Book Title: Aatmtattva Vichar Part 02
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust

View full book text
Previous | Next

Page 256
________________ રહિત થશે કાઈપ [ આત્મતત્વવિચાર સાધુને જીવનપર્યત ભૂલેચૂકે પણ અસત્ય બલવાનું હોતું નથી. સતત સાવધાન રહીને હિતકારી છતાં સત્ય બોલવું એ ઘણું કઠિન છે. ' ' , ' ' ' સાધુને દાંત ખોતરવાની સળી પણ રાજીખુશીથી દીધા વિના લઈ શકાતી નથી. તેવી રીતે દેષરહિત ભિક્ષા મેળવવી, એ પણ અતિ કઠિન છે. ૨ , : " " - '. કામગેના રસને જાણનારાએ મૈથુનથી સાવ વિરક્ત રહેવું, એ કંઈ સામાન્ય વાત નથી. વળી સાધુપુરુષે ધન, ધાન્ય, દાસદાસાદિ કઈ પણ વસ્તુઓનો ત્યાગ કરી મમતા રહિત થવું, એ પણ અતિ દુષ્કર છે. • ' સાધુથી રાત્રે કેઈપણ પ્રકારનું ભજન કરી શકાતું નથી. ' હે પુત્ર! તું સુકોમળ છે અને ભેગમાં ડૂબેલે છે, તેથી સાધુપણું' પાળવાને સમર્થ નથી. વેળુને કેળિયો જેટલો નીરસ છે, એટલે જ સંયમ નીરસ છે. તરવારની ધાર પર ચાલવાનું જેટલું કઠિન છે, તેટલું જ તપશ્ચર્યાના માર્ગ માં પ્રયાણ કરવાનું કઠિન છે. માટે હાલ તે ભેગ ભગવ અને પછી ચારિત્રધર્મને ખુશીથી સ્વીકારજે. , માતાપિતાનાં આવાં વચને સાંભળીને મૃગાપુત્રે કહ્યું હે માતાપિતા! આપનું કહેવું સત્ય છે, પણ નિસ્પૃહીને આ લેકમાં કંઈ અશક્ય નથી. વળી આ સંસારચક્રમાં દુઃખ અને ભય ઉપજાવનારી શારીરિક અને માનસિક વેદનાઓ હું અનન્ત વાર સહન કરી ચૂકયો છું, માટે મને પ્રવજ્યા લેવાની રજા આપે. - ". - - * * આ સાંભળીને માતાપિતાએ કહ્યું: “હે પુત્ર! તારી છે અને કસ કાળિયા, સમ્યક ચારિત્ર ] ' : હા ઈચ્છા હોય તે ભલે દીક્ષા લે, પરંતુ ચારિત્રધર્મમાં દુઃખ પિડયે એની પ્રતિક્રિયા થઈ શકશે નહિ, અર્થાત્ તેને હઠાવવાનો ઉપાય કરી શકાશે નહિ.” ( ' ' - મૃગાપુત્રે કહ્યું: “આપનું કહેવું સત્ય છે, પણ જંગલમાં પશુપક્ષીઓ વિચરતા હોય છે, તેને કંઇપણ રેગ-આતંક આવતાં તેની પ્રતિક્રિયા કેણું કરે છે? જેમ જંગલમાં મૃગ એકલો સુખેથી વિહાર કરે છે, તેમ સંયમ અને તપશ્ચર્યા વડે હું એકાકી ચારિત્રધર્મમાં સુખપૂર્વક વિચરીશ.” ૧ તે આ પ્રમાણે દઢ વૈરાગ્ય જોઈ માતાપિતાનાં હદય પીગળી ગયાં અને તેમણે કહ્યું: “હે પુત્ર! તને જેમ સુખ ઉપજે તેમ કર.” માતાપિતાની અનુજ્ઞા મળતાં મહાન હાથી જેમ બખ્તરને ભેદી નાખે, તેમ તેણે સર્વ મમત્વને ભેદી નાખ્યું અને સમૃદ્ધિ, ધન, મિત્રો, સ્ત્રી, પુત્રો અને સ્વજનેને ત્યાગ કર્યો. હવે મૃગાપુત્ર મુનિ પાંચ મહાવતે, પાસ સમિતિ અને ત્રણ ગુપ્તિ યુક્ત બનીને બાહ્ય તથા અત્યંતર તપશ્ચર્યામાં ઉદ્યમવંત થયા તથા મંમંતા, અહંકાર અને આસક્તિને છેડીને સમભાવે રહેવા લાગ્યા, પછી ધ્યાનનાં બળથી કષાયેનો નાશ કરીને પ્રશસ્ત શાસનમાં સ્થિર થયા. - આ પ્રમાણે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વિશુદ્ધ ભાવનાઓથી પિતાના આત્માને ભાવિત કરી, ઘણાં વર્ષો સુધી ચારિત્ર પાળી, પ્રાંતે એક માસનું અણુસણુ કરીને શ્રેષ્ઠ સિદ્ધિગતિ પામ્યા.

Loading...

Page Navigation
1 ... 254 255 256 257