Book Title: Aatmtattva Vichar Part 02
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust

View full book text
Previous | Next

Page 236
________________ પર [ આત્મતત્ત્વવિચાર્ । - (૮) વાસક્ષેપ, કપૂર વગેરે સુગધી વસ્તુઓ વડે જ્ઞાનની પૂજા કરવી. (૮) જ્ઞાનપચમી વગેરેની તપશ્ચર્યા કરવી અને તેના અંતે શક્તિ મુજબ દ્યાપન કરવુ'. જ્ઞાનાપકરણના વિનય એ પ્રકારે કરવાના છે ઃ એક તે જ્ઞાનેાપકરણ અને તેટલાં સારાં એકઠાં કરવાં અને બીજો તેના પ્રત્યે આદર રાખવા. પુસ્તકને ઠેબે લેવું કે પાટી પર થૂંક લગાડવુ વગેરે જ્ઞાનેાપકરણની આશાતના સૂચવે છે, માટે તેમાંથી 'ખવું. જ્ઞાન આપનાર ગુરુ, જ્ઞાની વગેરે પ્રત્યે વિનયની જેમ અહુમાન દર્શાવવું, એ જ્ઞાનાચારને ત્રીજો પ્રકાર છે. અહીં મહુમાનથી અંતરનેા સદ્ભાવ કે ભારે આદર સમજવાને છે. બાહ્ય વિનય હોય પણ અંતરનું બહુમાન ન હેાય, તે પણ જ્ઞાનપ્રાપ્તિમાં આગળ વધી શકાતું નથી, તેથી જ શાસ્ત્રકાર ભગવંતાએ બહુમાનને જ્ઞાનાચારના એક ખાસ પ્રકાર માનેલા છે. શાસ્ત્રોમાં વિનય અને અહુમાનની ચતુગી બતાવી છે, તે પણ તમારે લક્ષમાં રાખવા જેવી છે. (૧) કાઇને વિનય હોય, પણ અહુમાન ન હેાય. (ર) કાઇને બહુમાન હાય, પણ વિનય ન હોય. (૩) કાઈને વિનય પણ હાય અને બહુમાન પણ હોય. (૪) કાઈને વિનય પણ ન હોય અને બહુમાન પણ ન હોય. આમાંથી પહેલા અને બીજો ભાગ મધ્યમ છે, ત્રીજો ઉત્કૃષ્ટ છે અને ચેાથે કનિષ્ઠ છે. સમ્યજ્ઞાન ] : ૪૫૩ હવે જ્ઞાનાચારના ચાથા પ્રકાર ઉપધાન પર આવીએ. શાસ્ત્રકારોએ ઉપધાન શબ્દની વ્યાખ્યા આ પ્રમાણે કરી છેઃ 'उप-समीपे धीयते - क्रियते सूत्रादिकं येन तपसा तदुपधानम्જે તપ વડે સૂત્રાદિક સમીપ કરાય તે ઉપધાન, ’ આ પરથી તમે સમજી શકશેા કે ઉપધાન એક પ્રકારનું તપ છે અને તે સૂત્રાદિકને સમીપ કરવા માટે જ કરવામાં આવે છે. એટલે જે સૂત્ર અત્યાર સુધી દૂર હતાં, જે સૂત્રેાને ભણવાગણવાના અધિકાર પ્રાપ્ત થયા ન હતા, તે આ ક્રિયાથી પ્રાપ્ત થાય છે. સ કેટલાક પૂછે છે કે ‘ ઉપધાનની ક્રિયા પ્રાચીનકાળમાં હતી કે કેમ ?' તેના ઉત્તર એ છે કે ઉપધાનની ક્રિયા પ્રાચીનકાલમાં પણ હતી જ. શ્રી સમવાયાંગસૂત્ર, શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર, શ્રી મહાનિશીથસૂત્ર વગેરેમાં તેને સ્પષ્ટ ઉલ્લેખ છે. ‘ જાહે વિળયે વધુમાળે. એ ગાથા પણ પ્રાચીન છે તેમાં જ્યારે ઉપધાનના સ્પષ્ટ નિર્દેશ છે, ત્યારે તેની પ્રાચીનતા માટે શ'કા ઉઠાવવાનું કેાઈ કારણ નથી. કેટલાક કહે છે કે - નમસ્કારાદિ સૂત્રેા જૈન કુટુંબમાં નાનપણથી જ શીખવાય છે અને ઘણાખરાને કઠસ્થ હોય છે, તેા તેનાં ઉપધાન વહેવાની જરૂર શી? ' તેના ઉત્તર એ છે કે ‘આજે નાનપણથી જે સૂત્રેા શિખવાય છે અને કઠસ્થ કરાવવામાં આવે છે, તે સંસ્કારાનાં આરાપણુરૂપ છે, તેથી શ્રાવકાએ જે ક્રિયા કરવાની છે, તેમાં તે પ્રવૃત્ત થઈ શકે છે, પર`તુ તેમણે એ સૂત્રેા ગુરુ પાસેથી વિધિસર

Loading...

Page Navigation
1 ... 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257