Book Title: Aatmtattva Vichar Part 02
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
[ આત્મતત્વવિચારો પણ સમ્યકત્વની પ્રાપ્તિ થતી નથી. ઘડાને, વસ્ત્રને કે થાંભલાને કદી પણ સમ્યકત્વ પ્રાપ્ત થાય ખરું?
ज्ञाने चारित्रगुण वधे रे, ज्ञाने उद्योत सहाय । ज्ञाने थिविरपणुं लहे रे, ओचारज उवज्झाय ।
भवियण चित्त धरो, मन - મોક્ષની પ્રાપ્તિ માટે ચારિત્ર એ સહુથી નજીકનું કારણ છે. તેના ગુણો એટલે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ વગેરે. તેની વૃદ્ધિ જ્ઞાનને લીધે જ થાય છે. જે જ્ઞાન ન હોય તે ચારિત્ર ફીકકું પડે, તેની બધી શોભા મારી જાય.
કલ્પના કરે કે એક માણસ પ્રાયઃ છે. તે જીવ કેને કહેવાય? અજીવ કેને કહેવાય? અથવા પુણ્યની પ્રવૃત્તિ શી? પાપની પ્રવૃત્તિ શી? એ બીલકુલ જાણુતે નથી, તો તે અહિંસાદિ ગુણોને પોતાનાં જીવનમાં યથાર્થ પણે ઉતારી શકશે ખરે? “મેં અમુક વ્રતો લીધાં છે, તેના લીધે મારું અમુક કર્તવ્ય છે, તે મારે આ રીતે પાળવું જોઈએ,” વગેરે વિચારે જ્ઞાન સિવાય આવે ખરા? જે એ વિચાર જ ન આવે તો જીવનમાં ખીલે શી રીતે ? જ્ઞાનીએને એ સર્વમાન્ય અભિપ્રાય છે કે “જેનામાં જ્ઞાન નથી, વિવેક નથી, તે કઈ પણ પ્રકારની આધ્યાત્મિક પ્રગતિ કરી શકતો નથી.” | શ્રદ્ધા સાથે જ્ઞાનની પણ જરૂર છે.
સદHળો વીવો વર અથામાં ટાઈ’ –એવું
ક શાસ્ત્રવચન છે. તેને સામાન્ય અર્થ એ છે કે “છત્રાદિ તરમાં શ્રદ્ધા રાખનારે જીવ અજરામર સ્થાનને પામે છે.* આ પરથી કઈ એમ સમજતું હોય કે માત્ર તો પર શ્રદ્ધા રાખવાથી જ જીવ મોક્ષ પામે છે અને જ્ઞાનની કાંઈ જરુર નથી, તે એ સમજણ બરાબર નથી. જે જીવ અભવ્ય છે, તેને કદી પણ સમ્યકત્વની સ્પર્શના થતી નથી, એટલે તે જીવાદિ તમાં શ્રદ્ધાવાન બનતું નથી, તેથી ભયે છતાં મોક્ષે જાતે નથી. પરન્તુ ભવ્ય જીવને અમુક સમયે સમ્યકત્વની સ્પર્શના થાય છે, તેના લીધે તે જીવાદિ તત્તમાં શ્રદ્ધાવાન બને છે, અને છેવટે તે મુક્તિમાં જાય છે. શ્રદ્ધા વગર મુક્તિમાં જઈ શકાતું નથી, એમ કહેવાનો અહીં આશય છે, પરંતુ મુક્તિમાં જવા માટે તેને સમ્યકત્વ ઉપરાંત સમ્યગજ્ઞાન અને સમ્યક્રચારિત્રની જરૂર પડે જ છે. જે આત્મા માત્ર સમ્યકત્વથી મોક્ષગામી બનતો હોય તે શાસ્ત્રકારે સવારજ્ઞાન-વારિત્રાળ મોક્ષમાર્ગઃ–એવું સૂત્ર કહે જ શા માટે? એટલે દરેક વાક્યની અપેક્ષા સમજવાની આવશ્યકતા છે.
શાસ્ત્રવચનની અપેક્ષા સમજ્યા વિના તેના અર્થને વિવાદ કરનારના હાલ બે પ્રવાસીઓ જેવા થાય છે.
અપેક્ષા અંગે બે પ્રવાસીઓનું દષ્ટાંત
જૂના જમાનાની આ વાત છે કે જ્યારે ગામો પર ખૂબ ધાડે પડતી અને શૂરવીર માણસે તેને પ્રાણના ભાગે પણ બચાવ કરતા. આ રીતે એક ગામ પર ધાડ પડી, ત્યારે એક વીર પુરુષે ગામને બચાવ કરતાં પિતાની કાયાનું