Book Title: Aatmtattva Vichar Part 02
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
પ
des are
nice
SEP
!
વ્યાખ્યાન પીસ્તાલીસમું સમ્યક્ ચારિત્ર
,
,
.
મહાનુભાવો!
ધર્મને વ્યાખ્યાનપ્રવાહ આગળ વહેતો વહે રત્નત્રથી સુધી આવી પહોંચે છે અને તે સમ્યગ્દર્શન તથા સમ્યગુજ્ઞાનને સ્પર્શી ચૂકી છે. આજે તે સમ્યક ચારિત્રને
સ્પર્શવાનો છે. આને એક મંગલ અવસર સમજી તેમાં તન્મય બને. ,
ચારિત્રનો મહિમા કેટલાક એમ માને છે કે અમે ઘણું ભણ્યા, ઘણું શાસ્ત્રોના જાણકાર થયા, એટલે મહાન બની ગયા. પરંતુ મનુષ્યને ખર મહાન બનાવનાર ચારિત્ર છે, એ ભૂલવાનું નથી. અહીં ચારિત્ર શબ્દથી સમ્યક્ ચારિત્ર સમજવાનું છે, કારણ કે મિથ્યા ચારિત્ર મનુષ્યને મહાન બનાવી શકતું નથી. આજ સુધીમાં આ જગતમાં જે મહાપુરુષે ગણાયા, તે સમ્યક ચારિત્રના પ્રતાપે જ ગણાયા. સમ્યક્ ચારિત્ર અંગે જૈન શાસ્ત્રકારોએ જે વચનો કહ્યાં , તે વારંવાર ચિંતન-મનન કરવા યોગ્ય છે. સાંભળો એ વચન:
“ઘણું શ્રુત ભણેલો હોય, પણ ચારિત્રથી રહિત હોય
સમ્યક ચારિત્ર]
૪૫૯ તે તેને અજ્ઞાની જ જાણવ, કારણ કે તેનું જ્ઞાન શૂન્ય ફળવાળું છે. અંધ મનુષ્ય આગળ લાખ કે દીવાઓ પ્રકટાવ્યા હોય તો પણ તે શું કામના ? ચક્ષુવાળાને એક દી પણું ત્યાગ અને ગ્રહણ આદિ ક્રિયાના હેતુથી પ્રકાશક: થાય છે, તેમ ચારિત્રવાળાને થોડું જ્ઞાન પણ પ્રકાશકથાય છે. ' . . “જેમ ચંદનનો ભાર વહન કરનાર ગધેડે તેના ભારને જ ભાગી થાય છે, પણ તેની સુગંધને ભાગી થત નથી, તેમ ચારિત્રરહિત એ જ્ઞાની પઠન-ગુણન–પરાવર્તન ચિત આદિ જ્ઞાનને ભાગી થાય છે, પરંતુ તેનાથી પ્રાપ્ત થનારી સદ્ગતિને ભાગી થતું નથી. '
* જેમ વહાણને નિર્ધામક જ્ઞાનવાળે હોવા છતાં અનુકૂળ પવન વિના ઇચ્છિત બંદરે પહોંચી શકતો નથી, તેમ જીવ પણ જ્ઞાની હોવા છતાં ચારિત્રરૂપી પવન વિના સિદ્ધિસ્થાનને. પામી શકતો નથી.”
ભવભ્રમણને મહારેગ " " “ઔષધથી રોગ મટે છે” એવી શ્રદ્ધા હોય, ઔષધના પ્રકાર તથા સેવનવિધિનું જ્ઞાન હોય, પણ ઔષધનું સેવન કરવામાં આવે નહિ, તે લાગુ પડેલે રોગ મટે ખરે?" - તમને ભવભ્રમણનો મહાગ અનાદિકાળથી લાગુ. પડે છે અને તેનાં જ કારણે તમે જન્મ-જરા-રોગમૃત્યુનાં અકથ્ય દુઃખ સહન કરી રહ્યા છે. જે આ રોગ મેટે તો તમારે ફરી જન્મ લેવો પડે નહિ અને જન્મના.
,