Book Title: Aatmtattva Vichar Part 02
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
[ આત્મતત્વવિચાર ભાઈ હતું, તેણે પ્રથમ જૈન દીક્ષા લીધી હતી, પરંતુ કારણવશાત્ મૂકી દીધી હતી અને જ્યોતિષશાસ્ત્ર દ્વારા પિતાની મહત્તા બતાવી જૈન સાધુઓની નિંદા કરતે હતે.
એક વખત આ વરાહમિહિરે રાજાના પુત્રની કુંડલી બનાવી અને તેમાં લખ્યું કે “પુત્ર સે વરસનો થશે.” આથી રાજાને ઘણે હર્ષ થયો અને તે વરાહમિહિરનું બહુમાન કરવા લાગ્યો. આ તકને લાભ લઈ વરાહમિહિરે કહ્યું કે
મહારાજ! આપને ત્યાં પુત્રજન્મ થતાં બધા ખુશાલી દર્શાવવા આવી ગયા, પણ જૈનોના આચાર્ય ભદ્રબાહુ આવ્યા. નથી. તેનું કારણ તે જાણે !' ' રાજાએ તે અંગે તપાસ કરવા માણસ મોકલ્યું. ત્યારે શ્રીભદ્રબાહસ્વામીએ કહ્યું કે “નકામું બે વખત શું કામ આવવું-જવું? આ પુત્ર તે સાતમા દિવસે બિલાડીથી મરણ પામવાને છે.” - માણસે આ હકીકત રાજાને કહી. આથી રાજાએ ગામમાં જેટલી બિલાડીઓ હતી, તે બધીને પકડાવીને દૂર મેકલી દીધી અને પુત્રની રક્ષા કરવાને માટે સખ્ત ચાકી પહેરા મૂકી દીધા.
' હવે સાતમા દિવસે ધાવમાતા બારણામાં બેઠી બેઠી પુત્રને ધવરાવતી હતી, એવામાં અકસ્માત લાકડાને આગળિયે પુત્રનાં મસ્તક પર પડ્યો અને તે મરણ પામે. આથી વરાહમિહિર ખૂબ શરમાઈ ગયો અને તે પોતાનું સુખ છૂપાવવા લાગ્યું. આ વખતે શ્રીભદ્રબાહુવામી સજા
પાસે ગયા અને તેમણે રાજાને સંસારનું સ્વરૂપ સમજાવી આશ્વાસન આપ્યું. રાજાએ તેમના જ્યોતિષવિષયક અગાધ, જ્ઞાનની પ્રશંસા કરી અને સાથે એ પણ પૂછ્યું કે “બિલાડીથી, મરણ થશે, એ વાત સાચી કેમ ન પડી?’ એ વખતે શ્રીભદ્રબાહસ્વામીએ લાકડાને આગળિયો મંગાવ્ય, તે તેના પર બિલાડીનું મેટું કરેલું હતું, એટલે બાળકનું મરણ બિલાડીથી જ થયું હતું, એ વાત પણ બરાબર સાચી હતી. આથી રાજા તેમને ભક્ત બન્યો અને જિનશાસનની ખૂબ પ્રભાવના થઈ - જે મહાત્મા વિવિધ પ્રકારની તપશ્ચર્યા વડે શાસનની પ્રભાવના કરે તે તપસ્વી નામના પાંચમા પ્રભાવક ગણાય. જેમ કે શ્રી વિષ્ણુકુમાર મુનિ. તેમની કથા અમે આગળ કહી ગયા છીએ.
છે. જે મહાત્મા મંત્રિતંત્ર આદિ વિદ્યાને ઉપગ શાસનની ઉન્નતિ માટે કરે તે વિદ્યાવાન નામના છઠ્ઠા પ્રભાવક ગણાય. જેમ કે શ્રી આર્યખપુટાચાર્ય
: - આજથી લગભગ બે હજાર વર્ષ પહેલા આ મહાત્મા વિદ્યમાન હતા અને તેઓ ભરુચ આસપાસના પ્રદેશમાં વિચરતા હતા. તેમણે બૌદ્ધો અને બ્રાહ્મણોનાં આક્રમણ સામે મંત્રતંત્રની અજબ શક્તિ બતાવી શ્રી જિનશાસનની સુંદર પ્રભાવના કરી હતી. . . . . . . માં
જે મહાત્મા અંજેમ–ચૂર્ણ લેપ આદિ સિદ્ધ કરેલા એને પડે શ્રી જિનશાસનનું ગૌરવ વધારે તેમને સિદ્ધ