Book Title: Aatmtattva Vichar Part 02
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
કાગ્રહ ૩૫%
૩૧૬
[ આત્મતત્વવિચારો કદાગ્રહ ઉપર અંધ રાજકુમારનું દૃષ્ટાંત - એક રાજાનો પુત્ર જન્મથી આંધળો હતો, પણ સ્વભાવનો ઘણે ઉદાર હતું. તે પિતાની પાસેનાં ઘરેણુગાંઠા વાચકોને દાનમાં આપી દેતો. મંત્રીને આ વાત પસંદ નહિ -તેને થતું કે જે આવી રીતે આ કુમાર ઘરેણાંગાંઠ યાચકને આપતે રહેશે તો રોજ નવાં ઘરેણુગાંડાં લાવીને આપીશું કયાંથી?
એક દિવસ તેણે રાજાને કહ્યું કે મહારાજ ! લક્ષમીના -ત્રણ ઉપયોગ છેઃ દાન, ભેગ અને નાશ. તેમાં દાન સહુથી શ્રેષ્ઠ છે, કારણ કે પિતાનું તથા પારકાનું એમ બંનેનું હિત કરે છે. આમ છતાં તે મર્યાદામાં રહીને અપાય તે સારું, કારણ કે અતિ સર્વત્ર વર્જયેતા એ નીતિકારોનો મત છે. જે રાજકુમાર હાલની ઢબે દાન દેવાનું ચાલુ રાખશે, તે આપણે રાજભંડાર ટુંક સમયમાં ખાલી થઈ જશે.”
રાજાએ કહ્યું: “મંત્રીશ્વર ! તમારી વાત સાચી છે, "પણું હું કુમારનું દિલ દુભાવવા ઈચ્છતો નથી, તેથી એવો 'કેઈ ઉપાય કરે કે જેથી તેમનું દિલ દુભાય નહિ અને રાજભંડાર ખાલી થાય નહિ.'
આ સૂચનાને મંત્રીએ સ્વીકાર કર્યો અને એક ઉપાય શિધી કાઢ. તેણે રાજકુમારને એકાંતમાં બોલાવીને કહ્યું "કે ‘કુમારશ્રી! આપને આભૂષણોનો ઘણો શોખ છે, તેથી તમારા પૂર્વજોનાં બનાવેલાં મહામૂલ્યવંત આભૂષણે મેં ભંડાર ૨માંથી બહાર કઢાવ્યાં છે. તે તમે બીજા કેઈને આપી . દેવા કબૂલ થતા હે તે તમને પહેરવા આપું. આપ આ
ધર્મનું આરાધન ] [ આભૂષણે ધારણ કરશે, એટલે રાજરાજેશ્વર જેવા દેખાશે
અથવા તે દેવકુમાર જેવા દીપી નીકળશે. પરંતુ એક વાત ધ્યાનમાં રાખજો કે આ જગતમાં સ્વાર્થી—આપમતલબિયા માણસની ખોટ નથી. તેઓ આ આભૂષણો જોશે કે તેમની દાનત બગડશે અને તેને પડાવી લેવા માટે જાતજાતની યુક્તિઓ રચશે. કેઈતે એમ પણ કહેશે કે આ આભૂષણેમાં છે શું? એ તે લેઢાનાં છે, તમારે એ કામનાં નથી, માટે ૬ અમને આપી દે, પણ તમારે એ કઈ વાત ઉપર ધ્યાન આપવું નહિ.'
કુમારે કહ્યું કે “તમારી શરત મને કબૂલ છે. હું એ હું આભૂષણ કોઈને પણ આપી દઈશ નહિ. જો કેઈ એમ કહેશે કે આ આભૂષણ લેહનાં છે, તે હું તેની બરાબર ખબર. લઈશ. માટે મને એ આભૂષણ પહેરવા આપે.”
આ પ્રમાણે કુમારનું મન પહેલેથી જ ચુડ્ઝાહિતી કરીને મંત્રીએ તેને ખરેખર લેહનાં આભૂષણ જ પહેરવા | આપ્યાં. કુમારના હર્ષનો પાર નથી. એનાં મનમાં ખુમારી. છે કે મારા પૂર્વજોએ બનાવેલાં અપૂર્વ આભૂષણે મેં આજે ધારણ કર્યા છે. એ ખુશખુશાલ થતે રાજમહેલના પ્રવેશદ્વાર આગળ બેઠે છે. એવામાં ત્યાં થોડા યાચકો આવ્યા. અને તે કુમારનાં આભૂષણે જોઈને આશ્ચર્યથી કહેવા લાગ્યા કે કુમારશ્રી! આ શું? આજે કંઈ નહિ ને લેહનાં આભૂષણે ધારણ કર્યા? આ આભૂષણે તમને શોભતા નથી.” - કુમારે આ શબ્દ સાંભળ્યા કે પાસે પડેલી લાકડી