Book Title: Aatmtattva Vichar Part 02
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
[ આત્મતત્ત્વવિચાર
શુકલ ધ્યાનના બીજો પાયા કે. બીજો પ્રકાર તે એકત્વવિતર્ક–નિર્વિચાર. અહીં એકત્વના અર્થ છે અભિન્નતા. વિતર્કના અર્થ છે શ્રુતજ્ઞાન અને નિવિચારના અથ છે એક અર્થથી ખીજા અર્થ પર, એક શબ્દથી ખીજા શબ્દ પર કે એક યાગથી બીજા ચેાગ પર ચિંતનાથે કોઈ પ્રવૃત્તિ ન કરવી. તાત્પ કે શ્રુતજ્ઞાનનાં આલંબનપૂર્વક માનસિકાદિ કોઈ પણ એક ચેાગમાં સ્થિર થઈ ને દ્રવ્યના એકજ પર્યાયનુ અભેદ ચિંતન કરવું, તે આ ધ્યાનને મુખ્ય વિષય છે.
૧૭૬
જેણે પ્રથમ ધ્યાનના દૃઢ અભ્યાસ કર્યો હાય, તેને જ આ ખીજું ધ્યાન પ્રાપ્ત થાય છે. જેમ આખાં શરીરમાં વ્યાપેલાં ઝેરને મંત્ર વગેરે ઉપાયાથી એક ડ'ખની જગાએ જ લાવવામાં આવે છે, તેમ સમસ્ત વિશ્વના અનેકાનેક વિષયેામાં ભટકતાં મનને આ ધ્યાન દ્વારા એક જ વિષય. પર લાવીને એકાગ્ર કરવામાં આવે છે. જ્યારે મન આ રીતે એક જ વિષય ઉપર એકાગ્ર થાય છે, ત્યારે તે પેાતાની સ ચચળતા છેોડી દઈને શાંત થાય છે. આવુ ધ્યાન મારમા ગુણસ્થાને હેાય છે. આ ધ્યાનના યાગથી આત્માને લાગેલાં ચારે ઘાતી કર્મોના નાશ થાય છે અને કેવલજ્ઞાન પ્રકટ થાય છે, એટલે તે તેરમા ગુણસ્થાને આવી જાય છે.
શુધ્યાનના ત્રીજો પાયા કે ત્રીજો પ્રકાર તે સૂક્ષ્મ ક્રિયાપ્રતિપાતી. જ્યારે સજ્ઞતાને પામેલા આત્મા યાગનિ રાધના ક્રમથી અંતે સૂક્ષ્મ શરીરચાગનો આશ્રય લઈ ને આકીના સ યાગાને રોકી દે છે, ત્યારે આ ધ્યાન પ્રાપ્ત થયું
ગુણસ્થાન ]
૧૭
ગણાય છે. તેમાં શ્વાસેાશ્ર્વાસ જેવી સૂક્ષ્મ ક્રિયા જ બાકી રહેલી હાય છે અને તેમાંથી પડવાપણું હેતુ નથી, માટે તે સૂક્ષ્મક્રિયાપ્રતિપાતી કહેવાય છે.
શુકલધ્યાનનો ચાથા પાયા કે પ્રકાર તે સમુચ્છિન્નક્રિયાઽનિવૃત્તિ. જ્યારે સજ્ઞતાને પામેલા આત્માની શ્વાસત્રશ્વાસાદિ સૂક્ષ્મક્રિયા પણ અધ થઇ જાય છે અને આત્મપ્રદેશે। સવથા નિષ્કપ થઈ જાય છે, ત્યારે આ ધ્યાન પ્રાપ્ત થયું ગણાય છે. આ ધ્યાનમાં સૂક્ષ્મ ચાગાત્મક એટલે સૂક્ષ્મ કાયયેાગરૂપ ક્રિયા પણ સર્વથા સમુચ્છિન્ન થઈ જાય છે અને તેની અનિવૃત્તિ હાય છે. આ ધ્યાનની પ્રાપ્તિ થયા પછી તરત જ આત્મા બાકીનાં ચાર અધાર્તીકમ માંથી મુક્ત થઇ નિર્વાણ પામે છે.
આઠમા, નવમા, દેશમા તથા અગિયારમા ગુરુસ્થાનકને સમય જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂત હાય છે.
વિશેષ અવસરે કહેવાશે.
આ. ૨૧૨