Book Title: Aatmtattva Vichar Part 02
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
કમની નિર્જરા ]
બળ
“હે મહારાજ ન પડવા મ.
[ આત્મતત્વવિચાર અદશ્ય રહેતે ચેર કેવી રીતે પકડાયે?
એક ચેર પાસે અદ્ભુત અંજન હતું. તેનો પ્રયોગ કરવાથી તે અદશ્ય થઈ શકતે. તે આ રીતે રજ અદશ્ય. થઈને રાજાના મહેલમાં દાખલ થઈ જતો અને ત્યાં રાજાનાં ભાણમાં જે કંઈ પીરસ્યું હોય તે ખાઈ જતો. રાજાની રસોઈ ઉત્તમોત્તમ હોય, એટલે તેને સ્વાદ એની દાઢમાં રહી, ગયો હતો.
રાજા દિન-પ્રતિદિન દુબળા પડવા મંડયો. આથી, મંત્રીએ કહ્યું: “હે મહારાજ ! આપનું શરીર દિન-પ્રતિદિન દુબળું પડતું જાય છે. વળી તેની કાંતિ પણ ઓછી થતી રહી છે, તે શું કઈ ગુપ્ત રોગ આપને લાગુ પડ્યો છે? અથવા ભજન ભાવતું નથી કે ભૂખ બરાબર લાગતી નથી? જે કંઈ હોય તે ખુલ્લા દિલે જણાવે છે જેથી તેનો ઉપાય થઈ શકે.”
રાજાએ કહ્યું: “મંત્રીશ્વર ! એ વાત કહેતાં મને શરમ આવે છે.’
મંત્રીએ કહ્યું: “મહારાજ ! શરીરની બાબતમાં શરમ રાખવી કે ઉપેક્ષા કરવી એગ્ય નથી. શરીર છે તે બધું છે. માટે આપ જે કંઈ હોય તે સુખેથી જણાવો.” - રાજાએ કહ્યું: “મંત્રીશ્વર ! મને કઈ ગુપ્ત રોગ લાગુ પડ્યો નથી. પણ જે ભેજન મને પીરસાય છે, તે પૂરું પેટમાં જતું નથી. ભરેલાં ભાણામાંથી હું ચેડા કેળિયા જમું છું કે તે ભેજન ખલાસ થઈ જાય છે. પછી રસેઈયા પાસે
વસ્તુની વારંવાર માગણી કરતાં મને શરમ આવે છે. આ રીતે પિષણને અભાવ થવાથી મારું શરીર દિન-પ્રતિદિન દુબળું પડતું જાય છે. ” તે મંત્રીએ કહ્યું: “મહારાજ ! જે આપનાં દુબળા પડવાનું આ જ કારણ હોય તે હું એને ઉપાય જરૂર કરીશ.”
રાજાએ કહેલી સર્વ હકીકત પર ઊંડે વિચાર કરતાં મંત્રી એવા નિર્ણય પર આવ્યો કે “અહીં કોઈ પુરુષ અંજન વગેરેના પ્રયોગથી અદૃશ્ય થઈને આવે છે અને તે રાજાનાં ભાણુમાં પીરસેલું ખાઈ જાય છે. માટે તેને પકડી પાડે.” - અદશ્ય પુરુષને પકડવાનું કામ સહેલું નહિ, પણ મંત્રી મહાબુદ્ધિમાન હતું, એટલે તેણે અદૃશ્ય પુરુષને પકડી પાડવાની યોજના ઘડી. રાજાનાં ભેજનખંડમાં પ્રવેશવાનો જે માર્ગ હતું, ત્યાં સૂકમ રજ પથરાવી દીધી અને નોકરને હુકમ કર્યો કે પિતે સંકેત કરે ત્યારે ભેજનખંડનાં બધાં બારણું બંધ કરી દેવાં. પછી તે ભોજનખંડમાં એક જગાએ ગોઠવાઈ ગયો અને હવે શું બને છે, તે જોવા લાગ્યા.
રાજા સ્નાન-પૂજા કરીને તથા એગ્ય વસ્ત્રાલંકાર ધારણ કરીને રોજના સમય મુજબ ભેજનખંડમાં આવ્યું અને પિતાનાં આસને બેઠે. તેની આગળ ભાણું મૂકાયું. એવામાં પેલે રસલુખ્ય ચાર આવ્યો. મંત્રીએ સૂફમ રજમાં તેનાં પગલાં પડેલાં જોયાં, એટલે સંકેત કર્યો અને ભેજનખંડનાં અધાં બારણાં જોતજોતામાં બંધ થઈ ગયાં. પછી મંત્રીનાં