Book Title: Aatmtattva Vichar Part 02
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
[ આત્મતત્ત્વવિચાર
માણસનાં મનમાં જ્યારે કોઈપણ ધૂન સવાર થાય છે, ત્યારે તે આગળ-પાછળનો બીજો વિચાર કરતા નથી. તે ખૂબ વહેલા ઉઠ્યો ને રખે કાઈ બ્રાહ્મણ મારા કરતાં વહેલા પહેાંચી જાય એ વિચારથી દેડવા લાગ્યા. હજી તેા રાત્રિનો ચાથેા પહેાર પણ શરૂ થયા ન હતા, માણસાની અવરજવર સદંતર બંધ હતી અને થાડા ચાકિયાતેા અહીંતહીં લટાર મારતા હતા. તેમણે કપિલને દોડતા જોયા, એટલે ચાર માનીને પકડયા અને ચાકીએ બેસાડયો. કપિલે તેને પોતાની વાત સમજાવવા પ્રયત્ન કર્યો, પણ તે તેમણે સાંભળવાની દરકાર કરી નહિ. માત્ર એક જ જવાબ આપ્યા કે ‘સવારે મહારાજા સમક્ષ રજૂ કરીએ, ત્યારે જે જવામ આપવે હાય તે આપજે. અત્યારે કઈ પણ વિશેષ ખેલવાની જરૂર નથી. ’
૧૮૪
સવાર થયું એટલે તેને રાજાની સન્મુખ રજૂ કરવામાં આન્યા. કપિલને રાજદરબારમાં આવવાના આ પહેલા જ પ્રસંગ હતા અને તેમાં પણ તે ગુનેગાર બનીને આવ્યા હતા, એટલે થરથર ધ્રૂજવા લાગ્યો. રાજાને લાગ્યું કે આ ખરા ચાર નથી. તેણે પૂછ્યું: ‘તું જાતના કાણુ છે? અને રાત્રે રસ્તા પર શા માટે દોડતા હતા ? -
4
કપિલે કહ્યું: · મહારાજ ! હું જાતને બ્રાહ્મણ છું અને આપને આશીર્વાદ આપવા માટે આવતા હતા. ’
રાજાએ પૂછ્યું: ‘ પણ આટલા વહેલા ?? કપિલે કહ્યું ઃ ‘ મહારાજ ! આઠ દિવસથી પહેલે
ગુણસ્થાન ]
૧૮૫
આશીર્વાદ આપવા પ્રયત્ન કરું છું, જેથી મને એ માસા સેાનું મળે, પણ તે મારા ભાગ્યમાં લખાયેલું નથી. તેના લાભ લેવા આજે અહુ વહેલા ઉઠયો ને કાઈ વહેલા ન પહેાંચી જાય તે માટે દોડવા લાગ્યો, તેા આવી દુર્દશા થઈ. '
રાજાએ કહ્યું : ‘મને આશીર્વાદ આપવા તમે આટલી તકલીફ ઉઠાવી ? અને તે માત્ર બે માસા સેાના માટે ? આ પરથી તમારી હાલત કેવી હશે, તે સમજી શકું છું. એ ભૂદેવ ! હું તમારા પર પ્રસન્ન થઈ ને કહું છુ કે તમારે જે માગવું હાય તે માગી લેા. તમારી ઇચ્છા હું જરૂર પૂરી કરીશ.’
આફતનું વાદળ વીખરાઈ ગયુ. અને ઉપરથી મનગમતું “માગવા કહ્યું, એટલે કપિલ સ્વસ્થ થયો, ક'ઈક .આનંદમાં આવ્યો અને તેણે કહ્યું : ‘ મહારાજ ! મને થાડા `સમય આપે, તે વિચારીને માગું ’
રાજાએ કહ્યું : ‘ ભલે વિચારીને માગેા. ’
હવે કપિલ વિચાર કરે છે: ‘શું માગુ’? એ માસા સેનામાં તે કઈ નહિ, માટે દશ સાનૈયા માશું. પણ દેશ સામૈયામાં ય શું થશે ? માટે પચાશ સાનૈયા માગવા દે; ' વળી વિચાર આવ્યો કે પચાશ સાનૈયા કઈ વધારે ન કહેવાય. એ તા થોડા વખતમાં વપરાઈ જાય, માટે પાંચસે સાનૈયા માગવા દે, રાજાના ખજાને ખેાટ કાં આવવાની છે?’
ચાકડા પર ચડેલું ચપણિયું જેમ ઉપર જતું જાય, તેમ પહેાળું થતું જાય. લાભની પણ એ જ હાલત છે. જેમ તે આગળ ચાલે, તેમ વિસ્તાર પામતા જ જાય.