Book Title: Aatmtattva Vichar Part 02
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust

View full book text
Previous | Next

Page 242
________________ - - [ આત્મતત્ત્વવિચાર (૧૬) અજીર્ણ હોય તે જમવું નહિ. (૧૭) અવસરે પ્રકૃતિને અનુકૂળ આસક્તિ વિના ભજન કરવું. (૧૮) સારી વર્તણુકવાળા અને જ્ઞાનવૃદ્ધોની સેવા કરવી. : (૧૯) નિંદ્ય કામમાં પ્રવૃત્તિ કરવી નહિ. જે કામ સમાજમાં અધમ, હલકું કે નિંદ્ય ગણાતું હોય તેમાં પ્રવૃત્તિ કરવાથી પ્રતિષ્ઠાને નાશ થાય છે અને પ્રતિષ્ઠાને નાશ થતાં ક્રમશઃ સર્વને નાશ થાય છે. ' ' (૨૦) જે ભરણપોષણ કરવા યોગ્ય હોય તેનું ભરણપિઘણું કરવું. માતા, પિતા, દાદા, દાદી, પત્ની, પુત્રાદિ પરિવાર તથા આશ્રયે રહેલાં સગાંવહાલાં અને કરચાકર ભરણપોષણ કરવા એગ્ય છે. તેમાં માતાપિતા, સતી સ્ત્રી અને પિતાના નિર્વાહની શક્તિ ન હોય તેવા પુત્રપુત્રીઓનું ભરણપોષણ તે કઈ પણ ભેગે એટલે નેકરી, ચાકરી કે સામાન્ય ગણાતું હોય એ ધ કરીને પણ કરવું અને સ્થિતિ સારી હોય તો બીજાં સગાવહાલાનું પણ પિષણ કરવું, તેમજ અસહાય જ્ઞાતિજનોને પણ.બનતી મદદ કરવી. (૨૧) દીર્ઘદર્શી થવું. લાભાલાભને પૂરતો વિચાર કર્યા વિના કઈ પ્રવૃત્તિમાં ઝંપલાવવાથી બહુ મોટું નુકશાન સહન કરવું પડે છે, જ્યારે દીર્ઘદર્શીને પ્રાયઃ વિપત્તિ આવતી નથી. ' , ' ' ' ' (૨૨) રેજ. ધર્મકથા સાંભળવી. (૨૩) દયાળું થવું. દયા એ ધર્મનું મૂળ છે. સમ્યક્ ચારિત્ર] (૨૪) બુદ્ધિના આઠ ગુણેનું સેવન કરવું. તે આ પ્રમાણે • ૧. શુષા એટલે તત્વ સાંભળવાની ઈચ્છા. ૨. શ્રવણ એટલે તત્ત્વ સાંભળવું. ૩. ગ્રહણ એટલે સાંભળેલું ગ્રહણ કિરવું. ૪. ધારણ એટલે ગ્રહણ કરેલાને ભૂલવું નહિ. ૫. ઉહ એટલે જે અર્થ ગ્રહણ કર્યો હોય તેની સંગતિ દાખલાદલીલપૂર્વક વિચારવી. ૬. અહિ એટલે તે જ અર્થના અભાવમાં કેવી વિરુદ્ધ પરિસ્થિતિ હોય તે યુક્તિદષ્ટાથી જેવું. ૭. બ્રમાદિ દેથી રહિત અર્થનું જ્ઞાન મેળવવું. ૮. અર્થને નિશ્ચિત બંધ કરો. આ આઠ ગુણોનું સેવન કરનારને તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. (૨૫) ગુણનો પક્ષપાત કરે. અહીં ગુણ શબ્દથી ક્ષમા, નમ્રતા, સરલતા, સંતેષ, ઉદારતા, વાત્સલ્ય, ધૈર્ય, પવિત્રતા, સત્ય વગેરે સમજવા. " (૨૬) હંમેશા અદુરાગ્રહી બનવું. પિતાની વાત બેટી જણાય છતાં ન છોડવી એ દુરાગ્રહ કહેવાય છે.. - (૨૭) વિશેષજ્ઞ થવું—એટલે કે દરેક વસ્તુના ગુણદેષ બરાબર સમજવા. (૨૮) અતિથિ, સાધુ અને દીનજનની યોગ્યતા પ્રમાણે સેવા કરવી. . (૨૯) પરસ્પર બાધા ન આવે એ રીતે ધર્મ, અર્થ છે અને કામ એ ત્રણ વર્ગને સેવવા. * (36) દેશે અને કાળથી વિરુદ્ધ પરિચર્યાને ત્યાગ કરે. આ. ૨-૩૦

Loading...

Page Navigation
1 ... 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257