Book Title: Aatmtattva Vichar Part 02
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
" [ આત્મતત્વવિચાર નામના સાતમાં પ્રભાવક ગણાય. જેમ કે શ્રી પાદલિપ્તસૂરિ તેઓ લેપને પ્રગથી આકાશગમન કરી શકતા હતા તથા સુવર્ણસિદ્ધિ વગેરે પ્રયોગ જાણતા હતા. તેમણે આ: શક્તિ વડે શાસનની સુંદર પ્રભાવના કરી હતી. પ્રસિદ્ધ : રસશાસ્ત્રી નાગાર્જુને તેમના શિષ્ય બની આકાશગમનની શક્તિ પ્રાપ્ત કરી હતી. તેણે પિતાને ગુરુની સ્મૃતિમાં શ્રી શત્રુંજયની તળેટીમાં પાદલિપ્તપુરી નામનું નગર વસાવ્યું, હતું, જે આજે પાલીતાણા તરીકે પ્રસિદ્ધ છે. તે :
જે મહાત્મા અદ્ભુત કાવ્યશક્તિ વડે સહુનાં હૃદયનું હરણ કરી શકે, તે કવિરાજ નામના પ્રભાવક ગણાય. જેમ કે શ્રી સિદ્ધસેન દિવાકર, શ્રી બપ્પભદ્રિસૂરિ, શ્રી હેમચંદ્રાચાર્ય વગેરે. આ , . . , ; ,
તમે કહેશો કે હાલ તે આવા કોઈ મહાન પ્રભાવક આચાર્યો દેખાતા નથી, પણ તે કાલાંતરે પાકે છે અને કઈ કઈ સમય એવો પણ આવી જાય છે કે જ્યારે એક સાથે અનેક પ્રભાવ હોય છે. જે કોળમાં આવા પ્રભાવકન દેખાતા હોય ત્યારે નિર્મળ સંયમની સાધના કરનારા તથા વિધિપૂર્વક તીર્થયાત્રા કરનારા તથા કરાવનારા તથા આડંઅરથી પૂજા વગેરે મહોત્સવ કરાવનારા વગેરેને પ્રભાવક સમજવા. શ્રી ચવિજયજી મહારાજે સમકિતની સડસઠ બોલની સજઝાયમાં આ ખુલાસો કરેલ છે. •t " " 'ર A
પાંચ ભૂષણો ; . . છે જેનાથી વસ્તુ શેભે-દીપે તેને ભૂષણ કહેવાય સમ્ય
કવને શોભાવનારી-દીપાવનારી પાંચ વસ્તુઓ છે, તેને સમ્યકત્વનાં પાંચ ભૂષણે કહેવામાં આવે છે. તેમાંનું પ્રથમ વૃષણ તે સ્પર્ય એટલે ધર્મપાલનમાં સ્થિરતા-દઢતા છે. લેભ). લાલચથી ડગી જનારા કે મુશ્કેલી પડતાં ધર્મને આ મૂકનારાઓનું સમ્યકત્વ શી રીતે શોભે? ત્રીજી વ્યાખ્યાનમાં તમને એક મંત્રીનું દૃષ્ટાંત કહ્યું હતું. ચતુર્દશીના દિવસે તેણે પિસહ કર્યો હતો અને રાજાનું તેડું આવ્યું, ત્યારે તેણે શું કહ્યું, એ યાદ છે ને? “ આજે મારે પિસહ છે, માટે આવી શકીશ નહિ. ” આથી રાજા ગુસ્સે થાય છે, મંત્રી મુદ્રા પાછી મંગાવે છે, છતાં તે ધર્મપાલનમાંથી ડગત નથી. એ મંત્રી મુંદ્રા પાછી સેપે છે અને કહે છે કે “મુદ્રા ગઈ તે ઉપાધિ ગઈ. તે હતી, ત્યારે ધર્મધ્યાનની વચ્ચે આવતી હતી. હવે ધર્મધ્યાન નિરાંતે કરી શકીશ.”. જ્યારે આત્માના પરિણામો આવા દૃઢ થાય ત્યારે સમજવું કે તેમાં સ્થય આવ્યું છે.
બીજુ ભૂષણ તે પ્રભાવના છે. આજે તે તમે પ્રભાવનાને અર્થ એટલે જ સમજે છે કે પતાસાં, સાકર, બદામ, લાડુ કે શ્રીફળ વહેંચવા તેનું નામ પ્રભાવના. પણ પ્રભાવનાને અર્થ ઘણું વિશાળ છે. જેનાથી ધમને પ્રભાવ વધે, તેવાં સર્વ કાર્યોને પ્રભાવના કહેવાય. તેમાં ધાર્મિક ઉત્સવમહત્સવ આવે, રથયાત્રાદિ આવે અને સારું સાહિત્ય તૈયાર કરી તેનો પ્રચાર કરવાનું પણ આવે, કારણ કે તેનાથી ધર્મના પ્રભાવ, વિસ્તરે છે અને હજારો આત્મા ધર્માભિમુખ થાય છે. રામ ., , - , , , , - ત્રીજું ભૂષણ તે ભક્તિ છે. ભક્તિ એટલે શ્રી જિનેશ્વર,