Book Title: Aatmtattva Vichar Part 02
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
२०२
[ આત્મતત્ત્વવિચાર
થવામાં કઈ અસાધારણ કારણ હાવુ જોઈએ. આ કારણ કેવી રીતે ઉત્પન્ન થયું, તે પણ જોઈ એ. ઈલાચીકુમાર વાંસ પર પાંચમી વાર ખેલ કરવા ચડવા, ત્યારે તેમની નજર ખાજીની હવેલીમાં ગઈ અને ત્યાં એક નવયૌવના સ્ત્રીને હાથમાં માદકના થાળ લઈને સાધુ મુનિરાજને વિનંતિ કરતાં જોઈ. તે લ્યા લ્યા કરે છે, પણ મુનિરાજ લેતા નથી, એટલું જ નહિ પણ તેની સામે આંખ ઊંચી કરીને જોતાં પણ નથી. આથી ઈલાચીકુમારની વિચારધારા બદલાય છે, અધ્યવસાયમાં પલટા થાય છે અને તે ધર્મધ્યાનની ધારાએ ચડી શુકલધ્યાનમાં પ્રવેશ કરે છે. એમ કરતાં તે શુકલધ્યાનના ખીજે પાસે આવે છે, એટલે ચાર ઘાતીકાના ક્ષય કરી કેવળજ્ઞાન પામે છે. અહીં જે ધધ્યાન અને શુકલધ્યાનની પ્રવૃત્તિ થઈ તે એક પ્રકારનું તપ જ છે.
તપના અર્થ તમે ઉપવાસ, આય'બિલ અને એકાસણું વગેરે સમજ્યા હૈ તા તે પૂરતા નથી. તપના અ ઘણે વિશાળ છે. તેમાં બાહ્ય શુદ્ધિ અને અભ્યંતર શુદ્ધિને લગતી અનેક ક્રિયાઓના સમાવેશ થાય છે અને તેથી તપના માહ્ય અને અભ્યંતર એવા એ વિભાગે માનવામાં આવ્યા છે. અનશન, ઊનેારિકા, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયકલેશ અને સલીનતા એ બાહ્ય તપના છ ભેદો છે અને પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ત્વ, સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સગ એ અભ્યંતર તપના છ ભેદો છે. ×
× આ નામે દશવૈકાલિક નિયુŚક્તિમાં ઉચ્ચારાયેલી નિમ્ન ગાથાએમાં જોઈ શકાય છે
કમની નિર્જરા ]
૨૦૩
આ રીતે ધ્યાનરૂપી તપના આશ્રય લેવાથી ઈલાચીકુમાર કેવળજ્ઞાન પામ્યા, એટલે અમારાં કથનમાં કાઈ ખાધ આવતા નથી.
બાર પ્રકારનું તપ
હવે તમને કની નિર્જરામાં કારણભૂત એવા ખાર પ્રકારનાં તપના પરિચય કરાવીશું.
(૧) અનશન ઃ જેમાં અશન એટલે ભાજનને ત્યાગ હાય, તે અનશન કહેવાય. ઉપવાસમાં ભાજનના સથા ત્યાગ હોય છે અને આયખિલ તથા એકાશનમાં એકથી વધુ વારનાં ભાજનના ત્યાગ હોય છે. ઉપવાસ, આયંબિલ, એકાશન વગેરે કરવાથી ઇન્દ્રિયા શાંત રહે છે અને તેથી અભ્યતર શુદ્ધિમાં મદદ મળે છે. શ્રી મહાવીર પ્રભુએ સાધનાકાળ દરમિયાન ઉપવાસના આશ્રય ઘણા લીધા હતા. ૪૫૧૫ દિવસના સાધનાકાળમાં તેમણે ૪૧૬૬ ઉપવાસ કર્યાં હતા, એટલે પારણાના દિવસે તે માત્ર ૩૪૯ જ હતા ! પારણાના દિવસે પણ તેઓ લૂખા ભાત, અડદના ખાકળા, સાથવા વગેરે લેતા, એટલે રસત્યાગનું તપ થતું. તેમાં વૃત્તિસંક્ષેપ પણ કરતા એટલે અભિગ્રહ રાખતા. ચંદનબાળાના હાથે પારણું થયુ, એ અભિગ્રહ કેટલા ઉગ્ર હતા ?" આયબિલની તપશ્ચર્યાં પણ જિનશાસનમાં ખૂબ થતી આવી अणसणमूणोअरिआ, वित्ती- संखेवणं रसच्चाओ । कायकिलेसो संलीणया य बज्ज्ञो तवो होइ ॥ पायच्छितं विणओ, वैयावच्चं तहेव सञ्झाओ । ज्ञाणं उस्सम्गो वि.अ, अभितरओ तवो होइ ॥