Book Title: Aatmtattva Vichar Part 02
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
૧૮૬
L [ આત્મતરવવિચાર
૧૮૭૦
" કપિલ તે પાંચસો પરથી હજાર પર, હજાર પરથી, દશ હજાર પર, દશ હજાર પરથી લાખ પર અને લાખ પરથી ક્રોડ સોનૈયા પર આવી ગયો. વળી વિચાર આવ્યો : કેટયાધિપતિ કરતાં સામાન્ય રાજ્યસત્તાવાળો ચડી જાય છે, માટે અડધું રાજ માગવા દે. પણ એમાં રાજા સમવડિયો રહે. ત્યારે શું આખું રાજ્ય માગી લઉં?”
આ છેલે વિચાર આવતાં જ તેનાં મને આંચકે ખાધે. “જે રાજાએ મારા પર મહેરબાની કરીને મારે મોરથ પૂરો કરવાનું પણ લીધું, તેને જ બાવો બનાવી દેવો? ના, ના, આ તે ઉચિત કહેવાય નહિ, ત્યારે શું અડધું રાજ્ય લેવું? ના, ના, એમાં પણ સમેવડિયા થવું પડે અને ઉપકારીને દુભવવો પડે. ત્યારે શું ક્રોડ સેનૈયા જ માગવા? પણ એટલા બધાને શું કરવા છે? વધારે હશે તો આફત ઉતરી પડશે. ત્યારે શું લાખ સોનયા માગું કે જેથી એક હવેલી બને અને મારો બધો વ્યવહાર સરળતાપૂર્વક ચાલે?” પરંતુ અંતરે તે વાત પણ કબૂલ રાખી નહિ. “આટલા બધા પૈસા હશે તે મજશેખ વધશે અને ઉત્તમ જીવન ગાળી શકાશે નહિ. ત્યારે શું કરું? હજાર માગું? સે માગું? પચાસ માગું? પચીસ માગું?' વધારે વિચાર કરતાં તેને એમ લાગ્યું કે “મારે કઈ પણ જાતની વધારે માગણી કરવી નહિ, પણ સુવાવડના ખર્ચ જેટલા માત્ર પાંચ સેનયા જ માગવા.”
સોનું લેવા આવ્યો હતો અને રાજાએ ભલમનસાઈ બતાવી, એટલે તેનો લાભ લેવા તૈયાર થઈ ગયો. આ ઠીક કહેવાય નહિ. એટલે બે માસા સોનું માનવું તે જ વ્યાજબી છે.” ' વળી વિચાર આવ્યો : “જ્યાં લોભ છે, ત્યાં જ દીનતા છે. માટે કંઈ પણ ન માગતાં સંતેષને ધારણ કરવો. ખરેખર! આ જગતમાં સંતોષ જેવું કંઈ સુખ નથી. હું જરા જેટલી તૃગણામાં પડ્યો, એટલે મારે વિદ્યાભ્યાસ ચૂક્યો, ચારિત્રથી. કષ્ટ થયો અને આ યાચના કરવાની સ્થિતિમાં મૂકાય... માટે આ તૃષ્ણાથી જ સર્યું.”
ડી વાર પછી રાજાએ પૂછયું: “ભૂદેવ! શું માગવાને વિચાર કર્યો?” . . કપિલે કહ્યું: “મહારાજ કંઈ પણ માગવું નથી.” . રાજાએ કહ્યું: “એમ શા માટે?”
કપિલે કહ્યું: “હે રાજન! લોભને થોભ નથી. જેમ જેમ લાભ થતું જાય છે, તેમ તેમ લોભ વધતા જાય છે. માટે એ લેભથી જ સર્યું.'
રાજાએ કહ્યું: “પણ આવો વિચાર કરશે તો તમારો. નિર્વાહ કેમ ચાલશે? માટે હું ખુશી થઈને તમને ક્રોડ સોનૈયા આપું છું. તેને તમે સ્વીકાર કરે.”
કપિલે કહ્યું: “રાજન ! જ્યાં સુધી મનમાં તૃષ્ણ. હતી, ત્યાં સુધી એમ લાગતું હતું કે ધન એ સુખનું અનિ-- વાર્ય સાધન છે, પણ હવે એ તૃષ્ણા ત્યાગ થતાં ધનની. કેઈ આવશ્યકતા જણાતી નથી. સંતેષ એ જ પરમ ધન છે અને તેને પ્રાપ્ત કરવાથી હું સુખી છું.'
પરંતુ ગાડી સવળા પાટે ચડી હતી, એટલે અંતરને તે પણ રુચ્યું નહિ. તેણે વિચાર કર્યો કે “હું તો બે માસ