Book Title: Aatmtattva Vichar Part 02
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
[ આત્મતત્ત્વવિચાર
કે
ડાય
છે
આપને સમાગમ થવાથી મારું જીવન સફળ થયું છે. મારા આનંદની કઈ સીમા નથી, આપ મારાં કલ્યાણ માટે બે શબ્દો કહેવા કૃપા કરો.'
અનાથી મુનિએ કહ્યું: “રાજન! શ્રી જિનેશ્વરદેવનું શાસન જયવંતુ છે. તેમના ઉપદેશમાં તું અનન્ય શ્રદ્ધા રાખ, તેમણે પ્રરૂપેલાં તને બોધ કર તથા તેમણે પ્રતિપાદિત કરેલ સિદ્ધાંતને જીવનમાં અમલ કરવાની ભાવના રાખ. આ જ કલ્યાણને માર્ગ છે, આ જ અભ્યદયની ચાવી છે.” - આ શબ્દ પરથી મગધરાજ શ્રેણિકે બૌદ્ધ ધર્મને ત્યાગ કર્યો અને અંતઃપુર, સ્વજન અને કુટુંબ સહિત જન ધર્મને સ્વીકાર કર્યો. તે દિવસથી જૈન ધર્મ પ્રત્યેની એમની શ્રદ્ધા ઉત્તરોત્તર વધતી ગઈ અને શ્રી મહાવીર પ્રભુના સમાગમે એને વજલેપ કરી. આજે જિનશાસનમાં શ્રેણિક રાજાનું સમ્યકત્વ વખણાય છે, પણ તેની પ્રાપ્તિને યશ એક નિગથે મુનિને ફાળે જાય છે. માટે જ મુનિવરેને સંગ કરવાનો તથા તેમને ઉપદેશ સાંભળવાનો અમારે અનુંરે છે.
વિશેષ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન એકત્રીશમું
ગુણસ્થાન
| [૨] મહાનુભાવો !. ,
, આત્માને વિચાર કરતાં આપણને એમ લાગ્યું કે તેનું સ્વરૂપ બરાબર સમજવું હોય તે તેના પ્રતિપક્ષી કર્મનું સ્વરૂપ પણ બરાબર સમજી લેવું જોઈએ, તેથી આપણે કમને વિષય હાથ ધર્યો અને તેનાં વિવિધ અંગેની વિચારણુ કરી. આ વિચારણના એક ભાગ તરીકે આપણે ગુણસ્થાનનું સ્વરૂપ જોઈ રહ્યા છીએ અને તેમાં ચોથા ભામ ઉપરની મજલ કાપી છે.
આધુનિક વિકાસવાદ આજનું વિજ્ઞાન વિકાસવાદ (Theory of evolution) માં માને છે અને સૂક્ષ્મ જંતુઓમાંથી મનુષ્ય સુધીનું સ્વરૂપ કેમ ઘડાયું તેનું વર્ણન કરે છે! પરંતુ તેમાં સૂક્ષમ જંતુઓથી નીચેની અને મનુષ્ય કરતાં ઉપરની કઈ અવર સ્થાને સ્થાન નથી. વળી સૂક્ષ્મ જંતુઓથી માંડી મનુષ્ય સુધીને જે વિકાસક્રમ બતાવ્યું છે, તેમાં માત્ર વિકાસનું જ વર્ણન છે, પણ પતનનું કોઈ વર્ણન નથી. બીજા શબ્દોમાં કહીએ તો આ વિકાસવાદ વાનરમાંથી મનુષ્ય બનવાની રાજ્યતાને સ્વીકાર કરે છે, પણ મનુષ્યમાંથી વાનર બનવાનો