Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ '3 ઈતિહાસની અટારીએથી 'અનાદિકાળથી વીતરાગ પરમાત્માન 'પરમપાવન શાસન પ્રવહનમાન છે. અનાદિ 'મિથ્યાત્વથી મુક્ત થઈ આત્મા જ્યારે (સમ્યક્ત્વગુણ પ્રાપ્ત કરે છે. ત્યારપછી આત્મિક 'ઉત્ક્રાન્તિનો પ્રારંભ થાય છે. સમ્યગદર્શન પ્રાપ્ત થયા પછી જ સમ્યગ જ્ઞાન અને સમ્યગ્રચારિત્ર આત્મામાં દેખાય છે. 'મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન આ બન્ને ઈન્દ્રિય અને મનથી ગ્રાહ્ય છે. આથી આનો સમાવેશ 'પરોક્ષજ્ઞાનમાં થાય છે.પરંતુ અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન આત્મગ્રાહ્ય છે, 'આથી એ જ્ઞાન પ્રત્યક્ષ જ્ઞાનમાં સમાવેશ થાય છે. સમ્યકત્વનો સૂર્યોદય થતાં જ મિથ્યાત્વનો ગાઢ અંધકાર દૂર થાય છે અને આત્મા સંપૂર્ણપણે ગતિમાન થાય છે. આ જ સમ્યક્ત્વ આત્માને પરોક્ષજ્ઞાનથી પ્રત્યક્ષજ્ઞાન તરફ અગ્રેસર કરે છે. પ્રત્યક્ષજ્ઞાનની ઉપલબ્ધિ માટે એ જરૂરી છે કે આત્મા લૌકિક ભાવોથી અલગ થઈ લોકોત્તરભાવોની ચિંતનધારામાં ડૂબી જાય. ‘“જિન ખોજી તિન પાઈચગહરે પાની પઠા” સંસાર પરિભ્રમણનું મુખ્ય કારણ છે આશ્રવ અને બંધ. દુઃખોથી મુક્તિ મેળવવા આ બન્ને દૂર કરવા જરૂરી છે. તથા સંવર અને નિર્જરા પણ જોઈએ. બંધન સહજ છે, પરંતુ જો એને કારણભાવ અને કારણસ્થિતિથી અલગ રાખવામાં આવે તો આપણે અવશ્ય અપુનર્બન્ધક અવસ્થા ને પ્રાપ્ત કરી શકીએ. જિનાગમમાં અધ્યાત્મભરેલું છે. સહજસ્થિતિની ઈચ્છાવાળા આત્માઓએ જિનવાણીનું શ્રવણ, અધ્યયન, ચિંતન, 'અનુપ્રેક્ષા આદિ સ્વાધ્યાયમાં રહેવું જોઈએ. કર્મ અને આત્માનો અનાદિકાળથી ગાઢ સંબંધ છે. આથી કમ આત્માની સાથે જ ચોંટીને રહેલા છે. દા.ત. ખાણમાં, રહેલા સોનાની સાથે માટી રહેલી હોય છે. માટી સોનાની મલિનતા છે તેમ કર્મ આત્માની. પ્રયોગદ્વારા માટીને સુવર્ણથી અલગ કરી શકાય છે. જ્યારે બન્ને અલગ થઈ જાય છે ત્યારે મારી માટીના રૂપમાં અને સુવર્ણ સુવર્ણના રૂપમાં પ્રગટ થાય છે. માટીને કોઈ સોનું કહેતા નથી અને સોનાને કોઈ માટી કહેતા નથી. તેવી જ રીતે સમ્યગ્દર્શનવાળો આત્મા સમ્યજ્ઞાન ના ઉજ્જવલ પ્રકાશમાં સમ્યફ ચારિત્રના પ્રયોગદ્વારા પોતાના આત્મા પર લાગેલી કમરજને દૂર કરી નિર્મલતા પ્રગટ કરે છે. કર્મની આઠેઆઠ કર્મ પ્રકૃતિ પોત-પોતાના સ્વભાવાનુસાર સાંસારીક પ્રવૃત્તિઓમાં રમતાં આત્માને ફર્મ ભોગવવા માટે પ્રેરિત કરતી રહે છે. જેઓને પોતાનો ખ્યાલ નથી અને જેઓ અનિર્ણાતસ્થિતિમાં છે, એવા સંસારી જીવોને આ કર્મપ્રકૃતિઓ વિભાવ પરિણામ કરાવે છે. જ્ઞાનાવરણીયકર્મ આંખે બાંધેલા પાંટા જેવું છે. નજર ભલે સૂક્ષ્મ હોય પણ આંખ ઉપર પાટા બાંધેલા હોય તો તેને કંઈ પણ દેખાતું નથી. તેવી જ રીતે આત્માની જ્ઞાનદેષ્ટિને જ્ઞાનાવરણીયકર્મ આવૃત્ત કરે છે. જેના કારણે જ્ઞાનસુષ્ટિઢંકાઈ જાય, છે. આ કર્મ આત્માને અવળે રસ્તે ચલાવે છે. ખોટા માર્ગે ચલાવનારું આ કર્મ છે. દર્શનાવરણીયકર્મ રાજાના દ્વારપાલ જેવું છે. જેવી રીતે દ્વારપાલ દર્શનાર્થીઓને રાજાના દર્શનથી વંચિત રાખે છે. મહેલમાં પ્રવેશ પર પ્રતિબંધ કરે છે, તેવી જ રીતે દર્શનાવરણીયકર્મ આત્માને આત્મદર્શનથી દૂર રાખે છે. આ કર્મ જીવને પ્રમાદભાવમાં ડુબાડી દે છે. જેથી અપ્રમત્તદશાથી આત્મા લાખો યોજન દૂર જ રહે છે. દર્શનાવરણીયકર્મ આત્મદર્શન રૂપી 'રાજાના દર્શનથી વંચિત રહેવાથી જીવ ઉન્માર્ગગામી બને છે. મધથી લેવાયેલી તલવાર જેવું વેદનીયકર્મ છે. આ કર્મ જીવને ક્ષણભંગુર સુખનો લાલચી બનાવી એને અનંત દુઃખરૂપી સમુદ્રમાં ડુબાડી દે છે. શાતાનો અનુભવ તો ક્યારેક કરાવે છે પરંતુ અસાતાનો અનુભવ અત્યધિક કરાવે છે. મધથી લેપાયેલી તલવારની ધારને ચાટનારો મઘુરતાના સુખને તો પ્રાપ્ત કરે છે પરંતુ જીભ કપાઈ જવાથી અસહ્ય દુઃખનો પણ અનુભવ કરવો પડે છે. આથી વેદનીય કર્મ સુખની સાથે અપાર દુઃખનું પણ વેદન કરાવે છે.