Book Title: Aatmtattva Vichar Part 02
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
[ આત્મતત્વવિચાર વાથી તેની શક્તિ વધે છે, તેમ નિત્ય ઉપગી વ્રતનાં નામ બીજી વાર લેવાથી તે વધારે પાકાં થાય છે, અથવા વિકૃત થઈ ગયા હોય તો તેનું અનુસંધાન થઈ જાય છે. બાર વતનાં નામ આ પ્રમાણે સમજવાં: '
(૧) સ્થૂલ-પ્રાણાતિપાત-વિરમણ-ત્રત. ' (૨) સ્થૂલ-મૃષાવાદ-વિરમણવ્રત. (૩) સ્કૂલ-અદત્તાદાન-વિરમણ–ત્રત. (૪) સ્કૂલ-મિથુન-વિરમણવ્રત.
- (૫) પરિગ્રહ-પરિમાણુ-વ્રત. (૬) દિક-પરિમાણવ્રત. (૭) ભેગાપભેગ—પરિમાણ વ્રત (૮) અનર્થદંડ-વિરમણ-ત્રત.
૯) સામાયિક-વત. (૧૦) દેશાવકાશક-ત્રત. (૧૧) પષધ-વ્રત.' (૧૨) અતિથિસંવિભાગવત.
- વતના વિભાગ આ બાર વ્રતમાં પહેલાં પાંચને અણુવ્રત કહેવામાં આવે છે, કારણ કે તે મહાવ્રતની અપેક્ષાએ અણુ અર્થાત ઘણું નાનાં . પછીનાં ત્રણને ગુણવતો કહેવામાં આવે છે, કારણ કે તે ચારિત્રના ગુણોની પુષ્ટિ કરનારાં છે અને છેલ્લાં ચારને શિક્ષાત્રત કહેવામાં આવે છે, કારણ કે તે આત્માને સાધુજીવનની શિક્ષા કે તાલીમ આપનાર છે. એક અપેક્ષાએ
સમ્યક્ ચારિત્ર]. શિક્ષાવતે પણ ગુણવ્રતો જ છે, એટલે પાંચ અણુવ્રત સિવાયનાં બાકીનાં સાતે વ્રતોને ગુણવ્રતો માનવામાં પણ કંઈ હરકત નથી. આ દષ્ટિએ જ શાસ્ત્રોમાં કેટલીક જગાએ સાત ગુણવતોને ઉલ્લેખ આવે છે.
પહેલું સ્થલ-પ્રાણાતિપાત-વિરમણ-ત્રત - જે વ્રતમાં કંઈ છૂટછાટ ન હોય તે સૂક્ષમ અને જેમાં છૂટછાટો હોય તે સ્કૂલ. આ રીતે પાંચ અણુવ્રતને સ્થૂલ કહેવામાં આવે છે.
પ્રાણાતિપાત એટલે હિંસા, તેમાંથી વિરમણ પામવાનું અર્થાત્ વિરમવાનું–અટકવાનું જે વ્રત તે પ્રાણાતિપાતવિરમણવ્રત. આ વ્રતમાં સંકલ્પથી નિરપેક્ષપણે નિરપરાધી ત્રસ જીવની હિંસાનો ત્યાગ કરવામાં આવે છે. તેનું વિવેચન અમેએ સત્તાવીશમાં વ્યાખ્યાનમાં કરેલું છે, એટલે અહીં તેની પુનરુક્તિ નહિ કરીએ.
ધર્મમાં અહિંસા ધર્મ મેટો છે, એટલે પ્રથમ વ્રત હિંસાત્યાગનું લેવાય છે. બીજાં બધાં વ્રતો આ એહિંસારૂપી વૃક્ષનાં ડાળી–ડાંખળાં છે, એમ કહીએ તો પણ ખોટું નથી. અહિંસા જીવનનું રક્ષણ અને પિષણને માટે છે. . . બીજું સ્થલ-મૃષાવાદ-વિરમણવ્રત , - મૃષા વદવું તે મૃષાવાદ, તેમાંથી અટકવાનું જે સ્કૂલ વ્રત તે સ્થૂલ મૃષાવાદ-વિરમણ-ત. તેમાં નીચેની પ્રતિજ્ઞા લેવામાં આવે છે:
(૧) કન્યા કે વર સંબંધી ખોટું બોલવું નહિ.