Book Title: Aatmtattva Vichar Part 02
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust

View full book text
Previous | Next

Page 252
________________ ૪૮૪ * ; [ આત્મતત્ત્વવિચાર જૈન શ્રમણેાની વસ્તીવાળાં સ્થાનમાં રાત્રે સ્ત્રીઓને પ્રવેશ કરવા દેવામાં આવતા નથી, એ તમારા લક્ષમાં હશે જ. પાંચમું મહાવ્રત પાંચમું મહાવ્રત પરિગ્રહ–વિરમણ-વ્રત નામનું છે. તેનાથી એવી પ્રતિજ્ઞા કરવામાં આવે છે કે ઘેાડી યા વધારે, નાની યા માટી, સજીવ કે નિર્જીવ કોઈ પણ વસ્તુને હું સ્વય' પરિગ્રહ કરીશ નહિ, ખીજા પાસે કરાવીશ નહિ કે કરતાને સારા માનીશ નહિ. આ મહાવ્રતને લીધે સાધુએ કોઈ પણ મઠ કે મંદિરની માલીકી ધરાવી શકે નહિં, તેમજ ધન, માલ, ખેતર, પાધર, વાડી, વજીફા, 'હાટ, હુવેલી કે ઢોરઢાંખર યા રોકડ નાણુ કે ઝવેરાત પેાતાના થકી રાખી શકે નહિ. સાધુએ પોતાના જીવનિનર્વાહ માટે જે વસ્ત્ર, પાત્ર વગેરે રાખે છે, તેની ગણના પરિગ્રહમાં થતી નથી, કારણ કે તે મમત્વબુદ્ધિથી નહિ, પણ સંયમના નિર્વાહ માટે જ રાખવામાં આવે છે. છઠ્ઠું રાત્રિભજનવિરમણુ-વ્રત. ઉપરાંત સર્વાંવિરતિચારિત્ર ગ્રહણ કરનારે પાંચ મહાવ્રત રાત્રિભેાજન–વિરમણ–વ્રત પણ અવશ્ય લેવાનું હાય છે. આ વ્રતથી યાવજીવ સર્વ પ્રકારના રાત્રિભાજનને ત્યાગ કરવામાં આવે છે. શ્રી દશવૈકાલિકસૂત્રમાં કહ્યું છે કે ધરતી પર કેટલાક ત્રસ અને સ્થાવર સૂક્ષ્મ જીવા સમ્યક ચારિત્ર ] ૪૫ નિશ્ચિત રૂપે હાય છે. એ જીવેાનાં શરીર રાત્રે દેખી શકાતાં નથી, તે ઇર્યસમિતિપૂર્વક રાત્રે ગાચરી માટે શી રીતે જઈ શકાય ? વળી પાણીને કારણે ધરતી ભીની રહે છે, તેના પર ખીરું, કીડી, કીડા પણ પડેલા હોય છે. આ જીવાની હિંસામાંથી દિવસે ખચવું પણ મુશ્કેલ હોય છે, ત્યારે રાત્રે તે ખચાય જ કચાંથી ? એટલે રાત્રે ચલાય શી રીતે ? આ અધા દોષો જોઈ ને જ્ઞાતપુત્ર અર્થાત્ શ્રમણ ભગવાન મહાવીરે કહ્યું છે કે નિગ્રંથ સર્વ પ્રકારના આહારના રાત્રે ભેગ ન કરે.’ અષ્ટ-પ્રવચન માતા ચારિત્રનાં પાલન તથા રક્ષણ માટે સાધુપુરુષે ઘણું કરવાનુ... હાય છે. તેમાં પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિની મુખ્યતા છે. શાસ્ત્રામાં તેને અષ્ટ-પ્રવચન-માતા કહેવામાં આવી છે, કારણ કે તે મહાવ્રતસ્વરૂપ પ્રવચનનું પાલન તથા રક્ષણ કરવામાં માતા જેવું કામ કરે છે. ' સમિતિના અર્થ છે સમ્યકૃક્રિયા અને ગુપ્તિના અથ છે ગેાપનક્રિયા અર્થાત્ નિગ્રહની ક્રિયા. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનાં નામેા તા તમે જાણતા જ હશે. પાંચ સમિતિમાં પહેલી યસમિતિ છે. તેના અ એ છે કે સાધુપુરુષે ખૂબ સાવધાનીથી ચાલવુ. તેમાં નીચેના છ નિયમેા પાળવાના હોય છે : (૧) જ્ઞાન-દર્શન—ચારિત્રના હેતુથી ચાલવું, અન્ય હેતુથી નહિ.

Loading...

Page Navigation
1 ... 250 251 252 253 254 255 256 257