Book Title: Aatmtattva Vichar Part 02
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
[ આત્મતત્વવિચાર નહિ. બીજા પાસે બોલાવવુ નહિ કે બેલતાને સામાન નહિ. શ્રી દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે “સંસારના સર્વ સાધુપુરુષે એ મૃષાવાદની-અસત્યની નિંદા કરી છે. અસત્ય સર્વ પ્રાણીઓને માટે અવિશ્વસનીય છે; અર્થાત અસત્ય બલવાથી બધા પ્રાણીઓને વિશ્વાસ હઠી જાય છે, તેથી તેનો સર્વથા ત્યાગ કરવો જોઈએ.' * ત્રીજી મહાવ્રત
, 'ત્રીજું મહાવ્રત અદત્તાદાન-વિરમણ-વ્રત નામનું છે. તેનાથી એવી પ્રતિજ્ઞા ગ્રહણ કરવામાં આવે છે કે ગામ, નગર કે અરણ્યમાં થોડું કે વધારે, નાનું કે મોટું; નિર્જીવ કે સજીવ જે કંઈ માલીકે પિતાની સજીખુશીથી આપેલું ન હોય તેને ગ્રહણ કરીશ નહિ, બીજાની પાસે કરાવીશ નહિ કે ગ્રહણ કરવાને સારો માનીશ નહિ. આ મહાવતને લીધે સાધુ દાંત ખોતરવાની સળી જોઈતી હોય તે પણ એમને એમ એટલે માલિકની રજા વિના લેતા નથી, તો બીજી વસ્તુની વાત જ કયાં?
ચોથું મહાવ્રત ચાથું મહાવત મૈથુન-વિરમણ–વત નામનું છે. તેનાથી એવી પ્રતિજ્ઞા ગ્રહણ કરવામાં આવે છે કે દૈવી, માનષિક કે પાશવિક કેઈ પણ પ્રકારનું મૈથુન સેવીશ નહિ, સેવરાવીશ મેહિ કે સેવતાને સારા માનીશ નહિ. આ વ્રત ‘ઘણું દુષ્કર છે. તેથી જ પ્રશ્નવ્યાકરણુલ્લામાં કહ્યું છે કે “જેમ ગ્રહગણ, નક્ષત્રગણ અને તાસગણમાં ચંદ્ર પ્રધાન છે, તેમ
વિનય, શીલ, તપ, નિયમ આદિ ગુણસમૂહમાં બ્રહ્મચર્ય પ્રધાને છે.
- બ્રહ્મચર્યનાં રક્ષણ માટે શાસ્ત્રમાં નવ વાડો કહેલી છે, તેનું સાધુ બરાબર પાલન કરે.
- (૧) સ્ત્રી, પુરુષ અને નપુંસકની વસ્તીથી રહિત એકાંત વિશુદ્ધ સ્થાનમાં રહેવું. . - (૨) કામકથા કરવી નહિ. - (૩) જે પાટ, આસન કે શયન પર સ્ત્રી બેઠેલી હોય ત્યાં બે ઘડી સુધી બેસવું નહિ. | (૪) રાગવશ થઈને સ્ત્રીઓનાં અંગોપાંગ જેવાં નહિ.
(૫) જ્યાં ભીંતને આંતરે સ્ત્રીપુરુષનું જોડું રહેતું હોય ત્યાં રહેવું નહિ.
(૬) સ્ત્રી સાથે કરેલી પૂર્વક્રીડાનું સ્મરણ કરવું નહિ. (૭) માદક આહારને ત્યાગ કરવો.
(૮) ખેસૂકે આહાર પણ પ્રમાણ કરતાં વધારે લેવો નહિ.
(૯) શૃંગારલક્ષણ શરીરશેભાને ત્યાગ કરે, એટલે કે સ્નાન, વિલેપન, ઉદ્વર્તન, સુંદર વસ્ત્ર વગેરેનો ઉપયોગ કર નહિ.' - શ્રી દશવૈકાલિક સૂત્રમાં એવી આજ્ઞા કરી છે કે
જેના હાથપગ છેડાયેલા હોય, નાકકાન કાપેલા હોય, એવી સ્ત્રી સે વર્ષની ડોસી હોય તે પણ સાધુપુરુષે તેને સ્પર્શ કરવો નહિ.”