Book Title: Aatmtattva Vichar Part 02
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust

View full book text
Previous | Next

Page 170
________________ [ આત્મતત્ત્વવિચાર કુરંગીનું ચામડું ઉજળું, પણ દિલ કાળું' હતું. તેમાં ઈર્ષ્યા, દ્વેષ, અભિમાન વગેરે અનેક દો! ભરેલા હતા. વળી શિયળવતમાં પણ તે શિથિલ હતી, એટલે નવા નવા પુરુષાને જોઈ તેમની સાથે ક્રીડા કરવાને ઇચ્છતી; પણ સુરંગી છાતી પર બેઠી હતી, એટલે તેની એ ઇચ્છા પાર પડતી નહિ. એક તે શોકચ અને ખીજું આ કારણ મળ્યું, એટલે તેને સુરગી પ્રત્યે ઘણા દ્વેષ થવા લાગ્યા. તે સુભટના કાન ભભેરવા લાગી. ૩૦ સુભને તેા કુરગીની કાયાએ કામણ કર્યાં હતાં, એટલે તે એની નજરે જ જોતા હતો. તેણે સુરંગીને થાડુ રાચરચીલું તથા પૈસાટકા આપી જુદી કાઢી. ખરેખર ! પડિત, શૂરા અને શાણા સહુને નારી નાચ નચાવી શકે છે. હવે એક વખત લડાઇનાં નગારાં ગગડચાં અને સુભટને લડાઈમાં જવાનું થયું. તે વખતે કુરંગી ગળગળી થઈને કહેવા લાગી કે ‘હે નાથ ! તમારા વિના હું એક પણ દિવસ રહી શકીશ નહિ. મારી સ્થિતિ જળ વિનાની માછલડી જેવી જાણજો. જો તમે મારું ભલું ઇચ્છતા હા, તે મને લડાઇમાં સાથે લઈ ચાલા.’ સુભટે કહ્યું : ‘ લડાઈ એક ભયંકર વસ્તુ છે. તેમાં સ્ત્રીઓનું કામ નહિ. વળી અમને તે રાજાજી તરફથી સખ્ત ફરમાન છે કે કોઈએ પાતાની સાથે સ્ત્રીને લેવી નહિ. માટે હું પ્રિયે ! તું અહીં જ રહે અને મનગમતુ ખાઇપીઇને મેાજ કર. આપણાં ઘરમાં કઇ વસ્તુની ખોટ નથી. ’’ ધમનું આરાધન ] ૩ર૧ કુર’ગીએ કહ્યું : ‘ આપની આજ્ઞા હું માથે ચડાવુ' છું, પશુ અને તેટલા વહેલા આવજો. આ ઘરમાં તમારા સિવાય મારા એક પણ દહાડા જવા મુશ્કેલ છે. વળી આપણા પાડાશીએ કેવા નટખટ છે, તે તમે જાણા છે. ’ સુભટે કુર`ગીની વિદાય લીધી અને તે સૈનિકે સાથે લડાઈમાં ગયા. આ ખાજુ કુરંગી એકલી પડી, એટલે ઘણા દિવસની પેાતાની ઇચ્છા પૂરી કરવાના નિર્ણય પર આવી. હવે એજ ગામમાં ચંગા નામના એક યુવાન સેાની હતા, તે દેખાવે રૂપાળા હતા અને ફૂલફટાયા થઇને ફરતા હતા. કુર`ગીએ તેને નજરમાં ઘાલ્યા અને ઘરેણાં ધાવડાવવાનાં બહાને ઘરે મેલાન્યા. પ્રારભમાં થેાટી આડી– અવળી વાત કરી તેણે ચંગાને કહ્યું કે ‘આપણી સરખે સરખી જોડ છે, અને રંગીલા છીએ, માટે તું કબૂલ થા તે આપણે સંસારસુખ ભોગવીએ. જો તું મારી આ માગણી કબૂલ નિહ કરે તે! હું આપઘાત કરીશ અને તેનું પાપ તને લાગશે. ’ ચંગે પૂરા બદમાશ હતા. તે દારૂ પીતેા, જુગાર રમતા, વેશ્યાગમન કરતા અને કાઈ રૂપાળી સ્ત્રી નજરે ચડી તે તેને ફસાવવાનું ચૂકતા નહિ. અહીં તે। આમંત્રણ સામેથી આવ્યું હતું, એટલે તેને જતું શેના કરે? પણ તે દાક્ષિણ્યતાથી ખેલ્યું કે ‘ જારકર્મીમાં ઘણું જોખમ રહેલું છે, પરંતુ તુ આપઘાતની વાત કરે છે, એટલે તારી માગણી કબૂલ રાખું છું. ' પછી ખંને જણ યથે ભેગ ભાગવવા લાગ્યા અને પૈસા છૂટથી ઉડાડવા લાગ્યા. આ. ૨–૨૧

Loading...

Page Navigation
1 ... 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257