અનંતને પામવા માટે સામુદાયિક સાધના એટલે સમાજ ને સમષ્ટિના હિતાર્થે સમાજગત ધર્માચરણની સાધનાને તબકકે આવી પહોંચ્યો હતો અને શ્રીકૃષ્ણ ને બલરામે પોતાના ગપગેડ્યિા સાથે તન્મય બની ગપસમાજ કૃષિ-પાલન દ્વારા ન્યાયનીતિપૂર્ણ જીવન જીવતો કેમ થાય તેની આરાધના આરંભી. વ્રજગોકુળ કરતાં વૃંદાવનનું નૈસર્ગિક વાતાવરણ, ગોચરે, ઘાસનાં બડો અને ખેતીને અનુકૂળ જમીન ઘણું ને સારાં હતાં. ગાયનાં છંદનાં વૃંદ ત્યાં પોષાઈ શકે તેવી રસાળ ધરતી અને પાણીનાં વહેણ હતાં અને ગોપી-પ સરલ હૃદયનાં, નિખાલસ સ્નેહાળ અને શ્રદ્ધાળુ હતાં.
શ્રીકૃષ્ણની નરલીલા સમાજગત સાધનામાં બલરામજી હળ અને મુસળ લઈને સૌને કૃષિપ્રયોગો દ્વારા કૃષિશાસ્ત્ર શીખવતા; તે બંસરીના સૂરે બાલગોપાલ ગોસેવા, ગોસંવર્ધન અને ગોપાલનના પાઠ શીખવતા શીખવતા બાળકે સાથે બાળવત્ બની એવું તે તાદામ્ય સાર્યું કે નિર્દોષ રમત, નિર્દોષ સુખ, નિર્દોષ આનંદ લેતાં-લેતાં જ ગેપબાળને આ બધું સહજ સાધ્ય બની ગયું. સાથોસાથ સમાજમાં જે આસુરી ભાવનાનું પ્રબળ આક્રમણ આવી રહ્યું હતું તે આસુરી ભાવને જ નષ્ટ કરીને ભગવાને સમાજગત શુદ્ધિને પણ સંસ્કાર આપ્યો. આમ એક બાજુથી આજીવિકાશુદ્ધિ અને સત્વશુદ્ધિના પ્રયોગ થયા અને બીજી બાજુથી અભય અને આસુરી બળ પર વિજય પ્રાપ્ત કરવાનું સામર્શ કેળવાતું ગયું, સાથોસાથ સત્યશ્રદ્ધા-કૃષ્ણશ્રદ્ધા સુદઢ અને