Book Title: Aatmtattva Vichar Part 02
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust

View full book text
Previous | Next

Page 243
________________ [ આત્મતત્વવિચાર એ. (૩૧) બલાબ વિચારીને કામ કરવું. (૩૨) લોકલાગણી ધ્યાનમાં રાખીને વર્તવું. (૩૩) પરોપકાર કરવામાં કુશળ થવું. જે મનુષ્ય પોતાની શક્તિ પ્રમાણે કોઈના ઉપર નાને કે માટે ઉપકાર કરે છે, તેનું જીવન ધન્ય ગણાય છે. બાકીના મનુષ્ય કાગડા-કૂતરાની “માફક માત્ર પિતાનું પેટ ભરનારા હોઈ તેમની ગણના શેમાં કરવી? એ તમે જ કહો. અહીં અમને સોરઠના એક લેકકવિએ કહેલો સેરઠે યાદ આવે છે: - કરમાં પહેરે કડાં, પણ કર પર કર મેલે નહિ; એને જાણવા મડાં, સાચું સોરઠિયો ભણે. . (૩૪) લજજાવાન થવું. (૩૫) મુખાકૃતિ સૌમ્ય રાખવી. મધ્યમ અને ઉત્તમ કટિના ગૃહસ્થ - સંસ્કારી ગૃહસ્થ મધ્યમ કોટિના ગણાય છે. તેઓ ધર્મ અર્થાત્ દેશવિરતિચારિત્ર સરળતાથી પામી શકે છે. ખેતર ખેડાયેલું હોય છે તેમાં સારો પાક ઉતરે, એ સહુ સમજી શકે એવી વાત છે. છે જે ગૃહસ્થ સમ્યકત્વયુક્ત શ્રાવકનાં બાર વ્રત ધારણ કરે છે, તેને અહીં ધર્મપરાયણ એટલે દેશવિરતિ ચારિત્રવાળા સમજવાના છે. આ ગૃહસ્થ ઉત્તમ કોટિના ગણાય છે અને તેઓ સર્વવિરતિ એટલે સાધુજીવનને સરળતાથી સ્વીકાર કરી શકે છે. ' સમ્યકત્વયુક્ત શિવનાં આર શો કેવાં હોય છે, તે સમ્યક્ ચારિત્ર ] અહીં ટુંકમાં જણાવીશું. ટુંકમાં એટલા માટે કે તેનું વિસ્તારથી વર્ણન કરવું હોય તો એક વ્યાખ્યાનમાળા જ યોજવી પડે અને હવે તેટલો સમય આપણી પાસે નથી. સમ્યકત્વ હોય તો જ વ્રતે ટકે છે, એટલે સમ્યકત્વની ધારણ આવશ્યક છે. સમ્યકત્વની ધારણા સમ્યકત્વ અને તે ગ્રહણ કરવાને ખાસ વિધિ છે. તે ઉત્તમ ક્ષેત્રમાં, ઉત્તમ મુહૂર્તો, પરીક્ષિત શિષ્યને, પ્રભુજીની સમક્ષ કરાવવામાં આવે છે. તે વખતે સમ્યકત્વ ગ્રહણ કરનારને નીચે મુજબ પ્રતિજ્ઞા કરવાની હોય છે , अरिहंतो मह देवो, जावज्जीवं सुसाहुणो गुरुणो। जिणपन्नत्तं तत्तं, इअ सम्मत्तं मए गहियं ॥ આજથી મારે જીવનપર્યત શ્રી અરિહંત એ જ દેવ, સુસાધુ એ જ ગુરુ અને કેવલી ભગવંતનું વચન એ જ ' તત્ત્વ અર્થાત્ ધર્મરૂપે માન્ય છે. તે સિવાય બીજા કોઈ દેવ ગુરુ-ધર્મને આદરું નહિ-સેવું નહિ. આ રીતે મેં સમ્યકત્વ દેવ, ગુરુ અને સંઘની સાક્ષીએ ગ્રહણ કર્યું છે.” બાર વતેનાં નામ શ્રાવકનાં બાર વ્રતોનાં નામ આગળ ગુણસ્થાનન ! વર્ણનપ્રસંગે ગણાવી ગયા છીએ, તે પણ અહીં દેશવિરતિ ચારિત્રને ખાસ અધિકાર હોવાથી તેની ગણના પુનઃ કરાવીશું. મંત્રોચ્ચારમાં જેમ અમુક શખદો બે વાર બાલ

Loading...

Page Navigation
1 ... 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257