Book Title: Aatmtattva Vichar Part 02
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
[ આત્મતત્ત્વવિચાર
અહિરાત્મ–અવસ્થામાં આત્માનું વાસ્તવિક શુદ્ધ સ્વરૂપ અત્યંત પ્રચ્છન્ન રહે છે, જેથી આત્મા મિથ્યાત્વથી યુક્ત થઈ ને પૌદ્ગલિક વિલાસને જ સર્વસ્વ માની લે છે અને તેને પ્રાપ્ત કરવા માટે જ પેાતાની શક્તિઓના વ્યય કરે છે.
: ૧૯૪
અંતરાત્મ—અવસ્થામાં આત્માનું વાસ્તવિક સ્વરૂપ પૂર્ણરૂપે તે પ્રકટ થતું નથી, પણ એનાં ઉપરનાં ગાઢ આવરણા શિથિલ, શિથિલતર, શિથિલતમ થઈ જાય છે, જેથી એની ષ્ટિ પૌલિક પદાર્થો પરથી હટીને આત્માનાં શુદ્ધ સ્વરૂપ તરફ વળે છે.
પરમાત્મ–અવસ્થામાં આત્માનું વાસ્તવિક સ્વરૂપ પૂર્ણરૂપે પ્રકટ થાય છે.
પહેલું, ખીજું અને ત્રીજી ગુણસ્થાન અહિરાત્મ-અવસ્થાને સૂચવે છે, ચેાથાથી ખારમા સુધીનાં ગુણુસ્થાન અતરાત્મ–અવસ્થાને સૂચવે છે અને તેરમું તથા ચૌદમું ગુણસ્થાન પરમાત્મ-અવસ્થાને સૂચવે છે. અધ્યાત્મમતપરીક્ષામાં આ વસ્તુનું વધારે સ્પષ્ટીકરણ થયેલું છે.
ગુણસ્થાનના વિષય અહીં પૂરા થાય છે. તે આત્માના વિકાસ સંબધી ઘણું ઘણું કહી જાય છે અને કનાં સ્વરૂપને પણ સૂક્ષ્મ ખ્યાલ આપી જાય છે. ગુણસ્થાનના ક્રમ સમજી જે આત્માએ ઉત્તરાત્તર ઊંચા ગુણસ્થાનને પ્રાપ્ત કરશે, તે અનંત સુખનાં ધામરૂપ મેાક્ષમહાલયમાં જરૂર બિરાજી શકશે.
વિશેષ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન તેત્રીશમુ
કર્મની નિર્જરા
મહાનુભાવે !
આ સસારના સ` પ્રપચ કર્મને આધીન છે. જો કમ ન હોય તે નરકાદિ ચાર ગતિએ ન હાય, સ્થૂલ કે સૂક્ષ્મ શરીર ન હેાય, જન્મ-મરણની પરપરા ન હેાય અને વિવિધ પ્રકારનાં દુઃખા પણ ન હેાય. જો કમ જાય તે બધું જાય, તેથી સુખ-શાંતિના ઇચ્છુક તરીકે આપણે તેને કાઢવાની– દૂર કરવાની કોશીશ કરવી જોઈએ.
કમને શી રીતે દૂર કરવા ? એ કઈ ઢાર નથી કે તેને લાકડી મારીને દૂર કરી શકાય. એ કંઈ માણસ નથી કે તેને ખાવડું પકડીને માજીએ બેસાડી શકાય. એ કઈ ધૂળ નથી કે તેને ખંખેરીને ઝાટકી નખાય. એ પુદ્ગલની પેદાશ છે, પણ સ્વરૂપમાં અત્યંત સૂક્ષ્મ છે, તેથી નરી આંખે જોઈ શકાય એવાં નથી. કદાચ સૂક્ષ્મદર્શીક યંત્ર માંડા અને તે ઘણું શક્તિવાળું હાય તે પણ કમને જોઈ શકાય નહિ. જે વસ્તુ જોઈ શકાય નહિ, તેને પકડવી શી રીતે અને અહાર કાઢવી શી રીતે ? એ એક મોટા પ્રશ્ન છે. પરંતુ મનુષ્યમાં એટલી બુદ્ધિ છે કે તે અદૃશ્ય વસ્તુને પણ પકડી શકે છે અને તેને ખહાર કાઢી શકે છે. આ વસ્તુ તમને એક દૃષ્ટાંતથી સમજાવીશું.