Book Title: Aatmtattva Vichar Part 02
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
પિાપત્યાગ ].
૩૯
૩૬૮
[ આત્મતત્વવિચાર કાયાથી પાપકર્મ કરવું નહિ તથા કરાવવું નહિ. શ્રાવકને અનમેદનાની છૂટ છે, પણ એને અર્થ એ નહિ કે તેણે એ ટને ગમે તેમ ઉપયોગ કરે. એક માણસે પચીશ શાક ખાવાની છૂટ રાખી હોય, તેને અર્થ એ નથી કે તેણે રેજ પચીશ શાક ખાવા. એ તે વધારેમાં વધારે કેટલા * શાક ખાવા? તેની મર્યાદા છે. . એક માણસે એવો નિયમ કર્યો કે “મારે ચાતુર્માસમાં બિમાર સાધુની દવા કરવી, એટલે તે રોજ આવીને સાધુને પૂછે કે “સાહેબ ! આપને કઈ દવા જોઈએ છે? પરંતુ એ ચાતુર્માસમાં કોઈ પણ સાધુ બિમાર ન પડ્યા, એટલે તેનાથી કોઈની દવા થઈ શકી નહિ. આથી તે પસ્તાવો કરવા લાગે કે “હાય ! હાય! કઈ સાધુ બિમાર પડયો નહિ અને મારે નિયમ પળાય નહિ!” આનું નામ અજ્ઞાન. નિયમ સારો પણ ભાવના સમજ વિનાની. ' જ આપણે ત્યાં જયણ એટલે યતના શબ્દ પ્રચારમાં છે. તેને અર્થ એ છે કે છૂટ ગમે તેટલી હોય તો પણ તેને ઉપયોગ બહુ સંભાળીને, ખાસ જરૂર જેટલે જ કરો.
પ્રશ્ન-સામાયિકમાં બે ઘડી પણ નવ કેટિનાં પચ્ચકખાણ કેમ નહિ?
ઉત્તર–કારણ કે તે પળાય નહિ. છોકરે પરદેશથી ધન લઈને આવે તે ખુશી થાય; એટલે અનુદના થઈ.
પ્રશ્ન–સાધુપણામાં આવું અનુમોદન ન થાય? ઉત્તર-સાધુપણામાં તે મારા છોકરે એવું રહેતું જ
નથી. આ મારે છોકરે છે, આ મારાં સગાં છે, આ મારું મકાન છે, આ મારી મિલકત છે, એ વિચારો-ખ્યાલ વિભાવ દશાના છે. સાધુને એ દશા વર્તાતી નથી, એટલે અનુમિદના ક્યાંથી હોય ? માટે ત્યાં નવ કેટિનાં પચ્ચકખાણ. ન પ્રશ્ન-સ્થાનકવાસીઓ આઠ કેટિનાં પચ્ચકખાણ કરે છે, તો બે કોટિ વધારે કઈ? - ઉત્તર-વચન અને કાયાથી અનુદન ન કરવું, એ બે કોટિ વધારે. પરંતુ શાસ્ત્રમાં તે શ્રાવકને છ કેટિનાં જ પચ્ચકખાણ કહેલાં છે. જેમાં જુદા પડે તે પિતાની પ્રસિદ્ધિ માટે કંઈક કંઈક નવું કરે. સંસ્કૃતમાં એક શ્લોક છે કે
घट भित्वा पटं छित्वा, कृत्वा गर्दभारोहणम् । येन केन प्रकारेण, प्रसिद्धः पुरुषो भवेत् ॥
“ઘડે ફાડીને, કપડાં ફાડીને કે ગધેડા પર બેસીને પણ પુરુષ પ્રસિદ્ધ થાય છે.” - હવે બચાવ કરવો હોય તે એમ કહે કે “ હાલ દેશની સ્થિતિ બહુ ખરાબ છે અને ઘેડા બહુ ઓછા છે, તેથી ગધેડા પર સ્વારી કરું છું.' આ વાતને હાર્જિ પૂરનારા પણ મળે અને તાળીથી વધાવી લેનારા પણ મળે. ' ગધેડે બેસીને પ્રસિદ્ધ થનાર બીજા પણ બે–ચારને ગધેડે બેસાડે અને પિતે શુભ શરૂઆત કરી તેની તારીફ કરાવે. આજે તે ધૂનાં ગળામાં હાર પડે છે અને અનીતિથી કમાય તે પૂજાય છે.
ઠાણાંગસૂત્રમાં કહ્યું છે કે “ જ્યાં અપૂજ્ય-ભેગી આ. ૨-૨૪