Book Title: Aatmtattva Vichar Part 02
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
[ આત્મતત્ત્વવિચા એમ કહી કપિલ ત્યાંથી ચાલી નીકળ્યો અને રાજા તથા અન્ય સભાજનોએ તેની નિઃસ્પૃહતાનાં ભારાભાર વખાણ કર્યાં.
૧૮૮
વિષય એ પણ એક જાતની તૃષ્ણા છે, એટલે કિપેલે તેનો પણ ત્યાગ કર્યાં અને ‘મુક્તિનું સુખ અપાવે એ જ સાચી વિદ્યા ” એમ માની પાઠશાળાનો પણ ત્યાગ કર્યો. પછી કોઈ નિગ્રંથ મુનિ પાસે પાંચ મહાવ્રતા ધારણ કરી ચારિત્રનું નિરતિચાર પાલન કરવા લાગ્યા. આથી છ જ માસમાં તે આત્માની સંપૂર્ણ શુદ્ધિ કરી કેવળજ્ઞાની અન્યા અને લોકોને સત્ય ધર્મના ઉપદેશ કરવા લાગ્યા.
(૧૦) સુક્ષ્મસ’પરાયગુણસ્થાન
આત્મા સ્થૂલ કષાયાથી સથાં નિવૃત્તિ પામ્યા હોય, પણ સૂક્ષ્મ કષાયાથી યુક્ત હાય એવી આત્માની અવસ્થાવિશેષ તે સૂક્ષ્મસ‘પરાય-ગુણસ્થાન. અહીં સંપરાયને અ કષાય સમજવાના છે.
આ ગુણસ્થાને ક્રોધ, માન કે માયા હાતા નથી, પણ લેાભના ઉદય હાય છે. તેને અતિ પાતળા પાડવામાં આવે છે, સૂક્ષ્મ અનાવી દેવામાં આવે છે.
(૧૧) ઉપશાંતમે હગુણસ્થાન
ઉપશમશ્રેણિ કરતાં જીવ દશમા ગુણસ્થાનેથી અગ્નિચારમા ગુણસ્થાને આવે છે, પણ ક્ષપક શ્રેણિ કરતા જીવ આ સ્થાને ન આવતાં સીધા ખારમા ગુણસ્થાને પહેોંચી જાય છે. પેસેન્જર ટ્રેન હાય તા દરેક સ્ટેશને ઊભી રહે, પણુ ફાસ્ટ
સ્થાન ]
ટ્રેન હાય તેા વચલાં સ્ટેશના છેાડી દે. અહીં ક્ષપકશ્રેણિને ફાસ્ટ ટ્રેન જેવી સમજવાની છે.
૧૮૯
જ્યાં બધાં મેાહનીય કર્માં અમુક સમય સુધી ઉપશાંત થઈ જાય એવી આત્માની અવસ્થાવિશેષને ઉપશાંતમેાહ ગુણસ્થાન કહેવામાં આવે છે.
આ ગુણસ્થાને આવેલા જીવ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી એક અંતર્મુહૂત પર્યંત વીતરાગદશા અનુભવે છે. ત્યાર બાદ ઉપશાંત કરેલાં કષાયમેહનીય ક`ના ઉદય થતાં ફરી તે મેાહના પાશથી મધાય છે. અહીથી પડનારા જીવ છ, સાતમે, પાંચમે, ચેાથે કે પહેલે ગુણુસ્થાને પણ પહોંચી જાય છે.
(૧૨) ક્ષીણમેહગુણસ્થાન
જેનું મેાહનીય ક સર્વથા ક્ષીણ થયુ. હાય, તેની અવસ્થાવિશેષને ક્ષીણમેહગુણસ્થાન કહેવાય છે. આ ગુણસ્થાને સંજ્વલન લાભના ક્ષય થતાં સકળ મેાહનીય કમના ક્ષય થાય છે.
અનંત અનંત વર્ષોથી જેનું આત્મા પર વર્ચસ્વ હતું, દબાણ હતું, તે ચાલ્યા જતાં આત્માને કેવા આનદ થતા હશે ? કેવી શાંતિ મળતી હશે ? તેની કલ્પના કરો. આ ગુણસ્થાનને પામેલા આત્મા વીતરાગી કહેવાય અને વીતરાગી જેવુ સુખ આ જગતમાં કોઈ ને પણ નથી, એ વાત અમે આગળ વિસ્તારથી સમજાવી છે.
અનતાનુષધી ક્રોધ, માન, માયા અને લાભ એ ચાર
'