Book Title: Aatmtattva Vichar Part 02
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
[ આત્મતત્ત્વવિચાર
ધર્મ એટલે સેવા, એવા અર્થે સ્વીકારીએ તેા કોની સેવા ? એ પ્રશ્ન થાય છે. માણસા પેાતાનુ પેટ ભરવા માટે અનેક માણસેાની અનેક પ્રકારે સેવા કરે છે, એ શું ધ છે? વળી કેટલાક ખૈરાં-છેકરાંની પણ સેવા કરે છે, તેને શું ધર્મ માનીશું ? કેટલાક માણસે સમાજસેવા–દેશસેવાનાં નામે મેવા ઉડાવે છે અને ગમે તેવી સ્વાર્થી પ્રવૃત્તિઓને પણ સેવાના સ્વાંગ સજાવી દે છે. વળી સેવા માટે પાપ કરવું પડે તે પણ કરી શકાય એવા ભ્રમ સેવે છે, તેથી • ધર્મ એટલે સેવા” એ વ્યાખ્યા સ્વીકારવા જેવી નથી.
૬૨
ધર્મ એટલે કબ્જે કે ફરજ, એવા અથ સ્વીકારીએ તા પણ ધર્મનું વાસ્તવિક સ્વરૂપ રજૂ થતું નથી, કારણ કે આ દુનિયામાં કન્ય અને ફરજ વિષે તરેહતરેહના ખ્યાલે પ્રવર્તે છે. કોઈ કહે છે કે પ્રજા ઉત્પન્ન કરવી એ આપણુ કર્તવ્ય છે. જેમ આપણા પિતાએ આપણને ઉત્પન્ન કર્યાં તેમ આપણે સતાનેાને પુત્રાને ઉત્પન્ન કરવા જોઈએ. જો એ રીતે પુત્રાને ઉત્પન્ન ન કરીએ તે વંશવેલા ચાલે શી રીતે ? કોઈ કહે છે કે આ જગતમાં બધી વસ્તુઓ ભેગને માટે નિર્મિત થઈ છે, માટે વિવિધ પ્રકારના ભેગા ભાગવવા એ આપણું કન્ય છે. કોઈ કહે છે કે મદ્ય, માંસ, મત્સ્ય, મુદ્રા અને મૈથુનનું સેવન કરવાથી દેવ પ્રસન્ન થાય છે, માટે એ પચમકારનુ` સેવન કરવું એ આપણું કર્તવ્ય છે. કોઈ કહે છે કે દેવ-દેવીએ પશુખલિ–નરઅલિ વગેરેથી પ્રસન્ન થાય છે, માટે પશુના લિ આપવા, નરને અલિ આપવા એ આપણું કર્તવ્ય છે. કાઈ કહે છે કે શ્રીમાને લૂટીને
R$3
ધર્મની ઓળખાણ શી ! ] ગરીબેને દાન આપવું, એ આપણું કર્તવ્ય છે; એ સિવાય આ દુનિયામાં સમાનતા રથપાવાની નથી.
ખેડૂત ખેતીનું કામ કરે, વ્યાપારી વ્યાપાર કરે, દરજી કપડાં સીવે, મેાચી જોડા સીવે, કુંભાર વાસણા મનાવે, સુથાર ઘર બનાવે, લુહાર ઓજાર બનાવે, ચમાર મરેલાં ઢારને' લઈ જાય, ભંગી ઝાડુ મારે, ચાર ચારી કરે, વેશ્યા જુદા જુદા પુરુષોને ભાગવે અને કસાઈ જનાવરને મારે એ એમનાં કન્ય ગણાય છે. આ બધાને ધમ માનવામાં આવે તે પાપ જેવી વસ્તુ જ રહેતી નથી.
કરાર પ્રમાણે નાકરી કરવી એ ફરજ ગણાય છે, પછી તે નોકરી ગમે તે પ્રકારની હાય. દાખલા તરીકે છ કલાકની નાકરી હાય તા શિક્ષક છ કલાક સુધી છેકરાને ભણાવે, ગુમાસ્તા છ કલાક સુધી નામું લખે, ઉઘરાણીએ જાય કે શેઠનું અતાવ્યુ ખીજું કામ કરે, મજૂર હાય તા છ કલાક સુધી મહેનતનું કામ કરે, પાલીસ હાય તેા છ કલાક સુધી ચાકી કરે, ચારાને પકડવા જાય કે મવાલીઓને મારપીટ કરે અને કારીગર હોય તેા છ કલાક કારીગરનું કામ કરે. કાઈ એ કસાઈખાનામાં કે કલાલને ત્યાં નેાકરી સ્વીકારી હાય
તે
ત્યાં જનાવરોને મારવા પડે કે લેાકેાને દારૂ પાવા પડે. આ બધી વસ્તુઓને ધમ માનવા જઈએ તે વાત કયાં સુધી પહોંચે ? એ વિચારી જુએ.
ધમ એટલે નીતિ, એમ કહેવાથી પણ ધના વાસ્તવિક મમ પ્રકાશમાં આવતા નથી, કારણ કે દેશકાલ પ્રમાણે