Book Title: Aatmtattva Vichar Part 02
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
[ આત્મતત્તષિ ગરી પ્રશ્ન એક વખત એમ કહેવામાં આવે છે કે દુર્ગતિમાન પડતાં પ્રાણીઓને ધારી રાખે અને સ્વર્ગાદિ ઉચ્ચ ગતિમાં સ્થાપે તે ધર્મ અને બીજી વાર એમ કહેવામાં આવે છે. કે પંચપરમેષ્ઠિને કરવામાં આવતે નમસ્કાર એ ધર્મ, તે એમાં સાચું શું?
ઉત્તર-બંને વસ્તુ સત્ય છે. પ્રાણીઓને દુર્ગતિમાં પડતા ધારી રાખે અને સ્વર્ગાદિ ઉચ્ચ ગતિમાં સ્થાપે તે ધર્મ એ વ્યાખ્યા લક્ષણથી થઈ અને પંચપરમેષ્ઠિને કરવામાં આવતું નમસ્કાર તે ધર્મ, એ. વ્યાખ્યા સ્વરૂપથી થઈ. પંચપરમેષ્ઠિને કરવામાં આવતા નમસ્કાર પ્રાણીઓને દુર્ગતિમાં પડતો અટકાવે છે અને સ્વર્ગાદિ ઉચ્ચ. ગતિમાં સ્થાપે છે. શાસ્ત્રમાં સ્પષ્ટ
ધર્મના પ્રકારે ]
૩૩૫ હોઈ શકે, બે પ્રકારને પણ હોઈ શકે, ત્રણ પ્રકારને પણ હોઈ શકે, ચાર પ્રકારને પણ હોઈ શકે, પાંચ પ્રકાને પણ હોઈ શકે અને છ પ્રકારને પણ હોઈ શકે.
- ધર્મનો એક પ્રકાર " . - - - આત્મશુદ્ધિ એ ધર્મને એક પ્રકારે છે. આત્મશુદ્ધિ એટલે વિભાવદશાનું ટાળવાપણું. જેમ જેમ વિભાવદશા ટળતી જાય, તેમ તેમ આત્મા શુદ્ધ થતો જાય અને પિતાનાં મૂળ સ્વરૂપમાં આવતો જાય.
. . . . - ' વહુરાવો ધો એટલે વસ્તુના સ્વભાવને પણ “ધર્મ કહેવામાં આવે છે. જેમ મરચાંની તીખાશ, ગોળનું ગળપણ અને લીમડાનું કડવાપણું એ તેનો ધર્મ છે, તેમ આત્માનો સ્વભાવ એ ધર્મ છે. આત્માનો મૂળ સ્વભાવ જ્ઞાન, દર્શન, ચારિત્ર છે, એ તમે જાણે છે. પૂર્વે તેના પર ઘણું વિવેચન થયેલું છે. આ * પ્રશ્ન-ધર્મની આ નવી વ્યાખ્યા કરતાં દુર્ગતિમાં પડતાં પ્રાણીઓને ધારી રાખે અને સ્વર્ગાદિ ઉચ્ચ ગતિમાં સ્થાપે તે ધર્મ, એ વ્યાખ્યા બાધિત તો નહિ થાય?
ઉત્તર-બિલકુલ નહિ. આત્મા શુદ્ધ થતો જાય, એટલે તેની દુર્ગતિ અટકે અને તે અવશ્ય સગતિનો ભાગી થાય.
ધર્મના બે પ્રકારે અસહુનિવૃત્તિ અને સમ્પ્રવૃત્તિ એ ધર્મના બે પ્રકારે છે. જે મિથ્યા છે, અનિષ્ટ છે, પાપકારી છે. કર્મબંધનને પેિદા કરનાર છે તે અસતા તેમાંથી નિવૃત્ત થવું, છૂટ્સ થવું
जे केइ गया मुक्खं, गच्छंति य केवि कम्ममलमुक्का। . ते सव्वे च्चिय. जाणसु. जिणनवकारप्पभावेण ।।.
–નવકારફલપ્રકરણ, ગાથા ૧૭ “જે કઈ મોક્ષે ગયા અને જે કંઈ કર્મમલથી રહિત અનીને મોક્ષે જાય છે, તે સર્વે પણ શ્રી જિનનવકારના જ પ્રભાવે છે, એમ જાણે.”
જે નવકારના પ્રભાવે તેજ ભવમાં કેંઈ કારણસર -મેક્ષ ન પામે, તે ઉચ્ચ કેટિના દેવની ગતિ અવશ્ય પામે છે. તેના અનેક દૃષ્ટાંત જિનશાસનમાં પ્રસિદ્ધ છે. કાષ્ઠમાં -અળતા નાગે નવકારમંત્ર સાંભર્યો અને તે ધરણેન્દ્ર થયે.
ધર્મના પ્રકારો હવે પ્રસ્તુત વિષય પર આવીએ. ધર્મ એક પ્રકારને