Book Title: Aatmtattva Vichar Part 02
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
અવ્યો છે,
લીધે
૧૪ અ
આ ૧ કે
૩૪૬:
[ આત્મતત્ત્વવિચાર આપણા ઘરમાં રહેશે.” કુંભાર કહે. તમે કહે એમ. , પછી તેણે વણિકપુત્રની સલાહ મુજબ કર્યું અને બંને જણ માલદાર થઈ ગયા. - હવે વણિકપુત્રને એવો વિચાર આવ્યો કે મેં તો મશ્કરીમાં આ નાનકડો નિયમ લીધું હતું, છતાં તેનું પરિણામ આવું સુંદર આવ્યું, તે સમજણપૂર્વક મોટા નિયમ લેવાથી કે ફાયદો થાય? માટે પેલા મહાત્મા ફરી ગામમાં આવે તે તેમની પાસે બીજા મોટા નિયમ લેવા. - થડા વખત બાદ પેલા મહાત્મા ફરતાં ફરતાં તે ગામમાં આવ્યા, ત્યારે વણિકપુત્રે બનેલી બધી હકીક્ત કહી સંભળાવી અને મોટા નિયમની માગણી કરી. એ વખતે મહાત્માએ કહ્યું કે “સહુથી મોટા અને સુંદર નિયમે તે પાંચ મહાવ્રત જ છે. તેનું નિરતિચાર પાલન કરવાથી મનુષ્ય અનંત સુખની પ્રાપ્તિ કરી શકે છે. આથી તે વણિકપુત્રે પાંચ મહાવ્રતને સ્વીકાર કર્યો અને તેનું નિરતિચાર પાલન કરવા માંડયું. આ વ્રત પાલનનાં પરિણામે તે મૃત્યુ બાદ બારમા દેવલેકમાં એક મહદ્ધિક દેવ થયો. : *
નાના અને વિચિત્ર દેખાતો નિયમ પણ છેવટે શ્રેષ્ઠિપુત્રનું કલ્યાણ કરનારે થયે, એ પરથી નિયમનું મહત્વ સમજી શકાશે. ' ' , , ,
, . ચાર વિચિત્ર નિયમો :- . * જ્ઞાનતુંગ નામના એક આચાર્ય પતાના શિષ્યની સાથે વિહાર કરતાં એક પલી આગળ આવી પહોંચ્યા. તે વખતે વરસાદની ઋતુ પહોંચી ગઈ હતી અને ઝરમર ઝરમર મેહ
ધર્મના પ્રકાર ]
૩૭. વરસ શરૂ થઈ ગયું હતું, એટલે તેમણે ત્યાં જ રોકાવાને વિચાર કર્યો. વંકચૂલ નામે એક ક્ષત્રિયપુત્ર આ પહલીને નાયક હતો. હાલ તે ચેરી અને લુંટફાટ વડે જ પિતાનો, નિર્વાહ કરતો હતે. તેની આગળ આચાર્યે સ્થાનની માગણી કરી, એટલે- વંકચૂલે સ્થાન આપ્યું. પરંતુ સાથે એ પણ જણાવ્યું કે તમે જ્યાં સુધી મારી હદમાં રહે, ત્યાં સુધી : કેઈને ધર્મોપદેશ આપવો નહિ. પિતાના સાથીઓ ધર્મોપદેશ સાંભળીને ચોરી કરવાનો ધંધે છોડી દે તો પિતાનું શું થાય? એ તેનાં મનમાં ભીતિ હતી. આચાર્યે એ શરત કબૂલ કરી અને ત્યાં ચાતુર્માસ પૂર્ણ કર્યું.
આ આચાર્ય ઘણુ જ્ઞાની હતા, વળી ત્યાગી અને, તપસ્વી પણ તેવા જ હતા. તેમના છેડા સહવાસથી પણ. વિંકચૂલને તેમના માટે માન ઉત્પન્ન થયું હતું, એટલે
જ્યારે તેમણે વિહાર કર્યો, ત્યારે તેમને વિદાય આપવા માટે પિતાના કુટુંબને લઈને સાથે ચાલ્યો. તેણે આ રીતે. કેટલુંક અંતર વટાવ્યું ત્યારે આચાર્યો પૂછયું કે “હે વંકચૂલ! આ હદ કેની ? ” વંકચૂલે કહ્યું કે “મારી હદ તે પૂરી થઈ. આ હદ બીજાની છે.”
, એ સાંભળી. આચાર્યે કહ્યું: “અત્યાર સુધી અમે તારાં વચનથી બંધાયેલા હતા, એટલે કેઈને ધર્મોપદેશ કર્યો નથી. પણ હવે તારાં પિતાનાં હિતને માટે કહું છું કે તું કંઈક નિયમે ધારણ કર.” વંકચૂલે કહ્યું: “ આ૫ ખુશીથી મારે યોગ્ય નિયમે આપ.” ત્યારે આચાર્યો તેને ચાર નિયમો આપ્યા (૧) અજાણ્ય ફળ ખાવું નહિ.