Book Title: Aatmtattva Vichar Part 02
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
૧૯o
[ આત્મતત્વવિચાર કષાયને ઉપશમ, ક્ષપશમ કે ક્ષય જીવ ચેથા ગુણસ્થાને કરે છે, અપ્રત્યાખ્યાનીય ચાર કષાયને ઉપશમ અથવા ક્ષપશમ જીવ પાંચમાં ગુણસ્થાને કરે છે, પ્રત્યાખ્યાનીય ચાર કષાયને ઉપશમ અથવા ક્ષપશમ અથવા ક્ષય કરવા માટે જીવ છઠ્ઠા અને સાતમાં ગુણસ્થાને પોતાની શદ્ધિ વધારતો રહે છે. આઠમાં ગુણસ્થાને ઉપશમ કે ક્ષપકશ્રેણિ માંડતે જીવ નવમાં ગુણસ્થાને સંજવલન લેભ સિવાયની -બાકીની સર્વ કષાય–નેકષાય મેહનીય કર્મની પ્રકૃતિનો *ઉપશમ અથવા ક્ષય કરે છે. દશમાં સૂક્ષ્મસંપરા ગુણસ્થાને
જીવ એ શ્રુણિમાં આગળ વધી છેલ્લા સમયે સંવલન લેભને ઉદય અટકાવે છે. ' ઉપશામક જીવ અગિયારમાં ઉપશાંતમૂહગુણસ્થાનથી પાછો પડે છે, જ્યારે ક્ષપક જીવ અગિયારમું ગુણસ્થાન ઓળંગી બારમા ગુણસ્થાને આવે છે અને શુકલધ્યાનના બે પાયાનું ધ્યાન સ્વીકારે છે. " આ ગુણસ્થાનની સ્થિતિ એક અંતર્મુહૂર્તની છે અને તે ક્ષપક જીવને જ હોય છે. બારમા ગુણસ્થાનના છેલા સમયે બાકીના ત્રણ ઘાતકર્મને નાશ થાય છે. . (૧૩) સગિકેવલિગુણસ્થાન.
શુકલધ્યાનને બીજો પાયો પૂરે થતાં જ જીવ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયકમને ક્ષય કરે છે. એટલે ચારે ઘાતકર્મનો ક્ષય થાય છે અને તેથી કેવળજ્ઞાન અને કેવળદર્શનની પ્રાપ્તિ કરે છે અને સોગ
ગુણસ્થાન ],
૧૯ કેવલી નામના તેરમાં ગુણસ્થાને આવે છે. હવે તેને વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર એ ચાર અઘાતી કર્મને ક્ષય કરવાનો બાકી રહે છે. આ ગુણસ્થાને આત્મા પૂર્ણવીતરાગતા વાળા હોવાથી તે આ અઘાતી કર્મના વિપાક સહજ અને સમભાવે ભગવે છે.
. આ કેવળજ્ઞાની પરમાત્માને પણ મન, વચન અને કાયાની પ્રવૃત્તિરૂપ યોગ હોય છે, તેથી તે સગી કહેવાય છે. સોગિકેવલી આત્માની જે અવસ્થા વિશેષ તે સગિકેવલિ-ગુણસ્થાન.' - આ ગુણસ્થાને વર્તતા સામાન્ય કેવળી ભવ્ય જીવોને ઉપદેશ આપતા ગ્રામાનુગ્રામ વિચરે છે, જ્યારે કેવળજ્ઞાનને પ્રાપ્ત કરનાર અહંતેતીર્થકરે પિતાનાં તીર્થંકરનામકર્મને વિદતાં પ્રવચન અને સંઘરૂપી તીર્થની સ્થાપના કરી ભવ્ય છોને તરવાનું એક મહાન સાધન પૂરું પાડે છે.
આ ગુણસ્થાને વર્તતા જીવને કઈ પણ પ્રકારનું ધ્યાન હોતું નથી, પણ ધ્યાનાંતરિકા એટલે જીવનમુક્ત દશા હોય છે. આ ગુણસ્થાને રહેલે આત્મા જીવનમુક્ત પરમાત્મા કહેવાય છે. આ ગુણસ્થાનની સ્થિતિ જઘન્યથી અંતર્મુહર્ત અને ઉત્કૃષ્ટથી દેશનકેટિપૂર્વ એટલે કોડ પૂર્વમાં આઠ વર્ષ ન્યૂન હોય છે. છે આ ગુણસ્થાનના જીવને બાકી રહેલ અઘાતી સર્વ કર્મને ક્ષય કરવા ગનિરોધ કરવાનો હોય છે. પરંતુ તે પહેલાં જે અઘાતી કર્મોમાં તરતમતા હોય તે તે દૂર