Book Title: Aatmtattva Vichar Part 02
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
૧૯
[ આત્મતત્ત્વવિચાર
बुद्धेः फलं तत्त्वविचारणं च देहस्य सारं व्रतधारणं च । अर्थस्य सारं किल पात्रदानम् वाचः फलं प्रीतिकरं नराणाम् ॥
‘બુદ્ધિનું ફૂલ તત્ત્વની વિચારણા છે, દેહનું કુલ વ્રતની ધારણા છે, ધનનું ફળ સુપાત્રને વિષે દાન છે અને વાણીનું કુલ ખીજાને પ્રીતિકર થવુ... એ છે.' તાત્પય કે મનુષ્યને બુદ્ધિ મળી છે, તે તેણે એ બુદ્ધિ વડે તત્ત્વની વિચારણા કરવી જોઈએ. જો એ તત્ત્વની વિચારણા કરે તા સાચું શું અને ખાટું શું? હિત શું અને અહિત શું? એ ખરાખર સમજી શકે અને હિતને આચરવામાં સમ થાય. જે મનુષ્યા મુદ્ધિ મળવા છતાં તત્ત્વની વિચારણા કરતા નથી, તેમનામાં અને પશુઆમાં વાસ્તવિકતાએ કશે। જ તફાવત નથી.
તમે બીજી પણ એક સુભાષિત સાંભળે :
येषां न विद्या न तपो न दानं,
न चापि शीलं न गुणो न धर्मः । ते मृत्युलोके भुवि भारभूता, मनुष्यरूपेण मृगाश्चरन्ति ॥
‘ જેમણે બુદ્ધિ મળવા છતાં વિદ્યાનું અધ્યયન કર્યું" નથી, શીલની આરાધના કરી નથી, કાઈ સારા ગુણ પ્રાપ્ત કર્યા નથી કે ધર્મનું આચરણ કર્યું નથી, તેએ આ જન્મતમાં પૃથ્વીને ભારભૂત છે અને મનુષ્યનાં રૂપમાં પશુએ તરીકે જ પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા છે.
ધર્મની આવશ્યકતા ]
૨૧૯
યુવાને કહ્યું : ‘ આ વાત તે હું પણુ કબૂલ રાખું છું.' અમે કહ્યું : ‘જે એ વાત કબૂલ રાખતા હૈ. તે ‘હું ક્યાંથી આવ્યા અને હાલ મારુ કન્ય શું છે?' તેના પર ખરાખર વિચાર કરો. મનુષ્ય કઈ એમને એમ આ જગતમાં પટકાઈ પડ્યો નથી. કેટલાક કહે છે કે માતાપિતાએ વિષયભાગ કર્યાં, એટલે અમારી આ દુનિયામાં જન્મ થયા, પણ કેવળ શુક્ર અને શેણિતના સ’યેાગ થવાથી જીવન ઉત્પન્ન થતું નથી; એ તે પૌદ્ગલિક ક્રિયા છે. તેમાં આત્મા પ્રવેશ કરે, ત્યારે જ જીવન ઉત્પન્ન થાય છે, એટલે માતાપિતાને વિષયભાગ એ નિમિત્ત છે અને ઉપાદાનકારણ તે આત્માએ પૂર્વજન્મમાં બાંધેલાં કર્યું જ છે.
આત્મા ક વશાત્ અનાદિ કાળથી સ’સારમાં પરિભ્રમણ કરી રહ્યો છે, તે પેાતાનાં કર્માનુસાર જુદી જુદી ગતિએ અને ચેાનિઓમાં ઉત્પન્ન થાય છે. એમ કરતાં તેની પાસે પુણ્યની મૂડી સારાં પ્રમાણમાં એકઠી થાય ત્યારે તે મનુષ્યજન્મ પામે છે. શાસ્ત્રકારોએ મનુષ્યજન્મને દશ દૃષ્ટાંતે દુ ભ કહ્યો છે, એટલે આત્મા ઘણાં કષ્ટ અને ઘણા કાળે મનુષ્યજન્મ પામે છે, એમ સમજવાનું છે. તમે પ્રથમ એમ કહ્યું કે
"
ન
ઘણા માણસા જીવનમાં કઈ પણ ધમ ન કરવા છતાં સુખી હાય છે અને સમાજમાં માનપાન પામે છે.” તે આ પુણ્યની મૂડીના પ્રભાવ સમજવા. એ પુણ્યની મૂડીને ખાઈ ને ખલાસ કરવી ચેાગ્ય છે કે વધારવી ચાગ્ય છે, એ વિચારી જુએ.
જે માણસા પેાતાની મૂડી બેઠા બેઠા ખાઈ જાય છે. અને તેમાં કઈ પણ ઉમેરો કરતા નથી, તેના હાલ