________________
૧૯
વિશ્વરૂપદર્શન ભગવાન વ્રજગોકુળમાં રહીને જે પિતાની નિકટ હતા, સમીપ હતા તેમની સેવા કરતા હતા. તેમને વૈશ્વિક દષ્ટિ આપતા હતા. આહીર સમાજમાં આહરે કૃષિ અને ગોરસનું ઉત્પાદન કરે છે, પણ તેનું વિતરણ તો આહીર કન્યાઓ જ કરતી હોય છે. વિતરણ કે વ્યાપારની વ્યવહાર-શુદ્ધિ બતાવી શ્રીકૃષ્ણ વ્રજ સાથે મથુરાને પણ ઘેલું કર્યું. પણ કૃષ્ણ એવા ચતુર હતા કે ધનલાલચુ કે લેભી તેને લાભ ન લઈ જાય, તે માટે તેવાનું ધન તે એકાવી જ કાઢે. એથી બીજાની જેમ એ પણ માટીના માણસ છે ને માટીપગાની જેમ વર્તે છે, તેવી રાવ યશોદામા પાસે આવી, માતાએ કૃષ્ણનું મેટું ખોલાવ્યું. એ મુખમાં એમને વિશ્વદર્શન થયું. યશોદાજીએ જોયું કે એના મુખમાં ચરાચર આખુંય જગત વિદ્યમાન છે. જે અખિલ વિશ્વના પ્રેરક છે તે પ્રભુ જ જગતને વાત્સલ્યરસે રસી દેવા આ બધે વ્યવહાર કરી રહ્યા છે. આ મારા પતિ છે, આ મારાં સંતાન છે, આ મારી સંપત્તિ છે અને આ મને આધીન છે તેવી મમત્વબુદ્ધિને લઈને જ વિભિન્ન સ્વરૂપે વિકસતા વિશ્વને હું જોઈ શકતી નથી તેમ માતાને ભાન થયું અને તે સમજી ગયા કે અપાર કષ્ટ વેઠીને જગે વાત્સલ્ય પાથરનાર કાને તે અવતારરૂપ છે. કટે અપાર વેઠી છે. જગે વાત્સલ્ય પાથરે; તેના સાથી બને સૌએ, અવતારી પુરુષ તે. (પા. ૩૩૧)
દાદરલીલા એકદા યશોદામા દહીંનું વલેણું કરતાં હતાં અને શ્રીકૃષ્ણ પય. પાન કરવા આવ્યા. માતાજી તેમને ખોળામાં લઈ ધવરાવતાં હતાં એટલામાં બાજુમાં ઊકળતા દૂધમાં ઊભરી આવ્યું. આથી યશોદામાં તેમને અતૃપ્ત મૂકીને જ દૂધ ઉતારવા ચાલ્યાં ગયાં. ભગવાને જોયું