Book Title: Aatmtattva Vichar Part 02
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
વ્યાખ્યાન ખત્રીશમુ
ગુણસ્થાન
[3]
મહાનુભાવે !
અમે અત્યાર સુધી ગુણસ્થાનાનું જે વર્ણન કર્યું, તેના પરથી તમે સમજી શકયા હશે! કે જે આત્માએ સમ્યક્ત્વથી વિભૂતિ થઈ ને વિરતિના પંથે વિચરે છે, ઇંદ્રિયોનું દમન કરે છે અને સતત જાગૃતિ રાખે છે, તેઓ જ આત્મવિકાસમાં આગળ વધી અલ્પસ’સારી બની શકે છે; જ્યારે મિથ્યાત્વી, મૂઢ, અજ્ઞાની, વિષયસુખમાં જ આનંદ માનનારા તથા કષાયનું નિરંતર સેવન કરનારા, ભારે કધન કરીને પોતાના સંસાર વધારી મૂકે છે અને ચેારાશીનાં ચક્કરમાં પીલાયા કરે છે.
તમારે અલ્પસ’સારી થવું હોય તે ગુણસ્થાન પર આરાહણ કરવું જ જોઈ શે. તમે શ્રાવકકુલમાં જન્મ્યા માટે ચેાથા-પાંચમા ગુણઠાણે એમ સમજશે નિહ. આત્મામાં તે પ્રકારના ગુણ! પ્રકટે તા જ ચેાથા–પાંચમાની પ્રાપ્તિ થાય. આમ છતાં એટલું ખરૂ કે બીજાઓ કરતાં તમને ગુણસ્થાના પર આરોહણ કરવાની સગવડ વધારે છે. જે ભવ્ય તીર્થા, આલિશાન મદિરા અને ત્યાગી ગુરુઓના તમને
. . .
ગુણસ્થાન ]
૧૭૯
ચેાગ છે, તે બીજાએને નથી. આ સગવડના તમે કેટલેા લાભ લ્યા છે, તે તમારે વિચારવાનું છે.
સર્વૈજ્ઞ ભગવતે તેા સ્પષ્ટ કહ્યું છે કે જે ઉડતા નથી, કામે લાગતા નથી તથા મન-વચન-કાયાનાં બળના પૂર ઉપયાગ કરતા નથી, તે કી કાર્યસિદ્ધિ કરી શકતા નથી. “ ઉઠી અને કામે લાગેા ’ એ જ અમારે તમને કહેવાનું છે.
અહીં કાઈ એમ કહેતું હાય કે અમે રાજ ઉઠીએ છીએ અને કામે લાગીએ છીએ. ’ તે તે અમારા કહેવાને મમ સમજ્યા નથી. અમે તેા આધ્યાત્મિક ઉત્થાનની વાત કરી રહ્યા છીએ. જ્યારે અમે તમારા જીવનવ્યવહાર જોઈ એ છીએ, ત્યારે એમ લાગે છે કે તમે સૂતા છે અને ઘસઘસાટ ઊંઘ લઈ રહ્યા છે. તેમાં કોઈ પ્રકારની જાગૃતિ દેખાતી નથી. જ્યારે રાગ આવશે, વૃદ્ધત્વ આવશે, મૃત્યુને હુમલા થશે, ત્યારે કેવી પરિસ્થિતિ નિર્માણ થશે, તેને તમને કઈ વિચાર નથી. મહાનુભાવા ! ગુણસ્થાના પર ઉત્તરાત્તર આરાહણ કરીને મેાક્ષ સુધી પહાંચવાનું તે! આ માનવભવમાં જ અની શકે છે, માટે જ ‘ઉઠો અને કામે લાગેા’ની અમારી હાકલ છે.
છઠ્ઠું સવિરતિ, સાતમે પ્રમાદના પરિહાર અને આઠમે અપૂર્ણાંકરણ એટલું યાદ રાખી આપણે ગુણસ્થાનમાં આગળ વધીએ.
(૯) અનિવૃત્તિબાદરગુણસ્થાન
આઠમું ગુણસ્થાન પામેલા સયતાત્મા આગળ વધી નવમા ગુણસ્થાને આવે છે. આ ગુણસ્થાન અનિવૃત્તિ બાદર