Book Title: Aatmtattva Vichar Part 02
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
૨૩૪
' [ આત્મતત્વવિચાર
બૂરી કરી નાખી !” પરંતુ એથી શે દહાડો વળે? દુષ્ટને - આશ્રય આપતાં પહેલાં જ વિચાર કરવો જોઈએ. જેઓ આ . જાતને વિચાર ન કર્યો, તે તેને કેટલું સહન કરવું પડ્યું?
દુષ્ટને આશ્રય આપવા અંગે જાની વાત ': - રાજાને માટે પલંગ હતો. તેના પર દૂધ જેવી સફેદ - ચાદર બિછાવેલી હતી. આ ચાદરના સાંધામાં એક સું કે રહેતી હતી. તે રાજા સૂઈ જાય ત્યારે ચાદરના સાંધામાંથી
બહાર નીકળતી અને આસ્તેથી રાજાનું લેહી પી પાછી ' પિતાનાં સ્થાને ચાલી જતી. રાજા તે રોજ સારું સારું
ખાનારે એટલે તેનું લેહી’ ઘણું મીઠું હતું. આથી જૂને મજા આવતી અને તે પોતાના દિવસે સુખમાં નિર્ગમન કરતી. છેહવે એક વખત એક માંકડ ત્યાં આવી પહોંચે. તેણે કહ્યું: “બહેન! હાલ મને બીજે આશરે નથી, માટે તારે ત્યાં આશરે આપ. હું તારો ઉપકાર જીદગીભર નહિ ભૂલું. એક રાત ગાળીને હું બીજે ચાલ્યા જઈશ.” જૂએ કહ્યું: “તને આશરો આપવામાં વાંધો નથી, પણ તારે
સ્વભાવ અતિ ચપળ રહ્યો, એટલે મને વિચાર થાય છે.? માંકડે કહ્યું: ‘મારે સ્વભાવ અતિ ચપળ રહ્યો, એ વાત સાચી, પણ હું સમય ઓળખું છું. તમારે ત્યાં રહીને હું કઈ જાતનું તોફાન કરીશ નહિ. માટે તમારે બેફીકર રહેવું.”
જું ઘણું ભલી હતી, એટલે તેણે માંકડનાં વચન પર વિશ્વાસ રાખ્યો અને તેને આશરો આપ્યો. માંકડ ચાદરના સાંધામાં એક જગાએ લપાઈ ગયે.
ધર્મની આવશ્યક્તા ] એ હવે રાત પડી અને રાજા પલંગ પર લેટ્યો. તેનાં લેહીની ગંધથી માંકડ ઊંચ-નીચે થવા લાગ્યું. તેણે ચાદરના.
સાંધામાંથી બહાર નીકળી રાજાને ચટકે ભરવાની તૈયારી. - કરી. પિતે જૂને શું વચન આપ્યું હતું, તે ભૂલી ગયે; અથવા તે દુષ્ટને પિતાનાં વચનની કિંમત હોય છે જ ક્યાં? સ્વાર્થ સરતે હોય તે તેઓ ગમે તેવાં વચન આપે છે, પણ પાળવામાં મોટું મીંડું. “તારી ગાય છું, મને છોડી દે, હવે ફરી આ દેશમાં નહિ આવું એવું કહીને મહમ્મદ ઘોરી છ વાર પૃથ્વીરાજના હાથમાંથી છટકી ગયો હતો. આમ છતાં તેણે સાતમી વાર આ દેશ પર ચડાઈ કરી અને પૃથ્વીરાજને
હરાવી કેદ કર્યો. - ' અહીં માંકડે બહાર નીકળીને રાજાને ચટકે ભર્યો
અને તેનું મીઠું લેહી ચાખ્યું. હજી રાજાને ઊંઘ આવી ન ' હતી, એટલે તે ચટકે ભરતાં જ બેઠો થઈ ગયો અને પલંગમાં આમતેમ જોવા લાગ્યો. આથી સેવકે ત્યાં આવી પહોંચ્યા અને પૂછવા લાગ્યા કે “મહારાજ ! શું થયું ?' રાજાએ કહ્યું: ‘આ ચાદરમાં માંકડ લાગે છે. આથી સેવકે ચાદરને તપાસવા લાગ્યા.
માંકડ તે પિતાના સ્વભાવ પ્રમાણે ચટકે ભરીને તરત વિદાય થઈ ગયો હતો અને ઝડપથી પલંગની ઈંસમાં ભરાઈ ગયો હતો. તે આ સેવકોના હાથમાં શેને આવે? પણ પિલી જૂ કે જે હજી ચાદરના સાંધામાં જ બેઠી હતી, તે. સેવકેના હાથમાં આવી ગઈ સેવકોએ માન્યું કે આણે જ