Book Title: Aatmtattva Vichar Part 02
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
. . [ આત્મતત્વવિધ્યાર ભિાગ્યશાળીઓ તે ધર્મસંબંધી કંઈ પણ વિચાર જ કરતા નથી, તેમને સમ્યકત્વને અર્થ શી રીતે સમજાય?
સમ્યકત્વને અર્થ સમ્યક્ પદને ત્વ પ્રત્યય લાગી સમ્યકત્વ શબ્દ બનેલ છે, એટલે તેનો અર્થ સમ્યપણું, સારાપણું કે સુંદરતા થાય છે. આ સુંદરતા કેની? આત્માની, નહિ કે યુગલની
જ્યાં સુધી આત્મા મિથ્યાત્વથી યુક્ત હોય છે, ત્યાં સુધી તેનામાં સુંદરતા પ્રગટતી નથી. મિથ્યાત્વને એ મલિન ભાવ દૂર થયે કે આત્મામાં સુંદરતા પ્રકટે છે. તાત્પર્ય કે સમ્યત્વ એ આત્માની સુંદરતા છે, આત્માને શુદ્ધ પરિણામ છે. '
સભ્યત્વના પ્રકાર ' અપેક્ષાવિશેષથી સમ્યકત્વના પ્રકારો પડે છે, તે અંગે શાસ્ત્રકાર “ભગવતેએ કહ્યું છે કે “gવધું સુવિહં વિવિ જા ઉરવિહું રવિ સમ્મ–સમ્યકત્વ એક પ્રકારનું, બે પ્રકારનું, ત્રણ પ્રકારનું, ચાર પ્રકારનું, પાંચ પ્રકારનું અને દશ પ્રકારનું હોય છે. આ વસ્તુ તમને સ્પષ્ટતાથી સમજાવવા ઈચ્છીએ છીએ, કારણ કે તેથી સમ્યકત્વનાં સ્વરૂપ પર ઘણે પ્રકાશ પડશે અને સમ્યકત્વ સંબંધી તમારે ખ્યાલ અતિ પષ્ટ થઈ જશે.
સમ્યક્ તત્વની રુચિ એટલે શ્રી જિનકથિત તત્ત્વમાં યથાર્થપણાની બુદ્ધિ, એ સમ્યકત્વને એક પ્રકાર છે. કહ્યું છે કે
जीचा नक्पयत्थे, जो जाणइ तस्स होइ सम्मत्त। છે. * માન સરહદો, અમાણમાને કિ ઉમર . . :
' “જીવ-અછવાદિ નવ પદાર્થોને જે યથાર્થ સ્વરૂપે જાણે તેને સમ્યકત્વ હોય છે અને મંદમતિપણાને લીધે અથવા છદ્મસ્થપણુથી જે ન સમજાય તે પણ “શ્રી જિનેશ્વર દેવતું કહેલું બધું સત્ય જ છે” એમ શ્રદ્ધાથી માને તેને પણ સમ્યકત્વ હોય છે.”
શાસ્ત્રોમાં એમ પણ કહ્યું છે કેअरिह देवा गुरुणो, सुसाहुणो जिणमय पमाणं च । इच्चाइ सुहो भावो, सम्मतं बिंति जगगुरुणो ॥
અરિહંત એ દેવ, સુસાધુ એ ગુરુ અને જિનમત એ. પ્રામાણિક સત્ય ધમ, આવો જે આત્માને શુદ્ધ પરિણામ, તેને શ્રી જિનેશ્વર દે સમ્યકત્વ કહે છે.”
અમે ઉપર “સમ્યક્ તત્વની રુચિ' એમ કહ્યું છે, ત્ય તત્વ શબ્દથી છવાજીવાદિ નવ તત્ત્વ અને દેવ, ગુરુ, ધર્મ એ બંને વસ્તુ સમજવાની છે.
આ કેસર્ગિક અને આગિમિક એ સમ્યકત્વના બે પ્રકારે છે. નૈસર્ગિક એટલે સ્વાભાવિક રીતે થતું અને આધિગમિક એટલે ગુરુના ઉપદેશ આદિ નિમિત્તોથી થતુ. અથવા દ્રવ્ય સભ્ય અને ભાવસમ્યકત્વ એવા પણ તેના બે પ્રકારે છે. તેમાં શ્રી જિનેશ્વરદેવકથિત તમાં જીવની સામાન્ય રુચિ તે દ્રવ્ય-સમ્યકત્વ છે અને વસ્તુને જાણવાના ઉપાયરૂપ પ્રમાણ-નય વગેરેથી જીવાજીવાદિ તને. વિશુદ્ધ રૂપે જાણવા એ ભાવ સમ્યકત્વ છે. -
પ્રમાણુ એટલે વસ્તુને સર્વાશ બેધ અને નય