Book Title: Aatmtattva Vichar Part 02
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
ર
[આત્મતત્ત્વવિચાર
પશું. આમાં દીર્ઘ આયુષ્ય પણ આવી ગયું, કારણ કે તે સિવાય ત્રણ પુત્રા ચાગ્ય ઉમરના થઈ વિવાહિત થઈ શકે નહિં. તમે આથી કદાચ વધારે માગેા, પણ એછુ નહિ !
અહીં નદિષેણ મુનિએ શું જવાબ આપ્યા, તે સાંભળે’ હું દેવા! મહાદુભ એવા ધમ મેં પ્રાપ્ત કર્યો છે. તેના કરતાં આ જગતમાં કઈ વસ્તુ સારી છે કે તમારી પાસે માગું? હું મારી સ્થિતિથી સંતુષ્ટ છું. મને કાઈ પણ વસ્તુની અપેક્ષા નથી. ’
નર્દિષણ મુનિની આવી નિઃસ્પૃહતા જોઈ દેવનું મસ્તક ક્રી તેમનાં પ્રત્યે ઝુકી પડયું અને તે એમનાં મુક્ત કઠે વખાણ કરતા કરતા પેાતાનાં સ્થાને સીધાવ્યો.
અમારા આ ઉત્તરથી પેલા યુવાનનાં મનનું સમાધાન થયુ' અને તે જીવનમાં ધમની આવશ્યકતા સ્વીકારવા લાગ્યા.
ધર્મ એ જીવનમાં આવશ્યક વસ્તુ ન હેાય તે। મહાપુરુષ તેના ઉપદેશ શા માટે કરે? એ વિચારવું ઘટે છે. બધા તીર્થંકરા કેવળજ્ઞાન અને કેવલદનની પ્રાપ્તિ થયા પછી ધમ તીથ ની સ્થાપના કરે છે, જેથી સ’સારના પ્રાણીએ એના આધાર લઈને અપાર એવા સંસારસાગર તરવાને શક્તિમાન થાય.
અસાધારણ પ્રજ્ઞા ધરાવનારા ગણધર ભગવા એ ધમના પ્રથમ સ્વીકાર કરે છે અને તેના ઉપદેશ તથા પ્રચાર કરવામાં જીવનનું સાફલ્ય માને છે. આચાર્યા, ઉપાધ્યાયેા તથા સાધુમુનિરાજે પણ એજ માર્ગને અનુસરે છે અને ધર્મનું
ધમની આવશ્યક્તા ]
૨૨૭
પાલન કરવા-કરાવવામાં તત્પર રહે છે. તમને એમ લાગે છે ખરૂં કે આ બધા સમજ્યા વિના જ ધર્મોની વાત કરી રહ્યા છે?
નિગ્રંથપ્રવચનમાં કહ્યું છે કે:
लक्षूण माणुसत्तं कहंचि अईदुलहं भवसमुद्दे ।
सम्मं निउंजियव्वं, कुसलेहि सया वि धम्मंमि ॥
ભવસમુદ્રમાં કાઈ પણ રીતે અતિ દુર્લભ એવું મનુષ્યપણું પામીને ડાહ્યા માણસાએ તેને હમેશાં ધર્મોમાં સારી રીતે જોડવું. ’
*
અન્ય દનાએ પણ ધર્મના ઉપદેશ કર્યાં છે, તે એટલા માટે જ કર્યા છે કે જેથી મનુષ્ય સસ્કારી અને, શ્રેયના મા સમજે અને આધ્યાત્મિક પ્રગતિ સાધી શકે. પરંતુ આજે તે એમ કહેનારા નીકળ્યા છે કે ‘ ધમ અફીણ જેવા છે, કારણ કે તેનું સેવન કરનારને સાંપ્રદાયિકતાનું અનુન ચડે છે. આ ઝનુનથી સામસામી તકરારા થાય છે અને સમાજનું સ’ગઠન તૂટી જાય છે. માટે ધર્માંની આવશ્યકતા નથી.
અહીં અમને કહેવા દો કે ગમે તેમ ખેલવું, વગર વિચાર્યે ખેલવું, એ સત્પુરુષનું લક્ષણ નથી. આપણી આંખે લીલા રગના ચશ્મા ચડાવીને જોઈ એ અને પછી જાહેર કરીએ કે દુનિયા લીલા રંગની છે, તે એ કાણુ માનશે ? એમાં તે લાલ, પીળા, વાદળી, કાળા, ધાળા વગેરે રંગા પ્રત્યક્ષ દેખાય છે.