Book Title: Aatmtattva Vichar Part 02
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
૩૬ર
[ આત્મતત્વવિચારો કંઈ સરભર થતાં નથી. તમારે કરેલાં પાપનું ફળ પણું ભેગવવું પડે છે અને કરેલાં પુણ્યનું ફળ પણ ભોગવવું પડે છે. એટલે જે માણસે અનેક પાપસ્થાનકે સેવીને પિસે ભેગો કર્યો હોય, તેનું ફળ તેને ભોગવવું પડે છે અને તેનું દાન કરતાં જે કંઈ પુણ્ય હાંસલ થાય તેનું ફળ પણ તેને ભેગવવાનું હોય છે. એટલે પાપને ત્યાગ અવશ્ય કરવા જોઈએ.
' “એક બહારવટીઓ શ્રીમતેને લૂંટીને ગરીને તેનું દાન કરી દે છે, તે એ ધર્મ કરે છે કે પાપ?? બરાબર વિચારીને જવાબ આપજો. જે આ વસ્તુને તમે ધર્મ કહેશે તે દારૂના વ્યાપારને પણ ધર્મ કહેવું પડશે, કારણ કે એમાં દારૂ બનાવવો એ પાપ છે, પણ અનેક આત્માઓને તેનું પાન કરાવી તેમની તલપ બુઝવવામાં આવે છે. પછી તે વેશ્યાગીરીને પણ તમારે ધર્મમાં લઈ જવી પડશે. એટલે ધર્મ કરવા નિમિત્તે પાપ કરવાની છૂટ નથી. પાપ એ પાપ છે અને તેથી તેને ત્યાગ અવશ્ય કરવો જોઈએ.
પાપ ત્યાગનો ઉપદેશ પ્રથમ કેમ? ,
પાપત્યાગને ઉપદેશ પ્રથમ કેમ? એનો પણ ઉત્તર આપીશું. એક કપડાંને સારો સુંદર રંગ ચઢાવ હોય તે. પ્રથમ તેને ધોઈને સાફ કરવું પડે છે. તે સિવાય તેના પર સુંદર રંગ ચડી શકતો નથી. મેલાંઘેલાં કે કાળા ડાઘ
પડેલાં કપડાં પર આછા પીળે કે આછો ગુલાબી રંગ ચડા- વો હોય તે ચડશે ખરો? તેજે સ્થિતિ આત્માની છે.
- માપત્યાગ ]: --
આત્મા અનાદિ કાલથી કર્મના સંસર્ગને લીધે પાપ કરતે આવ્યો છે અને તેને પાપ કરવાની ટેવ પડી ગઈ છે. તેથી તે પાપ કર્યા જ કરે છે. જો તેની આ પાપ કરવાની ટેવ છૂટે નહિ, તે સત્પવૃત્તિ-સક્રિયાઓ શી રીતે કરી શકે? * આદત છેડાવવાનું કામ સહેલું નથી. કોઈ માણસને અફીણનું બંધાણ–વ્યસન લાગુ પડી ગયું હોય અને તે છેડાવવું હોય તે કેટકેટલા ઉપાયો કરવા પડે છે, તે જાણે.
ને? કોઈ છોકરા-છોકરીને વસ્તુ ચારવાની ટેવ પડી ગઈ હોય તે એ પણ કેમે કરી જતી નથી.
લાલીનાં લક્ષણ જાય નહિ - લાલી નામની એક છોકરી હતી. તેને વસ્તુ ચારવાની ટેવ પડી. તે ગમે ત્યાં જાય, ત્યાંથી કંઈ પણ વસ્તુ ચેરી લે, ત્યારે જ તેને સંતોષ થાય. માબાપે ઘણી શિખામણ આપી અને કેટલાક ઉપાય પણ અજમાવ્યા, પરંતુ તેની એ ટેવ ગઈ નહિ. હવે એક વાર આખા કુટુંબને કઈ વિવાહપ્રસંગે જવાનું થયું. ત્યારે માતાપિતાએ કહ્યું કે
બધાને લઈ જઈશું, પણ આ લાલીને લઈ જઈશું નહિ, કારણ કે તે કોઈ પણ વસ્તુ ચેર્યા વિના રહે નહિ અને એ રીતે વસ્તુ ચેરે એટલે આપણી બદનામી થાય.” લાલીએ કહ્યું: “મને વિવાહમાં લઈ જાઓ. હું કોઈ પણ વસ્તુ ચેરીશ નહિ.” માતાપિતાએ કહ્યું: “પણ તારે ભરોસે પડતો નથી, લાલીએ કહ્યું: “ ગમે તેમ થશે પણ હું વસ્તુ ચારીશ નહિ. માટે મને જરૂર લઈ જાઓ.’