Book Title: Aatmtattva Vichar Part 02
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
[ આત્મતત્ત્વવિચાર ઘરે લાવજે અને સારી રીતે જમાડજે. પછી જ્યારે એ જવા લાગે ત્યારે લાકડી મારી પાડી નાખજે. તે સુવર્ણપુરુષ એટલે સેનાને પુરુષ થઈ જશે. તેને ઘરમાં રાખજે..
જ્યારે જરૂર પડે ત્યારે તેના હાથપગ કાપી લેજે અને એ. નક્કર સોનાનો ઉપયોગ કરજે. એ સોનાના પુરુષને હાથપગ પાછા આવી જશે.” આટલું કહી દેવી અંતર્ધાન થઈ - બીજા દિવસે શેઠે દેવીના કહ્યા પ્રમાણે કર્યું, તે તેને સુવર્ણ પુરુષની પ્રાપ્તિ થઈ.
આથી સમજી શકાશે કે લક્ષ્મી પુણ્યને આધીન છે. અને એ પુણ્ય દાન કરવાથી ઉપાર્જન થાય છે.
કર્મો આઠ છેઃ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય. તેમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાયની ગણના પહેલી કરી, કારણ કે તે ચાર ઘાતી કર્યો છે અને તેમની બધી પ્રકૃતિએ પ++૨૬૫=૪૫ અશુભ છે, અઘાતી કર્મમાં એવું નથી. તેમની કેટલીક પ્રકૃતિએ શુભ છે અને કેટલીક પ્રકૃતિઓ અશુભ છે. ખરૂં પૂછો તે કર્મની પ્રવૃતિઓમાં શુભાશુભને વ્યવહાર આ કમેને લીધે જ થાય છે. અઘાતી કર્મની ૪ર શુભ અને ૩૭ અશુભ પ્રવૃતિઓ
વેદનીય કર્મની ઉત્તરપ્રકૃતિએ બે છે: (૧) શાતાવેદનીય અને અશાતા વેદનીય. તેમાં શાતા વેદનીય શુભ છે, અશાતા વેદનીય અશુભ છે. શાતા વેદનીય કર્મના ઉદયથી, વાતા જણાય છે, શાંતિને અનુભવ થાય છે અને આના
કર્મની શુભાશુભતા ]. આનંદ લાગે છે, જ્યારે અશાતા વેદનીય કર્મના ઉદયમાં સ્થિતિ તેથી વિપરીત હોય છે. જીવ દુઃખી દુઃખી થઈ જાય છે અને એમ માને છે કે અમારી પાસે નોટના બંડલ આવી જાય કે સોનાની પાટે આવી જાય તે અમે સુખીસુખી થઈ જઈએ, પણ એ એક પ્રકારને ભ્રમ છે. એથી સુખ જ મળે એવું નથી. સંભવ છે કે એ નોટના બંડલ કે સેનાની પાટ ભારે ઉત્પાત મચાવે અને તમને હેરાનહેરાન કરી મૂકે. એક વાર સેનાની પાટે કે ઉત્પાત મચાવ્યો હતો, તે સાંભળે.
સેનાની પાટ મચાવેલે ઉત્પાત - લક્ષ્મી અને સરસ્વતી વચ્ચે વાદવિવાદ થયો. તેમાં લક્ષ્મીએ પિતાનું પાણી બતાવવા, ૧૦૮ વાર લાંબી, ૫૪ વાર પહોળી અને ૨૭ વાર જાડી એક સેનાની પાટ જંગલમાં રસ્તાની એક બાજુએ મૂકી અને તેઓ અંતરીક્ષમાં રહીને જોવા લાગ્યા કે હવે શું બને છે ?
* ઘેાડી વારે ત્યાં બે રજપૂતે આવ્યા. તેમાંના એકે ' કહ્યુંઃ “આ સેનાની પાટ પહેલાં મેં જોઈ માટે મારી.” બીજાએ કહ્યું: ‘આપણે બંને સાથે નીકળ્યા, માટે આપણે અને અરધે, અરધ ભાગ.” તેમાંથી રકઝક થઈ ઉગ્ર બોલાચાલી થઈ, તરવારે ખેંચાઈ અને બંને ખૂબ લડીને ત્યાંજ કપાઈ મૂઆ. . . . આ પાટથી થોડે દૂર એક ઝુંપડી હતી. તેમાં બાવાજી રહેતા હતા. સાંજટાણે ગામમાંથી ભિક્ષા માગીને આ. ૨-૩