Book Title: Aatmtattva Vichar Part 02
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
૩૩૪
[ આત્મતત્ત્વવિચાર
દેવે જેમ ધાર્યુ” રૂપ કરી શકે છે, તેમ ધાર્યુ. વજન વધારી કે ઘટાડી પણ શકે છે. મનુષ્યા યાગસાધના વડે આવી સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. અષ્ટમહાસિદ્ધિમાં ગરિમા લબ્ધિ છે, તે આ પ્રકારની યાગસિદ્ધિ છે.
ખભા પરનુ વજન વધવાથી ન દિષેણુ મુનિ જવા લાગ્યા અને તેમના પગ વાંકાચૂકા પડવા લાગ્યા. આ વખતે પેલા મુનિએ કહ્યું: ‘અરે અધમ ! તું આ શું કરી રહ્યો છે? તારું ચાલવાનું કાઈ ઠેકાણુ નથી. તે તેા માર આખાં શરીરને હચમચાવી નાખ્યુ. શું આ સેવા કરવાના ઢંગ છે ? ’
વચના ઘણાં કર્કશ હતાં, પણ 'નર્દિષેણ મુનિ ક્ષેાભ પામ્યા નહિ. તેમણે પૂર્વવત્ શાંતિથી કહ્યું : ‘મારા આ પ્રમાણે ચાલવાથી આપને દુઃખ થયું. હાય તા ક્ષમા કરજો. હવે હું ખરાખર ચાલીશ. ’
રસ્તામાં પેલા મુનિએ ખભા પર ઝાડા કર્યાં કે જેની દુર્ગંધ અસહ્ય હતી. પણ નર્દિષેણ મુનિનુ રૂવાડું ચે કરક્યુ નહિ. તેઓ જેમ ચાલતા હતા, તેમજ ચાલતા રહ્યા અને મુનિને કાઈ જાતની પીડા ન થાય તેનું ધ્યાન રાખતા રહ્યા.. રસ્તામાં ચાલતાં ચાલતાં નર્દિષણ મુનિ વિચાર કરવા લાગ્યા. કે ‘આ મુનિને રાગ કેવી રીતે મટે અને ઝટ સારા થાય ? તે માટે શું કરવું ? ”
તેએ પાતાની વસ્તી પર (ઉપાશ્રયે) આવ્યા. દેવે અવધિજ્ઞાનથી જોયું અને તે જાણી ગયા કે આ મુનિ પોતાની
સની આવશ્યકતા ]
પ્રતિજ્ઞામાં અટલ છે, એટલે પેાતાની માયા સંકેલી અને વિષ્ણુ તથા બંને સાધુએ અદૃશ્ય થઈ ગયા. તરતજ તે દેવ પેાતાનું સ્વરૂપ પ્રગટ કરીને, મુનિને ત્રણ પ્રદક્ષિણા દઈને, નમસ્કારપૂર્વક કહેવા લાગ્યા કે હે મુનિ! આપને ધન્ય છે! આપ માનવકુલની. Àાભા છે..! ઈંદ્ર મહારાજે આપને જેવા પણ વ્યા હતા, તેવાજ આપને પ્રત્યક્ષ જોયા છે. આથી હું ખૂબ પ્રસન્ન થયા ; અને આપ જે માંગે તે
આપવા તૈયાર છું.”
કાઈ દેવ પ્રસન્ન થઈને તમને માગવાનુ કહે'તા તમે શુ માગે? એક અપરિણિત આંધળા વણિકનેકાઇ દેવે પ્રસન્ન થઈ ને કહ્યું. હતું કે, “તુ કોઈપણ એક વસ્તુ માંગી લે' ત્યારે તેણે; માગ્યું હતુ. કે ‘મારા વચેટ દીકરાની વહુ સાતમા માળે સેનાની ગોળીમાં છાશ કરતી. હાય તે હું રત્નજડિત હીંડાળા પર બેઠા બેઠા નજરે જોઈ શકું,' આ શબ્દથી તેણે કેટલું માગી લીધું તે, સમજાયું ? - વચેટ દીકરાની વહુ' એટલે ઓછામાં એછા ત્રણ પુત્ર અને તે અણ્ણા પરણેલા. પરણ્યા સિવાય- પુત્ર થાય નહિ, એટલે પેાતાને પરણવાનુ પણ તેમાં આવી ગયુ· · સાતમે માળે સેાનાની ગાળીમાં છાશ કરતી હાય,' એટલે સાત, માળની હવેલી અને તેમાં ઊંચામાં ઊંચી જાતનુ રાચરચીલું. એ સિવાય છાશ કરવાની ગોળી સાનાની કયાંથી હોય ? વળી - રત્નજડિત હિડાળે બેઠા બેઠા, નજરે જોઈ શકે એટલે અપાર વૈભવ અને પોતાની આંખના અધાપો દૂર થવા
આ. ૨-૧૫