Book Title: Aatmtattva Vichar Part 02
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
૨૦૬
[ આત્મતત્ત્વવિચાર (૫) કાયલેશ : સંયમનિમિત્તે કાયાને પડતું કષ્ટ સહન કરી લેવું, એ કાયકલેશ નામનું તપ કહેવાય. ટપાલી રિજના છ–સાત ગાઉ ચાલે, કઠિયારે જંગલમાં પગે રખડે કે ખેડૂત ઊનાળાને તાપ સહન કરે એ કષ્ટ કહેવાય, પણ કાયકલેશ નામનું તપ ન કહેવાય, કારણ કે તેમાં કર્મની નિર્જરા કરવાની ભાવના નથી.
(૬) સંલીનતાઃ ઈન્દ્રિયોને કાબૂમાં રાખવી, કષાયનાં કારણે ઉપસ્થિત થયા છતાં કષાય કરે નહિ તથા મન, “વચન, કાયાની બને તેટલી ઓછી પ્રવૃત્તિ કરવી, એ સંલીનતા કહેવાય. સ્ત્રી, પશુ અને નપુંસકના વાસથી રહિત એવા એકાંત વિશુદ્ધ સ્થાનમાં રહેવું, એ પણ સંલીનતા જ કહેવાય.
(૭) પ્રાયશ્ચિત ઃ જ્યાં સુધી છવસ્થતા છે, અપૂર્ણતા છે, ત્યાં સુધી ભૂલ થઈ જવાનો સંભવ છે. પણ ભૂલ થવાનું -ભાન થાય કે તે માટે પશ્ચાત્તાપ કરવો જોઈએ અને તે વસ્તુને ગુરુ આગળ એકરાર કરી, તેઓ જે પ્રાયશ્ચિત્ત આપે તે સ્વીકારવું જોઈએ. આ રીતે પાપનું પ્રાયશ્ચિત્ત કરવાથી આત્માની શુદ્ધિ થાય છે, તેથી તેને પ્રાયશ્ચિત્ત નામનું અભ્યતર તપ ગણવામાં આવે છે. યક્ષાવિષ્ટ અનમાળીએ અનેક સ્ત્રીપુરુષોની હત્યા કરી હતી, પણ પોતાની ભૂલેનું ભાન શું કલ્યું અને શું ન કલ્પે? તેની જ્ઞાન-દર્શનચારિત્ર પર કેવી અસર થાય છે? વગેરે વિષયે જૈન શિક્ષાવલીની બીજી શ્રેણીના નવમા નિબંધ તરીકે પ્રકટ થયેલા અમારા લખેલા “આયંબિલ–રહસ્ય” નામના નિબંધમાં દર્શાવેલા છે. સંપાદક
કર્મની નિર્જરા ]
* ૨૭ થતાં ખરા હદયથી પશ્ચાત્તાપ કર્યો તો સાધુત્વ પામી મુક્તિને વર્યો. દઢપ્રહારી વગેરેનાં દૃષ્ટાંત પણ એવાં જ છે.*
(૮) વિનય : એટલે શિષ્ટાચાર, અંતરંગ ભક્તિ. જે વિનય કરે તેને વિદ્યા (આત્મજ્ઞાન) મળે અને તેથી ભવસાગર તરે. વિનય પાંચ પ્રકારનો છેઃ (૧) જ્ઞાનને વિનય, (૨) દર્શનનો વિનય, (૩) ચારિત્રનો વિનય, (૪) તપનો વિનય અને (૫) ઉપચાર વિનય. આ પાંચ પ્રકારના વિનયને અત્યંતર તપશ્ચર્યા કહેવાય.
૯) વિયાવૃન્ય: ધર્મસાધનનિમિત્તે અન્ન-પાન વગેરે વિધિપૂર્વક મેળવી આપવાં, તેમ જ સંયમની આરાધના કરનાર
ગ્લાન વગેરેની સેવાભક્તિ કરવી, એ વયોવૃજ્ય–વેયાવ કહેવાય. વૈયાવૃત્ય દશ પ્રકારનું છે: (૧) આચાર્યનું, (૨) ઉપાધ્યાયનું, (૩) સ્થવિરનું, (૪) તપસ્વીનું, (૫) ગ્લાન એટલે માંદા કે અશકતનું, (૬) શક્ય એટલે નવદીક્ષિતનું, (૭) કુલનું, (૮) ગણુનું, (૯) સંઘનું અને (૧૦) સાધર્મિક એટલે સમાન ધર્મ પાળનારનું. વયોવૃત્ત્વ અંગે મહર્ષિ નદિષેણુનો દાખલો પ્રસિદ્ધ છે.*
(૧૦) સ્વાધ્યાય : આત્માના કલ્યાણ અર્થે શાઓનું અધ્યયન કરવું તે સ્વાધ્યાય કહેવાય. સ્વાધ્યાયમાં મગ્ન રહેનાર પિતાના આત્માને શુભ અધ્યવસાયવાળા કરી શકે છે, તેથી તેનો સમાવેશ અભ્યતર તપમાં થાય છે. સ્વાધ્યાય - + દઢપ્રહારીની કથા છત્રીશમાં વ્યાખ્યાનમાં કહેવાયેલી છે.
* મહર્ષિ નંદિષણની કથા એવીશમાં વ્યાખ્યાનમાં કહેવાયેલી છે.