Book Title: Aatmtattva Vichar Part 02
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
૩િ૦૨
[ આત્મતત્ત્વવિચાર નકકી મારી બનાવટ કરવા માગે છે, પણ એમ હું બની જાઉં તેમ નથી. મારી પ્રિયતમા યજ્ઞદત્તા અને મારો માનીતે વિદ્યાર્થી દેવદત્ત એકાએક લાગેલી આગમાં માર્યા ગયા છે અને તેમનાં હાડકાં લઈને હું ગંગાજીમાં પધરાવવા જઈ રહ્યો છું. તમે લાગે છે યજ્ઞદત્તા અને દેવદત્ત જેવા, પણ ખરેખર યજ્ઞદત્તા અને દેવદત્ત નથી. કદાચ તેનાં પ્રેત છે, તેમ બને. પ્રેતો ઘણી વખત મનુષ્યોને છળવા આવે છે, પણ યાદ રાખજે કે હું એક ભૂદેવ છું અને ધારું તે તમને મંત્રબળથી બાળીને ભસ્મ કરી નાખું તેમ છું. પણ તમારા પર દયા લાવીને તમને જતા કરું છું. તમે મારી નજર આગળથી જલ્દી દૂર થાઓ, નહિ તે પરિણામ ભયંકર આવશે.' '
યજ્ઞદત્તા અને દેવદત્તને જોઈતું હતું, તે મળી ગયું. તેઓ ત્યાંથી જલ્દી જલ્દી ચાલ્યા ગયા. આ બાજુ ભૂતમતિ ગંગાએ પહોંચ્યું અને તેનાં જળમાં પેલાં હાડકાં પધરાવતાં છે કે “હે જગનિયંતા ! હે પરમેશ્વર ! તું યજ્ઞદત્તા અને દેવદત્ત જ્યાં હોય ત્યાં તેમને સુખી રાખજે. તેઓ ઘણાં પવિત્ર હતાં અને તારી કૃપાને પાત્ર હતાં. ” - મહેથી મૂઢ થયેલા મનુષ્યો પિતાની શક્તિ કેટલી હદે ગુમાવે છે, તે જુઓ. સત્ય સામે આવીને ઊભું રહે છે, તે પણ તેને માનવાને તેઓ તયાર થતા નથી. આવાઓને સત્ય કયાંથી સમજાય? અને સત્ય ન સમજાય તે ધર્મ કયાંથી પામે ? ' '
વિશેષ અવસરે કહેવાશે
વ્યાખ્યાન આડત્રીશકું .
ધર્મનું આરાધન - '
[૨] મહાનુભાવો ! - ગણિતમાં એક એવો દાખલે આવે છે કે “એક ગોકળગાય દિવસે બે ઇંચ ઊંચી ચડે છે અને રાત્રે પણ બે ઇંચ નીચી ઉતરી પડે છે, તે ૬૦ ફુટના થાંભલાની ટચે તે કયારે પહોંચશે?' આ દાખલ સહેલો છે, ઘેટું ગણિત જાણનારો પણ કરી શકે એવો છે. દિવસે બે ઇંચ ચડે અને રાત્રે પણ બે ઇંચ નીચે ઉતરી પડે, એટલે ચિવીશ કલાકના એક અહોરાત્રમાં તે પા (હુ) ઇંચ ઊંચી
ચડે. આ રીતે જ પા-પા ઇંચ ઊંચી ચડતાં ૪ દિવસે ( ૧ ઇંચ ઊંચી ચડે, ૪૮ દિવસે ૧ ફુટ ઊંચી ચડે, અને
૨૮૮૦ દિવસે એટલે આઠ વર્ષ પૂરા થયે તે થાંભલાની કેચે પહોંચે.
આ જવાબ સાંભળીને તમને એમ થતું હશે કે - માણસ તે ૬૦ ફુટને થાંભલે બે-ત્રણ કલાકમાં ચડી જાય - અને ગોકળગાયને આઠ વર્ષ લાગે, એ તેની કેટલી ધીમી
ગતિ? પણ મહાનુભાવો!, તમારે મનમાં મલકાવા જેવું 'નથી. ધર્મની બાબતમાં તમારી ગતિ આથી પણ ઘણી મંદ